અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવિન્દ સ્વામી/કાજળકાળા આભ મહીંથી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> કાજળકાળા આભમહીંથી {{space}}તારલા વાટે તેજ ચૂવે છે. રજનીકેરાં શ્યામલ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|કાજળકાળા આભ મહીંથી| ગોવિન્દ સ્વામી}} | |||
<poem> | <poem> | ||
કાજળકાળા આભમહીંથી | કાજળકાળા આભમહીંથી |
Revision as of 07:29, 12 July 2021
કાજળકાળા આભ મહીંથી
ગોવિન્દ સ્વામી
કાજળકાળા આભમહીંથી
તારલા વાટે તેજ ચૂવે છે.
રજનીકેરાં શ્યામલ ચીરને
તારલા કેરું તેજ ધૂવે છે.
વલ્લરીનાં વૃન્દ આજ વસન્તે
જોબનના શણગાર સજે છે;
સૌરભની પિચકારી ભરી ભરી
ફૂલડાં રંગે હોળી રમે છે!
આજ જામી મધરાત; અટારીએ
એકલું એકલું હૈયું રડે છે;
અંતરના કોઈ સાથી વિહોણું
અંતર આજ ચોધાર રડે છે!
મદભર્યાં મુજ જોબનગીતો
ઝીલવા આજે કોઈ નથી રે;
ફાગણના મધુ–ફૂલ હિંચોળે
ઝૂલવા સાથે કોઈ નથી રે!