અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/તમે કાલે નૈં તો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> તમે કાલે નૈં તો પરમદિવસે તો અહીં હશો, ઘણા દીથી હૈયે ઘર કરતું એકાન...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|તમે કાલે નૈં તો|હરીન્દ્ર દવે}}
<poem>
<poem>
તમે કાલે નૈં તો પરમદિવસે તો અહીં હશો,
તમે કાલે નૈં તો પરમદિવસે તો અહીં હશો,

Revision as of 09:32, 12 July 2021

તમે કાલે નૈં તો

હરીન્દ્ર દવે

તમે કાલે નૈં તો પરમદિવસે તો અહીં હશો,
ઘણા દીથી હૈયે ઘર કરતું એકાન્ત હરશો.

તમારું થાકેલું શિર હૃદય ધારીશ, પ્રિય, ને
મીંચાયેલાં નેત્રો પર કર પસારીશ હળવે;
વધેલી હૈયાની ધબક સુણી ખોલી દગ તમે
હસી આછું હૈયાસરસી મુજને સદ્ય ધરશો.

તમારી લાવેલી કુમળી કળીની વેણી સમ એ
નિશાએ હૈયાનાં દલ ઊઘડશે, અંતર જશે,
તમારા હોઠેથી સુરભિ, લઈ અર્પીશ સુરખી,
સ્વયં વીંટાઈ હું જઈશ અથરી થૈ કર વિશે.

તમારા આશ્લેષે રજની ક્ષણમાંહે જ વીતશે,
પરંતુ આજે તો ક્ષણ પણ ન વીતે ક્યમ કરી;
તમારાં સ્વપ્નોમાં શયન, સ્મરણે જાગૃત બનું,
હશો કાલે નૈં તો પરમદિન, આજે ટળવળું.