અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શંભુપ્રસાદ જોષી/ઘર ભણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સમીસાંજ થૈ ગઈ {{space}}ધેનુનાં ધણ આ આવ્યાં! ઊજળતાં જળપૂર — {{space}}ધેનુના...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઘર ભણી|શંભુપ્રસાદ જોષી}}
<poem>
<poem>
સમીસાંજ થૈ ગઈ
સમીસાંજ થૈ ગઈ

Revision as of 09:06, 12 July 2021

ઘર ભણી

શંભુપ્રસાદ જોષી

સમીસાંજ થૈ ગઈ
         ધેનુનાં ધણ આ આવ્યાં!
ઊજળતાં જળપૂર —
         ધેનુનાં ધણ આ આવ્યાં!
પુચ્છની ધજા હવામાં તરે!
સ્થૂળ કૈ શૃંગ હલેસાં ભરે!
         રજના ઊંચા લોઢ
                  ખૂંદતાં ધણ આ આવ્યાં!
                           સમી.

કશો આ રવ ભાંભરનો થાય,
તૃપ્તિને લય પંખી સૌ ગાય!
         વનની તાજી ગંધ
         વેરતાં ધણ આ આવ્યાં!
                           સમી.

ચર્ણથી કર્ણ તણી ગતિ ઘણી!
દિયે શી દોટ વાછરું ભણી!
         આંખ મહીં શાં બીડ
         ધેનુનાં ધણ આ આવ્યાં!
                           સમી.

(નગર વસે છે, સં. ૧૯૭૮, પૃ. ૫૪)