અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/દિવસે ડૂબું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> દિવસે ડૂબું રાતના ઊગું {{space}}કોઈ વેળા હું આભમાં પૂગું. એકલવાયા તાર...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|દિવસે ડૂબું|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
દિવસે ડૂબું રાતના ઊગું
દિવસે ડૂબું રાતના ઊગું

Revision as of 08:43, 12 July 2021

દિવસે ડૂબું

પ્રિયકાન્ત મણિયાર

દિવસે ડૂબું રાતના ઊગું
         કોઈ વેળા હું આભમાં પૂગું.
એકલવાયા તારલા તગે છેક છેવાડે બૂઝે,
કર પ્રસારી સ્હેજ સંકોરું તેજથી પાછા ઝૂઝે;

તમરાંના ત્રમકારથી ઝાઝું
         બોલતું આખું આભ તો મૂંગું. દિવસે.

એક સપાટે લસરી આવ્યો લસતી ચાંદની ધારે,
ભૂલમાં હું તો ઊતરી આવ્યો રાતરાણીના ક્યારે;
મ્હેક મારામાં એમ ભળી કે
         ઘેનમાં હું તો મુજને સૂંઘું! દિવસે.

(આ નભ ઝૂક્યું, પૃ. ૭૩)