અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસમુખ પાઠક/ઠાકોરજી - મા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> એક વાર માએ કહ્યું: (મા મારી ગુરુ) આ ઠાકોરજી સામે જો! આ ઠાકોરજી તો પ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઠાકોરજી - મા|હસમુખ પાઠક}}
<poem>
<poem>
એક વાર માએ કહ્યું:
એક વાર માએ કહ્યું:

Revision as of 09:24, 12 July 2021

ઠાકોરજી - મા

હસમુખ પાઠક

એક વાર માએ કહ્યું:
(મા મારી ગુરુ)
આ ઠાકોરજી સામે જો!

આ ઠાકોરજી તો પથ્થર છે.
એ ઠાકોરજી કેવી રીતે? — મેં પૂછ્યું.

જે તારી અંદર છે, તે જ
અહીં બહાર સર્વત્ર બિરાજે છે.
અંદર જો, બહાર જો!
તે કેવી રીતે
મારી સામે જોતો હોય એમ જો!
મેં ઠાકોરજી સામે જોયું, મા સામે જોયું.
માના શબ્દથી
ઠાકોરજી મા થયા.

(જાગરણ—પાછલી ખટઘડી, પૃ. ૮)