અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ જાની/આવડા ઉરની (આવડું ઉર!): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આવડા ઉરની માંડવી તે શી વાત! આવડા ઉરની છાંડવી તે શી વાત! {{space}}કોક સમ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|આવડા ઉરની (આવડું ઉર!)| રમેશ જાની}}
<poem>
<poem>
આવડા ઉરની માંડવી તે શી વાત!
આવડા ઉરની માંડવી તે શી વાત!

Revision as of 08:10, 12 July 2021

આવડા ઉરની (આવડું ઉર!)

રમેશ જાની

આવડા ઉરની માંડવી તે શી વાત!
આવડા ઉરની છાંડવી તે શી વાત!
         કોક સમે એના આભમાં પેલું
                  જાગતું ઘેલું
         રંગભર્યું પરભાત;
કોક સમે એના બાગમાં ફાગે
         રાચતું રાગે
         હસતું પારિજાત! — આવડા.

કોક સમે એના સાદમાં ઝીણા
         સૂરથી વીણા
         ગુંજતી ર્‌હે મધરાત;
કોક સમે એના નાદને લહેકે
         મોરલો ગ્હેકે
         પાડતો મીઠી ભાત! — આવડા.

કોક સમે એના ગાનમાં ઘેરો
         સાગર કેરો
         ઊછળતો ઉત્પાત;
કોક સમે સૂનકાર વેરાને
         જલતા રાને
         ધીખતો ઝંઝાવાત! — આવડા.