અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ફૂલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{space}}ફૂલનો પવન લોચન મારે વાયો, {{space}}આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો. કો...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ફૂલ|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
{{space}}ફૂલનો પવન લોચન મારે વાયો,
{{space}}ફૂલનો પવન લોચન મારે વાયો,

Revision as of 08:42, 12 July 2021

ફૂલ

પ્રિયકાન્ત મણિયાર

         ફૂલનો પવન લોચન મારે વાયો,
         આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો.
કોઈ તરુ ના, કોઈ ના ડાળી, કોઈ ના ડાળખી, પાન;
ફૂલનો ફુવાર એટલો ફૂટે જેમ કવિનાં ગાન :
ફૂલનો સૂરજ હૃદયે વાવ્યો, ફૂલનો વળી છાંયડો છાયો.
ફૂલની નદી, ફૂલનું તળાવ, ફૂલનું નાનું ગામ,
ફૂલનો દીવો, ફૂલહિંડોળો, ફૂલમાં ફોર્યા રામ;
કાળને સાગર જાત ડૂબી ત્યાં તરતાં ફૂલથી ફાવ્યો,
         ફૂલનો પવન લોચન મારે વાયો.

(આ નભ ઝૂક્યું, પૃ. ૭૩)