રામચન્દ્ર પટેલની કવિતા/પાનખર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 4: Line 4:
{{Block center|<poem>
{{Block center|<poem>
આવ્યો અજાણ સ્થળમાં ન કદીય જોયું–
આવ્યો અજાણ સ્થળમાં ન કદીય જોયું–
જાણ્યું ધરે ગગન, કેશરવેશ યોગમાં.
જાણ્યું : ધરે ગગન, કેશરવેશ યોગમાં.
ને વાદળાં ચડી ચડી વરસ્યા વિના ઢળે...
ને વાદળાં ચડી ચડી વરસ્યા વિના ઢળે...
લૂખી જમીન પર દર્ભનું ઝૂંડ ઊંઘે.
લૂખી જમીન પર દર્ભનું ઝૂંડ ઊંઘે.

Latest revision as of 02:34, 10 March 2025

પાનખર

આવ્યો અજાણ સ્થળમાં ન કદીય જોયું–
જાણ્યું : ધરે ગગન, કેશરવેશ યોગમાં.
ને વાદળાં ચડી ચડી વરસ્યા વિના ઢળે...
લૂખી જમીન પર દર્ભનું ઝૂંડ ઊંઘે.

સામે હતું શિવનું મંદિર ભગ્ન, ઊભું,
તૂટેલ શિલ્પ અવળાંસવળાં પડ્યાં ઝગે.
એ સૌ ગયો સમય-વૈભવ વર્ણવી રડે...
ને જીર્ણ વાવ (અધમૂઈ ઢળેલ સારસી!)

કંઠાર, સર્પ સમ અધ્ધર ડોક કાઢી
જુએ... પણે પીળક પંખ અમસ્તું ઊડ્યું...
પીળાશ, વાયુની ચઢી ડમરી... રજોટી
વ્યાપે... મશાલ સહ ઊડતી અગ્નિપત્ની!!

ચોમેર પાનખર અંધ પડાવ જામ્યો,
ભેંકાર સ્પર્શ હુંય, નાભિ સમેત પામ્યો.