અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/કૃષ્ણ-રાધા: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આ નભ ઝૂક્યું તે કા'નજી {{space}}ને ચાંદની તે રાધા રે. આ સરવર જલ તે કા'નજી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|કૃષ્ણ-રાધા|પ્રિયકાન્ત મણિયાર}} | |||
<poem> | <poem> | ||
આ નભ ઝૂક્યું તે કા'નજી | આ નભ ઝૂક્યું તે કા'નજી |
Revision as of 08:29, 12 July 2021
કૃષ્ણ-રાધા
પ્રિયકાન્ત મણિયાર
આ નભ ઝૂક્યું તે કા'નજી
ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કા'નજી
ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કા'નજી
ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત શિખર કા'નજી
ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કા'નજી
ને પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કા'નજી
ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કા'નજી
ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કા'નજી
ને નજરું જુએ તે રાધા રે!
(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)