અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચુનીલાલ મડિયા/મરણ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> મને ન મરવું ગમે છૂટક ટૂંક હફતા વડે મળે મરણ ગાય-ગોકળ સમું, ધીમું, —...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|મરણ|ચુનીલાલ મડિયા}} | |||
<poem> | <poem> | ||
મને ન મરવું ગમે છૂટક ટૂંક હફતા વડે | મને ન મરવું ગમે છૂટક ટૂંક હફતા વડે |
Revision as of 07:36, 12 July 2021
મરણ
ચુનીલાલ મડિયા
મને ન મરવું ગમે છૂટક ટૂંક હફતા વડે
મળે મરણ ગાય-ગોકળ સમું, ધીમું, — વાવરે
યદા કૃપણ સંપદા અસહ લોભથી — ના ગમે
અનેક જન જીવતાં મરણ-ભાર માથે વહી
ભલે હલચલે જણાય જીવતાં, છતાં દીસતાં
મરેલ, શબ શાં અપંગ, જડ, પ્રેત દીદારમાં
અને મનસમાંય — ઓઢત ભલે ન કો ખાંપણ,
મસાણ તરફે જતાં ડગમગંત પંગુ સમાં.
ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું,
અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું,
ન કાં વસૂલ એ કરું મનગમંત રીતે જ હું —
કરે કરજ લેણદાર ચૂકતું તકાદા વડે—?
ચહું જ ઉઘરાવવા મરણ એક હફતા વડે;
બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે.