અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘નાઝિર’ દેખૈયા/તો સારું: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું; ભલે ગંગા સમુંય મુજ પતન થ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|તો સારું|‘નાઝિર’ દેખૈયા}} | |||
<poem> | <poem> | ||
પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું; | પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું; |
Revision as of 07:29, 12 July 2021
તો સારું
‘નાઝિર’ દેખૈયા
પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું;
ભલે ગંગા સમુંય મુજ પતન થઈ જાય તો સારું.
નહીં તો દિલ બળેલાં ક્યાંક બાળી દે નહીં જગને;
પતંગા ને શમા કેરું મિલન થઈ જાય તો સારું.
એ અધવચથી જ મારાં દ્વાર પર પાછાં ફરી આવે;
જો એવા માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું.
નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે;
હૃદય ઉછાંછળું છે, જો સહન થઈ જાય તો સારું.
કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું;
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું.
જીવનભર સાથ દેનારા! છે ઇચ્છા આખરી મારી;
દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું.
વગર મોતે મરી જાશે આ ‘નાઝિર’ હર્ષનો માર્યો;
ખુશી કેરુંય જો થોડું રુદન થઈ જાય તો સારું.
(નાઝિરની ગઝલો, ૧૯૮૮, પૃ. ૨)