રામચન્દ્ર પટેલની કવિતા/ભાદ્રનો અંધાર: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 02:35, 10 March 2025
ભાદ્રનો અંધાર
અંધાર ભાદ્રપદનો બની ભૂંડ ત્રાટકી
બાઝે ઃ થતો પ્રસવ ભૂંડણપેટ ભૂંજરાં.
– દોડ્યા કરે શુનકી, પૂંઠણ ચાર શ્વાન...
ને આગિયાની દૃગ રક્તિમ કોતરીને
ઊડી રહે ઘુવડવેશ ધરી અહીંતહીં...
ગેંડાનું રૂપ લઈ આથડતો પછાડા
નાખે, રચે મહિષભેંસની ભીંસ, ત્યારે
ચોમાસું; મેઘજળથી પકડે અરણ્ય.
શું આદરે કુંજરપાદ વચાળ હાથણી
ચીંઘાડ? લીલ મધુરો લલકાર સાંભળી
વીછું હલે, કુંજનું ગાન ક્યહીંક ગાજે.
પાછો કદંબ પરથી થઈ સર્પ ઉતરે...
માથે અમાસ સહી ગોકળગાય સંચરે,
ને ભાદ્રમાસ, મશરૂમની છાંય ચીતરે.