અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુશીલા ઝવેરી/સીમંતિની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું ઉદરે મૃદુ ગીત ઉછેરી ફૂલ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સીમંતિની|સુશીલા ઝવેરી}}
<poem>
<poem>
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું

Revision as of 07:27, 12 July 2021

સીમંતિની

સુશીલા ઝવેરી

કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું
ઉદરે મૃદુ ગીત ઉછેરી ફૂલની ફોરમ લહું…

વણદીઠા એ વદન ઉપર સ્મિત અદીઠું મહેકે;
ર્‌હૈ હથેલી ઝાંખી, ક્યારે મોરલાનું વન ગ્હેકે...

પુલક પુલક અણુ અણુ મમ રોમને એવું કહું —
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું…

પારણું પોપટ મોર મઢ્યું હું નીંદમાં હીંચોળું;
હાલરડાંના સૂરમાં મીઠા, શોધું શૈશવ ભોળું.

હરખની મુજ ઉરમાં વાગે વાંસળી, એવું લહું —
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું…

પળે પળે હું સુણ્યા કરું ઝાંઝર ઝીણો રવ;
આંગળી કળી મોગરાની, ગુલપાનીનો પગરવ.

પ્રાણમાં પમરી અાવજે મારા વ્હાલમાં વીંટી લઉં
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું…

(ક્ષણોનું આલબમ, ૧૯૮૫, પૃ. ૧૨૫)