અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/કંચુકીબંધ છૂટ્યા ને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> કંચુકીબંધ છૂટ્યા ને હઠ્યું જ્યાં હીર-ગુંઠન હૈયાનાં લોચનો જેવાં...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|કંચુકીબંધ છૂટ્યા ને| પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
કંચુકીબંધ છૂટ્યા ને હઠ્યું જ્યાં હીર-ગુંઠન
કંચુકીબંધ છૂટ્યા ને હઠ્યું જ્યાં હીર-ગુંઠન

Revision as of 08:21, 12 July 2021

કંચુકીબંધ છૂટ્યા ને

પ્રિયકાન્ત મણિયાર

કંચુકીબંધ છૂટ્યા ને હઠ્યું જ્યાં હીર-ગુંઠન
હૈયાનાં લોચનો જેવાં દીઠાં બે તાહરાં સ્તન.
વૃત્તિઓ પ્રેમની સર્વ કેન્દ્રિત થઈ જ્યાં રહી;
પ્રીતના પક્ષીનો માળો રાતી નીલી નસો મહીં.

અગમ્ય રૂપનાં કિન્તુ ત્વચા તો પારદર્શક,
મનનાં લોહને મારાં ચુંબક જેમ કર્ષક,
દીસંત આમ તો જામે ઘાટીલી નાની ગાગર,
જાણું છું ત્યાં જ છૂપા છે શક્તિના સાત સાગર!

મન્મથ-મેઘ ઘેરાતા કાયાના વ્યોમમાં લસે,
તારા ત્યાં સ્તનના જાણે મોરલા ગ્હેકી ઊઠશે!
દીઠું મેં એવું એવું કૈં ભાવિ ને ગત કાલની
વસંતો ઊર્મિઓ વેરે સાંપ્રતે હ્યાં જ વ્હાલની;

કંચુકીબંધ છૂટ્યા ને—
રહસ્ય-બંધને બાંધ્યો…

(આ નભ ઝૂક્યું, પૃ. ૭)