અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/અશબ્દ રાત્રિમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મટુકીને જાણ કશી ન થાય સૂતેલ એવા જલને જગાડ્યું, બીતાં બીતાં મેં; જ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અશબ્દ રાત્રિમાં|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
મટુકીને
મટુકીને

Revision as of 08:40, 12 July 2021

અશબ્દ રાત્રિમાં

પ્રિયકાન્ત મણિયાર

મટુકીને
જાણ કશી ન થાય
સૂતેલ એવા જલને જગાડ્યું,
બીતાં બીતાં મેં;
જરી થોડું પીધું.
પીધા પછી પાત્ર વિશે વધ્યું તે
ઢોળી દીધું મધ્ય અશબ્દ રાત્રિમાં;
                  મજલેથી ત્રીજે
તે તો વહ્યું છેક જતાં જતાં તળે
ધીરે ધીરે પાઇપમાં લપાયલી
હેમંતથી શીતલ શાંતિના સ્વરો
જગાડતું
જંપી ગયું ક્ષણોમાં.