અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શેખાદમ આબુવાલા/મુલાકાત કરશું: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> સુરાલયમાં જૈશું જરા વાત કરશું, અમસ્તી શરાબી મુલાકાત કરશું. ઘણી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|મુલાકાત કરશું|શેખાદમ આબુવાલા}} | |||
<poem> | <poem> | ||
સુરાલયમાં જૈશું જરા વાત કરશું, | સુરાલયમાં જૈશું જરા વાત કરશું, |
Revision as of 09:21, 12 July 2021
મુલાકાત કરશું
શેખાદમ આબુવાલા
સુરાલયમાં જૈશું જરા વાત કરશું,
અમસ્તી શરાબી મુલાકાત કરશું.
ઘણી વાત અંગત કરી રાતદિવસ,
હવે પારકી ચાલ, પંચાત કરશું.
ભલે રાત થૈ દિન ઊગ્યો ફરીથી,
લટોની કૃપાથી ફરી રાત કરશું.
મુહબ્બતને રસ્તે સફર આદરી છે,
મુહબ્બતને રસ્તે ફના જાત કરશું.
જમાનાની મરજીનો આદર કરશું,
વિખૂટાં પડીને મુલાકાત કરશું.
સલામત રહે સ્વપ્ન નિદ્રાને ખોળે,
કદી બંધ આંખો અમે રાત કરશું.
સુરાલયમાં મસ્જિદમાં મંદિરમાં ઘરમાં,
કે આદમ કહો ત્યાં મુલાકાત કરશું.
(હવાની હવેલી, કૃ. ૪૮)