અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શિવ પંડ્યા/કવિતાએ કાનમાં કહ્યું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આમ ને આમ આંધળી ભીંતો ઉપર હાથ ફેરવતાં હાથ લાગી ગયું એક અવડ બારણું...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|કવિતાએ કાનમાં કહ્યું|શિવ પંડ્યા}}
<poem>
<poem>
આમ ને આમ
આમ ને આમ

Revision as of 09:03, 12 July 2021

કવિતાએ કાનમાં કહ્યું

શિવ પંડ્યા

આમ ને આમ
આંધળી ભીંતો ઉપર હાથ ફેરવતાં
હાથ લાગી ગયું એક અવડ બારણું
આગળા ખોલ્યા ને કિચૂડકટ અવાજમાં
ધસી આવ્યો કુમળો કુમળો પ્રકાશ
દોડી ગયો આળસુ અંધકાર
ઝૂમી ઊઠ્યું લીમડાનું ઝાડ
આનંદવિભોર સર્પ જેમ રસ્તાઓ સળવળ્યા
ને બુદ્ધિનું અધિરત્વ પીગળ્યું
ચારે કોર કિલ્લોલતો અવાજ અવાજ
અંદરનું અંધત્વ ઓગળ્યું.
ચારેકોર સુગંધભર્યો અજવાસ અજવાસ
હવે
બારણે બંધાયું છે સાત સૂરજનું તોરણ
આંગણે ચીતરાઈ છે ઇન્દ્રધનુની રંગોળી
તેજલ અશ્વ જેવો થનગનતો માંહ્યલો
કાનમાં કહે છે મને
બારણું હવે ભીડતો નહિ
હોં કે.