અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/સમયનું સોનું: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}હવે આ હાથ રહે ના હેમ! મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|સમયનું સોનું|પ્રિયકાન્ત મણિયાર}} | |||
<poem> | <poem> | ||
{{space}}હવે આ હાથ રહે ના હેમ! | {{space}}હવે આ હાથ રહે ના હેમ! |
Revision as of 08:44, 12 July 2021
સમયનું સોનું
પ્રિયકાન્ત મણિયાર
હવે આ હાથ રહે ના હેમ!
મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ;
હવે આ હાથ રહે ના હેમ!
બહુ દિન બેસી સિવડાવ્યા બસ કૈં નવરંગી વાઘા,
સાવ રેશમી ભાતભાતના મહીં રૂપેરી ધાગા;
જેહ મળે તે દર્પણ જોવા વણલીધેલો નેમ!
હવે આ હાથ રહે ના હેમ!
ભરબપ્પોરે ભોજનઘેને નિતની એ રાતોમાં,
ઘણુંખરું એ એમ ગયું ને કશુંક કૈં વાતોમાં;
પડ્યું પ્રમાદે કથીર થયું ને જાગ્યોયે નહીં વ્હેમ!
હવે આ હાથ રહે ના હેમ!
કદી કોઈને કાજે નહીં મેં કટકોયે એ કાપ્યું,
અન્યશું દેતાં થાય અમૂલખ મૂલ્ય નહીં મેં માપ્યું;
રતી સરીખું અવ રહ્યું એનો ઘાટ ઘડાશે કેમ?
હવે આ હાથ રહે ના હેમ!