અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/જીવી ગયો હોત-: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> કોઈ નથી-ના આ બંધ ઓરડામાં આંટા મારતી મારી એકલતાના કાનમાં તમે ‘હું...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|જીવી ગયો હોત-|જયન્ત પાઠક}}
<poem>
<poem>
કોઈ નથી-ના આ બંધ ઓરડામાં
કોઈ નથી-ના આ બંધ ઓરડામાં

Revision as of 07:26, 12 July 2021

જીવી ગયો હોત-

જયન્ત પાઠક

કોઈ નથી-ના આ બંધ ઓરડામાં
આંટા મારતી
મારી એકલતાના કાનમાં
તમે ‘હું છું ને’ એટલું જ બોલ્યાં હોત
તો હું જીવી ગયો હોત;

મરણના મારગે આ ચરણ ઊપડ્યા ત્યારે
તમે માત્ર ‘ઊભા રહો’ એટલું જ કહ્યું હોત
તો હું જીવી ગયો હોત;

મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ અાઘી કરીને
તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત;

આમ તો કદાચ
મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું
પણ... તે મારા હાથમાં નહોતું!