અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/અંધારા અજવાળાં: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આંજી નાખે એવાં અજવાળાંનું તે શું કામ! એ તો બીજું અંધારાનું નામ! અ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અંધારા અજવાળાં|જયન્ત પાઠક}} | |||
<poem> | <poem> | ||
આંજી નાખે એવાં અજવાળાંનું તે શું કામ! | આંજી નાખે એવાં અજવાળાંનું તે શું કામ! |
Revision as of 08:56, 12 July 2021
અંધારા અજવાળાં
જયન્ત પાઠક
આંજી નાખે એવાં અજવાળાંનું તે શું કામ!
એ તો બીજું અંધારાનું નામ!
અજવાળાં તો શીળાં શીળાં સારાં
હળવે હાથે માંજે જે અંધારાં—
ઊઘડે ઝીણે અક્ષર લખિયાં
લખલખ ચૌદે ધામ!
અજવાળું અંધારું બંને સરખું
જો મોતી દોરો ના એમાં પરખું –
પરોવાય ના મોતનમાળા
સરખી જો અભિરામ!
અજવાળાં અંધારાં ઓરાં આવો
વારાફરતીનો ચખને દ્યો લ્હાવો –
ઉઘાડ મીંચમાં બાવન’બારી બારાખડીમાં
લખાયલું તે ભીતર વાંચું નામ!