અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘બેફામ’ બરકત વીરાણી/રડાવ્યો છે મને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને? જે નથી મારાં બન્યાં, એનો બન...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|રડાવ્યો છે મને|‘બેફામ’ બરકત વીરાણી}}
<poem>
<poem>
ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને?
ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને?

Revision as of 07:51, 12 July 2021

રડાવ્યો છે મને

‘બેફામ’ બરકત વીરાણી

ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને!

સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુ :ખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાનીય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌએ મને લૂંટી ગયા,
કાંઈ નહોતું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ;
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

આ બધા ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

(ઘટા, ત્રીજી આ. ૧૯૯૩, પૃ. ૧૯-૨૦)