31,512
edits
No edit summary |
(text part upto નિબંધ completed) |
||
| Line 73: | Line 73: | ||
<hr> | <hr> | ||
[[File:Sanchayan-65 - 1.jpg|center| | [[File:Sanchayan-65 - 1.jpg|center|400px]] | ||
{{center|સ્કેચબુકનું એક પાનું, બોર્ડ પર એક્રેલિ ક, ૧૯૬૯ - જ્યોતિ ભટ્ટ}} | {{center|સ્કેચબુકનું એક પાનું, બોર્ડ પર એક્રેલિ ક, ૧૯૬૯ - જ્યોતિ ભટ્ટ}} | ||
| Line 113: | Line 113: | ||
'''કલાજગત''' | '''કલાજગત''' | ||
{{color|Teal|» ડિજિટ લ છબિ કળા (ફોટોગ્રાફિ ક)}} {{Color|RoyalBlue|~}} {{color|#f08080|કનુ પટેલ}} | {{color|Teal|» ડિજિટ લ છબિ કળા (ફોટોગ્રાફિ ક)}} {{Color|RoyalBlue|~}} {{color|#f08080|કનુ પટેલ}} | ||
</poem> | </poem><br> | ||
[[File:Sanchayan-65 - 2 sleeping man.jpg| | [[File:Sanchayan-65 - 2 sleeping man.jpg|center|400px]] | ||
== ॥ સમ્પાદકીય ॥ == | == ॥ સમ્પાદકીય ॥ == | ||
| Line 195: | Line 195: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color| | <center><big><big>{{color|Maroon|'''જન્મની ફેરશિક્ષા'''}}</big></big> | ||
<big>{{Color| | <big>{{Color|CornflowerBlue|'''સુંદરજી બેટાઈ'''}}</big></center> | ||
પીઠે બાંધ્યા મણમણ તણા બોજ, ને ચાલવાનું | |||
વાંકાચૂંકા ચઢઉતર દીર્ઘ માર્ગો પરે હ્યાં; | |||
હૈયા કેરા અમૃતરસમાં ઘોળવાં ઝેર ઝાઝાં, | |||
ને એ સૌને અમૃતમય દેવાં બનાવી કલાથી! | |||
આવી મોંઘી કઠિનકપરી જીવને એક દીક્ષા | |||
જો ના દે તું જગતગુરુ! તો માંગુ શી અન્ય ભિક્ષા? | |||
જન્મી આહીં કુટિલ વ્યવહારે શકું કેડી કોરી, | |||
જો વૈષમ્યે અકુટિલ રહું સાચવી સાચદોરી, | |||
સિંચી સિંચી જલ હૃદયનાં પથ્થરાળી ધરામાં | |||
કૈં ઉગાડું, કંઈ વહી શકું ઉપરે અંતરે વા, | |||
છો ને રેલો મુજ જીવનનો અન્ય આંખો ન દેખે, | |||
તોયે જન્મ્યું મુજ હું સમજું લાગિયું કાંક લેખે. | |||
જો તું ના દે જગતગુરુ ઓ! આટલી એક ભિક્ષા, | |||
તો હું યાચું, દઈશ ન કદી જન્મની ફેરશિક્ષા. | |||
{{right|<small>(ગુજરાતી સોનેટ)</small>}} | |||
{{right|<small>( | |||
</poem>}} | </poem>}} | ||
| Line 219: | Line 218: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color| | <center><big><big>{{color|Maroon|'''અમૂલ્ય પળ'''}}</big></big> | ||
<big>{{Color|CornflowerBlue|'''ગોવિંદ સ્વામી'''}}</big></center> | |||
<big>{{Color| | વિશાળ પટ રેતનો સુભગ ધોળો નર્યો, | ||
સુકાયલ સરિત તણી મધુર સંસ્મૃતિથી ભર્યો; | |||
તટો ઉપર આમ્રકુંજ નવ મંજરી મ્હોરતી, | |||
વસંત મદલોલ કોકિલ-કલોલથી લ્હેરતી. | |||
નિહાળું વહી જાય ઊંટની કતાર લાંબી ક્યહીં, | |||
સુણું ઘૂઘરમાળની રણકતી મીઠી ઘંટડી, | |||
સુદૂર અરવલ્લીનાં શિખર રમ્ય આચ્છાદતી | |||
સુંવાળી કંઈ શ્વેત વાદળની હાર ચાલી જતી. | |||
પ્રભાત ખીલતાં કૂણાં કિરણ અંગ ચૂમી રહ્યાં, | |||
અજાણ સુરભિભરી અનિલ મ્હેક મ્હેકી વહ્યા, | |||
અમીમય બધું જ, અંતર પ્રમુગ્ધ ન્ય્હાળી રહે. | |||
ત્યજી સકળ, વર્તમાન મહીં મુક્ત હૈયું વહે. | |||
તુષાર જલબિન્દુશી જીવનપુષ્પને ચૂમતી | |||
લહું ક્ષણ અમૂલ્ય આ અનનુભૂત શાન્તિભરી. | |||
{{right|<small>(FB)</small>}} | |||
{{right|<small>( | |||
</poem>}} | </poem>}} | ||
| Line 244: | Line 240: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color| | <center><big><big>{{color|Maroon|'''ગઝલ'''}}</big></big> | ||
<big>{{Color| | <big>{{Color|CornflowerBlue|'''સૈફ પાલનપુરી'''}}</big></center> | ||
ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા, | |||
શું આંસુનો ભૂતકાળ હતો - શું આંસુનાં પણ નામ હતાં. | |||
થોડીક શિકાયત કરવી’તી થોડાક ખુલાસા કરવા’તા, | |||
ઓ મોત જરા રોકાઈ જતે - બેચાર મારે પણ કામ હતાં. | |||
હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ, | |||
કંઈ મંઝિલ પણ મશહૂર હતી - કંઈ રસ્તા પણ બદનામ હતા. | |||
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી, | |||
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં. | |||
પેલા ખૂણે બેઠા છે એ ‘સૈફ’ છે મિત્રો જાણો છો?! | |||
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા! | |||
{{right|<small>(FB)</small>}} | |||
{{right|<small>( | |||
</poem>}} | </poem>}} | ||
| Line 275: | Line 258: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color| | <center><big><big>{{color|Maroon|'''મેલ હવે મન ઝાવાં'''}}</big></big> | ||
<big>{{Color| | <big>{{Color|CornflowerBlue|'''ફકીરમહમંદ મનસૂરી'''}}</big></center> | ||
મેલ હવે મન ઝાવાં, | |||
દૂરનું ઓરું લાવવાના સૌ ફોગટ તારા લ્હાવા. | |||
ધરી હથેળી ઉલટાવીને, | |||
આંખે છાજલી કરવી, | |||
દેખાય તેટલી દૂરથી એને | |||
સજલ આંખે ભરવી, | |||
ઓસને બિન્દુ આભ છતાંયે કેમ ચહે બંધાવા? | |||
વરસી રહેતી વાદળી ભલે | |||
અહીંથી જોજન દૂર, | |||
આવશે વહી વાયરે એનું | |||
મ્હેકતું ઉરકપૂર, | |||
એય ગનીમત સમજીને તું છોડ હવે સૌ દાવા. | |||
{{right|<small>(ઈજન)</small>}} | |||
{{right|<small>( | |||
</poem>}} | </poem>}} | ||
| Line 303: | Line 279: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color| | <center><big><big>{{color|Maroon|'''બાંકડે બેઠો છું'''}}</big></big> | ||
<big>{{Color| | <big>{{Color|CornflowerBlue|'''હરિકૃષ્ણ પાઠક'''}}</big></center> | ||
ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું; | |||
અંદર કંઈ કંઈ થાય, બાંકડે બેઠો છું. | |||
આમ જુઓ તો એના એ વર્ષોના પાટા | |||
સીધા સીધા જાય, બાંકડે બેઠો છું. | |||
કોઈ કોઈ ચહેરાની રેખા માંડ ઉકેલું- | |||
નામ કેમ પુછાય? બાંકડે બેઠો છું. | |||
સાંધા-સિગ્નલ-ઝંડી-ફાટક-સીડી-બત્તી | |||
-દુનિયા અજબ લહાય, બાંકડે બેઠો છું. | |||
ઘટ આવે રે નૂર ચડે, નુકસાની લાગે; | |||
એવું તો ભૈ થાય, બાંકડે બેઠો છું. | |||
ખુદાબક્ષ છે, કોઈ છે ઇજ્જતવાળા; | |||
બાકી શું કહેવાય? બાંકડે બેઠો છું. | |||
{{right|<small>( | ગણવેશોની શિસ્ત મૂળમાં ઝાવાં ભરતી, | ||
ભોંય સરકી જાય, બાંકડે બેઠો છું. | |||
ઝાઝું ન સમજાય, બાંકડે બેઠો છું. | |||
ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું. | |||
{{right|<small>(સમગ્ર કવિતા)</small>}} | |||
</poem>}} | </poem>}} | ||
| Line 323: | Line 304: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color| | <center><big><big>{{color|Maroon|'''ફરી વતનમાં'''}}</big></big> | ||
<big>{{Color| | <big>{{Color|CornflowerBlue|'''પ્રબોધ ભટ્ટ'''}}</big></center> | ||
જૂના રે વડલા ને જૂનાં ગોંદરાં, | |||
જૂની સરોવર-પાળ; | |||
જૂનાં રે મંદિરે જૂની ઝાલરો | |||
બાજે સાંજસવાર; | |||
એથીયે જૂની મારી પ્રીતડી. | |||
ઘેરાં રે નમેલાં ઘરનાં ખોરડાં, | |||
ઘેરા મોભ ઢળન્ત; | |||
એથીયે ઘેરી મારી વેદના. | |||
ઘેલી રે ઘૂમે ગોરી ગાવડી, | |||
ઘેલાં પંખી ભવન; | |||
ઘેલી રે ગોવાળણ ગોપની, | |||
સુણી બંસી સુમંદ, | |||
એથીયે મોંઘી મારી ઝંખના. | |||
મનની માનેલી ખેલે મસ્તીઓ | |||
આંગણ બાળક-વૃન્દ; | |||
ફૂલડાં ખીલે ને ખેલે તોરમાં | |||
માથે મસ્ત પતંગ, | |||
એથીયે મસ્તાની મારી કલ્પના. | |||
સૂના રે ઊભા આજે ઓરડા, | |||
સૂના મોભ ઢળન્ત; | |||
સૂની રે સન્ધ્યાને ઓળે ઓસરી, | |||
સૂની ખાટ ઝૂલન્ત, | |||
એથીયે સૂની રે ઝૂરે જિંદગી. | |||
{{right|<small>(FB)</small>}} | |||
{{right|<small>( | |||
</poem>}} | </poem>}} | ||
| Line 342: | Line 336: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color| | <center><big><big>{{color|Maroon|'''કાગળ'''}}</big></big> | ||
<big>{{Color| | <big>{{Color|CornflowerBlue|'''મેઘજી ડોડેચા ‘મેઘબિંદુ''''}}</big></center> | ||
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ, | |||
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ. | |||
સુખની ઘટના લખું તમોને | |||
ત્યાં દુઃખ કલમને રોકે | |||
દુઃખની ઘટના લખવા જાઉં | |||
ત્યાં હૈયું હાથને રોકે | |||
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ | |||
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ... | |||
અમે તમારાં અરમાનોને | |||
ઉમંગથી શણગાર્યા, | |||
અમે તમારા સપનાંઓને | |||
અંધારે અજવાળ્યાં. | |||
તોય તમારી ઇચ્છા મુજથી દોડે આગળ આગળ | |||
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ. | |||
{{right|<small>(FB)</small>}} | |||
{{right|<small>( | |||
</poem>}} | </poem>}} | ||
| Line 367: | Line 359: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color| | <center><big><big>{{color|Maroon|'''મગજીની કોર'''}}</big></big> | ||
<big>{{Color| | <big>{{Color|CornflowerBlue|'''બાબુ નાયક''''}}</big></center> | ||
મેં તો મેલાવી મગજીની કોર. | |||
લીલીછમ્મ વેલી ઉપર લાલચટક પાંખડીઓ | |||
ચિતરાવ્યાં ચાંદની ચકોર. | |||
વૈશાખી વાયરોય વાયો એવો કે મારો | |||
સરક્યો સાળું ને ફાળ પેઠી; | |||
માડી બોલી કે ઠેસ થડકાથી જાળવજે | |||
જાત જરા બેસ હવે હેઠી. | |||
આવી શું હો ય મૂઈ સમજણની પીડ! | |||
ખાવા આમલી ને ખટમીઠાં બોર? | |||
ન્હો’તી ખબર મૂવા મેરઈએ વેંત વિના | |||
અવળે તે હાથ મને વેતરી; | |||
બાકી જો હોય એમ બખિયાએ બાવડેથી | |||
છેલ્લી ઘડીએ મને છેતરી. | |||
ત્રોફેલા ટહુકાઓ ઉઘાડેછોગ કરે | |||
ઊડવાનું ઝાઝેરનું જોર. | |||
ગવરીની ભાંભરનો ઉકલતો બોલ, | |||
બોલ મારો તો જળમાંહ્યલો લીટો; | |||
એના તો નાભ ગાભ અભરે ભરાય | |||
એવો મારે પણ મૂંઝારો મીઠો. | |||
આંગણિયે રૂમઝૂમશે ઓકળીઓ | |||
એય પછી છમછમશે શેડકઢો તોર. | |||
{{right|(<small>(FB)</small>}} | |||
{{right|(<small> | |||
</poem>}} | </poem>}} | ||
| Line 397: | Line 389: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color|#003399|''' | <center><big><big>{{color|#003399|'''સભાપાત્રતાની ગઝલ'''}}</big></big> | ||
<big>{{Color|#008f85|''' | <big>{{Color|#008f85|'''સ્નેહી પરમાર'''}}</big></center> | ||
કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં, | |||
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં. | |||
હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, | |||
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં. | |||
સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં, | |||
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં. | |||
હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, | |||
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. | |||
એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? | |||
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. | |||
જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે, | |||
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં. | |||
{{right|<small>( | {{right|<small>(FB)</small>}} | ||
</poem>}} | </poem>}} | ||
| Line 419: | Line 411: | ||
{{center|<poem> | {{center|<poem> | ||
<center><big><big>{{color|#003399|''' | <center><big><big>{{color|#003399|'''પંડિતનું ગીત'''}}</big></big> | ||
<big>{{Color|#008f85|''' | <big>{{Color|#008f85|'''બાબુલાલ ચાવડા ‘આતુર’'''}}</big></center> | ||
પંડિત! તારી પોથીનાં રીંગણનો ઓળો થાય, | |||
પંડિત! તારા જ્ઞાનકણોને ચકલાં-કાબર ખાય. | |||
પંડિત! તારી પૂંઠે તારા જન્મોનો રઘવાટ પડ્યો છે, | |||
ભીડ ચીરીને ભાગી છૂટજે! | |||
પંડિત! નવરા નક્ષત્રોએ ના ઘડવાનો ઘાટ ઘડ્યો છે, | |||
ભીડ ચીરીને ભાગી છૂટજે! | |||
પંડિત! તારી પંડિતાઈનો ઘડોલાડવો થાય, | |||
પંડિત! તારી કરોડરજ્જુ કીડી-મકોડા ખાય. | |||
પંડિત! તારા પીળા લોહીમાં પરપોટાનો વાસ થયો છે, | |||
ભીડ ચીરીને ભાગી છૂટજે! | |||
પંડિત! સૂક્કાં સંવેદનનાં કણકણમાં કંકાસ થયો છે, | |||
ભીડ ચીરીને ભાગી છૂટજે! | |||
પંડિત! તારા તર્કાલય સૌ ભોં ભેગીનાં થાય, | |||
પંડિત! તારી ઈડા-પિંગલા તીણાં તમરાં ખાય. | |||
પંડિત! તારી નખગંગાના કાંઠે કાળા થોર ઊગ્યા છે, | |||
ભીડ ચીરીને ભાગી છૂટજે! | |||
પંડિત! ઝીણાં ઝળઝળિયાંની પાર નર્યા ગુલમ્હોર ઊગ્યા છે, | |||
ભીડ ચીરીને ભાગી છૂટજે! | |||
{{right|<small>(ત્રણ ગીતોના ગુચ્છમાંથી બીજું કાવ્યઃ FB)</small>}} | |||
{{right|<small>( | |||
</poem>}} | </poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center| | {{Block center| | ||
<big>{{Color|#008f85|''' | <center><big><big>{{color|#003399|'''ગઝલ'''}}</big></big> | ||
<big>{{Color|#008f85|'''હર્ષવી પટેલ’'''}}</big></center> | |||
છે પ્રયત્નરત સહુ તે છતાં આ સવાર કેમ થતી નથી! | |||
ને યુગો યુગોથી આ રાત છે, એ પસાર કેમ થતી નથી! | |||
કદી તારી ભાવસભર નજર, એ હકાર કેમ થતી નથી? | |||
ને કદી કળાય ઉપેક્ષા જે એ નકાર કેમ થતી નથી? | |||
બધી બારીઓને ઉઘાડી મેં, તે છતાં પ્રવેશી ન ખુશ્બૂઓ | |||
એને ઘરમાં છે જે હવડ હવા તે ફરાર કેમ થતી નથી? | |||
ખુશી સ્વાંગ બદલીને જે રીતેે સદા વેદના બની જાય છે, | |||
કદી રૂપ બદલી મનોવ્યથા તું કરાર કેમ થતી નથી? | |||
મને ખ્યાલ છે કે આ જિંદગી એ ગતિનું નામ છે તે છતાં | |||
એ રઝળવું કેમ બની જતી એ લટાર કેમ થતી નથી? | |||
કૃપા થાય તોય અમુક ઉપર, અને એય થાતી જરાતરા, | |||
એ થતી ન કેમ બધા ઉપર? એ અપાર કેમ થતી નથી? | |||
{{right|<small>(FB)</small>}}</poem>}} | |||
{{right|<small>( | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color|#003399|''' | <center><big><big>{{color|#003399|'''ગઈકાલ વિશેનું ગીત'''}}</big></big> | ||
<big>{{Color|#008f85|''' | <big>{{Color|#008f85|'''દેવાયત ભમ્મર’'''}}</big></center> | ||
પાદર ગયું, પનિહારી ગઈ, ગયાં પાણીનાં બેડાં, | |||
લાજ ગઈ, ભેળી લજ્જા ગઈ, ગયાં કઠણ કેડા. | |||
સાત ભવની છોડો સખી, ઇ ભવ નો રેય ભેળાં, | |||
ક્ષણ ભરનાં આવેશમાં એના થાય છુટાછેડા. | |||
વખત કાઢે, વહેવાર રાખે, સાચવે વિપદ વેળા, | |||
એ ઘર ગયું, ઘરનાર ગઈ, ગયાં ભજન ભેળા. | |||
ભાઈ ગયા, ભાઈબંધુ ગયા, ગયા હેતના હેડા. | |||
નજરું ગઈ, નજાકત ગઈ, ગયા એ નાદાન નેડા. | |||
વ્રત ગયું, વાર્તા ગઈ, આ કંકુએ છેતર્યા કેવાં? | |||
ભાન ગયું પછી શાન ગઈ, વહમી આવી વેળા. | |||
કરમ કાઢ્યાં, ધરમ કાઢયા, ખરા ‘દેવ’ ખદેડ્યા. | |||
બાપ દાદાને બા’ર મૂકી, ત્રણ ચાર કૂતરાં તેડ્યા. | |||
{{right|<small>(FB)</small>}} | |||
{{right|<small>( | |||
</poem>}} | </poem>}} | ||
| Line 489: | Line 479: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color|#003399|''' | <center><big><big>{{color|#003399|'''હાહરઅ્ જ્યેલી શ્યાહેલીને'''}}</big></big> | ||
<big>{{Color|#008f85|''' | <big>{{Color|#008f85|'''પ્રતાપસિંહ હ. રાઠોડ ‘સારસ્વત’’'''}}</big></center> | ||
અરિયાં ઊર્જ્યાં ચિયો ઊજ્યો ઊજ્યો ઝાઝો ર્ઝંઝવો શ્યાહેલી મારી! | |||
શેતર જઉં નં પાદર જઉં પણ મનનો વા ર્ચ્યાં ર્વંઝવો શ્યાહેલી મારી! | |||
ઑબા ઓઢું, મહુડા ગોડું, શેઢાઓ ખતરોળું રે શ્યાહેલી મારી! | |||
ઝણકારા રણકારા તારા તખલે તખલે ખૉળુ રે શ્યાહેલી મારી! | |||
થૂરિયાનાં ર્પાંર્દાં તોડી નં મોરઢેલ ગેલાવું રે શ્યાહેલી મારી! | |||
ઑશ્યો ફરફર હૈયું થરથર ટૌકા ચ્યાં મેલાવું રે શ્યાહેલી મારી! | |||
લઉં દાત્યેડું જઉં-તો ભૂલી ફૉટિયું, નખ વાઢું રે શ્યાહેલી મારી! | |||
પગમાં વાજ્યો વગડો હૈયઅ્ ખટકઅ હેનથી કાઢું રે શ્યાહેલી મારી! | |||
હૈયું આયી અટચ્યું ઓઠે હોધઅ્ શેતર ગૉણું રે શ્યાહેલી મારી! | |||
આ | શૂનમૂન શૂનમૂન જતું રશે આ આભવરહતું ટૉણું રે શ્યાહેલી મારી! | ||
આભ ઝરૂખઅ્ વાયરઅ્ ભૅનઅ્ અશી પૉનનાં બીડાં રે શ્યાહેલી મારી! | |||
ભરચોમાહઅ ઑય અમારઅ ઉતરી આર્યાં તીડાં રે શ્યાહેલી મારી! | |||
{{right|<small>(કાવ્યસંચય)</small>}} | |||
{{right|<small>( | |||
</poem>}} | </poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
== ॥ વાર્તા ॥ == | |||
<big><big>{{color|#003399|'''વાંસનાં ફૂલ'''}}</big></big> | |||
<big>{{Color|#008f85|'''બિપીન પટેલ’’'''}}</big> | |||
<big><big> | {{Poem2Open}} | ||
<big>{{ | એ સમયે જિંદગી મને ખેંચતી હતી અને હું એની ગતિએ ચાલતો હતો. કલ્પના સાથેના સંસારમાં એવો કઈ રગડો-ઝઘડો નહીં, એમ તો ખાસ્સો રાગ એકબીજા માટે. તેથી લગ્નનાં વીસ વર્ષ પછી પણ એને ગુણુ કહેવાનું છોડ્યું નહોતું, પણ સતત એવું લાગતું હતું કે બધું અટકી ગયું છે. આવો અટકાવ અટક્યો અટકતો નથી ને કોઈક કિસ્સામાં તો જો લાંબો ચાલે તો પછી ધેર ઈઝ નો પૉઈન્ટ ઑફ રિટર્ન-ઈરિવર્સિબલ થઈ જતો હોય છે. | ||
ઘર અને ઑફિસમાં શરીર હતું પણ મન ક્યાંય નહોતું. બદલીના સ્થળે નવા પરિચયો થયા હતા પણ એ પરિચય મૈત્રીમાં બદલવાનું મન નહોતું થતું. કોઈક અજ્ઞાત ભયથી કે પૂર્વના સ્થળે ગાઢ મિત્રો તરફથી થયેલા કડવા અનુભવોને કારણે એ દિશામાં ડગ નહોતો માંડતો અને એમનાં ડગ મારા ભણી મંડાય તો પાછો ખસી જતો. અને લોકોય કાંઈ નાસમજ કે ગરજાઉ થોડા હોય કે ભાવ ન જુએ તોય નજીક આવતા જ જાય! અને આજના વ્યવહાર જગતમાં કંઈક મેળવવાની ગણતરી હોય તો પણ મારી પાસે છે શું કે મેળવે? | |||
ચા, લંચ ને એવાં નિમિતે રસેશ, પલાશ અને પ્રકાશને મળવાનું જરૂર થતું, નિયમિત વાતોય ઘણી થતી, પણ લક્ષ્મણરેખાની બહાર નહોતું જવાતું. જ્યાં અટકી ગયો હતો એ પડાવ રાશ આવી ગયો હતો એટલે કશી ફરિયાદ નથી. પણ વેગે વહેતી જિંદગી ને અટકાવમાં ફેર તો ખરોને? હૃદયના અતળ ઊંડાણમાં ક્યાંક એવી ઝંખના પડી હશે ખરી કે વેગે વહેવાનું થાય તો કેવું? | |||
અમે બધા કૅન્ટીનમાં ટી ટાઈમે રીચ્યુઅલી પહોંચી જતા. એકબીજાના પરિચિતો કોકવાર ઉમેરાતા પણ ખરા. ઘણું કરીને વસંતના દિવસો હશે. એક નોંધ લખવામાં રોકાયેલો હતો તેથી હું થોડો મોડો પડ્યો. રેગ્યુલર પાર્ટનર ગોઠવાઈ ગયા હતા. હું મારી ધૂનમાં બેસવા જતો હતો અને મારી બાજુમાં બેઠેલી સુનીતા તરફ નજર પડી. એણે સાડી પહેરી હતી. સાડી પહેરેલી સ્ત્રી અન્ય પોશાકને મુકાબલે વધારે સુંદર દેખાય. કદાચ પહેરવેશની વર્લ્ડ કૉન્ટેસ્ટમાં સાડી મેદાન મારી જાય. પ્રભાવિત થયો હોઉં તેમ સુનીતા તરફ નજર ઠેરવી ને પરત ખસેડી લીધી. હુ સ્ટેર એટ એન અનનોન વૂમન ઈઝ અનસિવિલ. મને એમ કે કૅન્ટીન ચિક્કાર હતી એટલે બધા સુનીતાના ટેબલ પર બેઠા હશે. પ્રકાશે પરિચય કરાવ્યો, ‘આ મોહિત, અવર રેગ્યુલર કમ્પેનિયન અને આ સુનીતાબ...’ એને અટકાવીને સુનીતાએ કહ્યું, ‘સુનીતા’ ‘અને તમારા સહુથી નાની છું એટલે મારો અધિકાર છે.’ મેં કહ્યું, ‘સાતમા દાયકા પછી બધી સ્ત્રીઓ અધિકારની ભાષામાં વાત કરવા માંડી છે. સૉરી હોં, તમારી લાગણી દુભાઈ હોય તો. આપણા મુલકમાં લાગણીનું એવું છે, એ છાશવારે હર્ટ થાય છે.’ એ મારા જાંબુડિયા રંગના સિલ્ક શર્ટ અને ચહેરા પરના મિજાજને જુદા ભાવથી જોઈ રહી. એની આંખમાં રોષ કે નકારનો છાંટો ન હતો. મારી સામે જોઈને, ‘નો પ્રોબ્લેમ, દરેક પોતાની સમજ પ્રમાણે બોલે. આમેય અત્યારનો સમય વાણીસ્વાતંયનો પણ ખરોને?’ | |||
મારા સાથીદારો સહેજ ગભરાયા. હમણાં હમણાંથી મારામાં આવી ગયેલી વક્રતાને એ સમજીને સંભાળી લેતા હતા. પણ સુનીતાએ ફરી મારી સામે જોઈને, ‘તમે પણ એક્ટિવિસ્ટોની જેમ હાફ શર્ટ પહેરો છો? જો કે શર્ટિંગ કર્યું છે એટલા જુદા ખરા, એમ તો બૅલ્ટ પણ પહેર્યો છે.’ હું ‘હા’ કહીને અટકવા જતો હતો પણ આગળ આવતા વાળ હથેળીથી પાછા ખેસવીને બોલ્યો, ‘તમે અહીં મિસફિટ છો. ટ્રાય ઇન એન.આઈ.આઈ.એફ.ટી.’ | |||
‘એનીવે, મને એ કર્મશીલો સાથે ન સરખાવશો. આઈ ફુલ્લી ઍન્ડોર્સ ધેર આઇડિયા ઑફ ઇન્ડિયા, પણ સમસ્યાને સુલઝાવવાના એમના તૉર-તરીકા સાથે પૂરી અસહમતિ.’ સુનીતાએ માથું હલાવીને મારી સામે જોયું એમાં સહમતિથી વિશેષ ભાવ એની આંખોમાં દેખાયો. હું વિચલિત થયા સિવાય ફરી મારા કોચલામાં ભરાઈ ગયો. ચા પિવાઈ, વાતો થઈ. મેં ઘડિયાળમાં જોયું. સુનીતાએ ઊભા થતાં તપન સાથે વાત કરતાં કહ્યું, ‘તમારા મિત્રની ડ્રેસ સેન્સ જોરદાર છે. એમના સ્કીન ટૉન સાથે જાય તેવા કલરનું શર્ટ છે. આપણે ત્યાં દેખાવ માટેની સભાનતા અને બુદ્ધિ એક સાથે ઓછાં જોવા મળે છે. ઈન્ટેલેક્ટ વિથ ચાર્મિંગ ફેસ.’ સુગુણા પણ મારી સંવાદકળા પર ક્યાં કુરબાન નહોતી શરૂ શરૂમાં? હું થૅન્ક્સ કહેવાનો વિવેક ન દાખવી શક્યો કારણ કે, હું ક્યાં આ જગતમાં હતો? | |||
{{Poem2Close}} | |||
{{center|'''(ર)'''}} | |||
{{Poem2Open}} | |||
લાંબા સમયથી પ્લૅટફૉર્મ પર પડેલી ટ્રેન આંચકા સાથે ઊપડે ત્યારે જેમ હડદોલો લાગે તેવો અનુભવ સુનીતાને તે દિવસે મળ્યો ત્યારે થયો. થોડા દિવસ બંનેમાંથી કોઈની હિંમત ના ચાલી, કૉરિડોરમાંથી પસાર થતાં માત્ર સ્મિતની આપ-લે થતી એનું ધ્યાન મારા શર્ટ પર અને મારું એની સાડી પર અચૂક જતું. | |||
એકવાર મૂડ નહોતો તેથી લંચમાં નહોતો ગયો. ત્યાં જ મારો ફોન રણક્યો. લંચ પાર્ટનરનો હશે ને વળગશે પાછો લંચમાં જવા એમ માનીને ન ઉપાડ્યો. રિંગ લાંબે સુધી વાગતી રહી. મને થયું સામેવાળાને જગતમાં અપાર શ્રદ્ધા લાગે છે. મેં એનો વિશ્વાસ ન તૂટવા દેવો હોય તેમ ફોન ઉપાડીને ‘હેલો’ કહ્યું, ત્યાં જ સુનીતાનો અવાજ.મારા મૂડને હળવી ધ્રુજારી અને મારામાં ચેતન. સુનીતા બોલતી હતી, ‘અવાજ ઓળખાયો? એકવારના મિલનમાં ક્યાંથી ઓળખાય?’ મેં મારા અસલી મિજાજમાં કહ્યું, ‘મેડમ આઈ હેવ એન એલિફન્ટાઈન મેમરી. ડુ યૂ નો?’ ફોન પર એને ક્યાંથી દેખાય? બધા કહે છે એવી અકડાઈ નહોતી તે દિવસે. સહેજ ભયમાં સુનીતાએ ઓ. કે. ઓ. કે. કહ્યું, ‘આઈ વોન્ટ ટુ બી પ્લેઝન્ટલી સરપ્રાઈઝડ. ચાર વાગે આવશો, મારી ચૅમ્બરમાં? યૂ આર વોર્મ હાર્ટેડલી ઇન્વાઈટેડ.’ મેં કહ્યું, ‘આટલું બધું ડેકોરેટિવ ન બોલ્યાં હોત તો પણ આવત.’ | |||
ચાર વાગવાને ઘણી વાર હતી. સમય પસાર કરવો અઘરો થતો જતો હતો. વ્યગ્ર ચિત્ત કશું કામ કરવા નહોતું દેતું. મેં ‘ધારવા’ની ગૅમ રમવી શરૂ કરી. એણે કયા રંગની સાડી પહેરી હશે? પીળી, વ્હાઈટ, બ્લેક, મજેન્ટા? ગૅમ જામી નહીં. બ્રાન્ચમાં આસપાસ નજર ફેરવી. અમુક ઘોડામાં નિર્વસ્ત્ર ફાઈલો, (સુનીતાને કદાચ આ ઇમેજ વલ્ગર લાગે), અમુક પૂંઠામાં બંધાયેલી ફાઈલો. સંબંધો પણ આમ જ બંધાઈ જતા હશે ને ડીક્લાસિફાય થવાના સમયે હવા-પાણી પામતા હશે. બધા સંબંધોનું એમ ન હોય તેવું આશ્વાસન લીધું. ટેબલ પર પડેલી ‘આઉટ’ની ટ્રે ખાલી હતી જ્યારે ‘ઈન’ની ટ્રે નો વૃદ્ધિ પામતો ઢગલો મને ઢાંકતો જતો હતો. પોતપોતાના કામમાં વ્યસ્ત શાખા સભ્યોને મારી શૂન્યમનસ્કતાની નવાઈ ન હતી. હું કેવી રીતે સમજાવું કે ‘શ’ ને બદલે ‘અ’ અક્ષર ઉમેરાવાનો છે, આજે ચાર વાગે. ચાર વાગે કે પછી તે દિવસે ટી ટાઈમે ઉમેરાયો હતો?’ | |||
ચારમાં પાંચ કમે એની ચૅમ્બર બહાર ઊભો હતો. અંદર જવું ના જવું એની અવઢવ હતી. એને પન્ક્ચ્યુઆલિટી ગમશે કે પછી લબડુ ધારી લેશે? કેમ એણે તો બોલાવ્યો છે! પટાવાળાએ મારા કાન પાસે મોં લઈને ‘જોવ ન તમતમાર શાયેબ. ચ્વમ બીવરોણયા ક શ્યૂ? મૂ પૂછું મૅડમન?’ ‘બેસ બેસ પૂછવાવાળી, રેંજીપેંજી નથી. બોલાવ્યો છે ને આવ્યો છું.’ મનમાં ગણગણ્યો. છેવટે મેં ચૅમ્બરનો દરવાજો ખોલ્યો. ‘આવો’ કહેતાં ચેરમાં અર્ધી ઊભી થઈ ગઈ. એનું લાવણ્ય બ્લૅક કલરની વ્હાઈટ ગુલાબી ઝીણી ભાતભરેલી સાડીમાંથી નીતરીને મારી આંખે ઊડ્યું. એ સારી એવી ઊંચી હતી. ઘઉંવર્ણ એનો દેહ પહેલીવાર ધારીને જોયો. મને ધોળી સ્ત્રીઓ સુનીતાની હાજરીમાં એવો વર્ડ મનમાં ન આવ્યો. અ સિરીન બ્યૂટી. આંખો તે દિવસે કૅન્ટીનમાં જોઈ હતી તેવી, કરુણા ઝમતી, સમગ્ર વિશ્વને એક સરખા ભાવથી જોતી. મેં ટેવવશ વાળ પાછા કરવા હાથ ફેરવ્યો તો પરસેવો હાથ લાગ્યો. ‘બેસો’ કહેતાં ચમકી હોય એમ ખુરશીમાં પાછી પડી. એ ખડખડાટ હસી પડી. એનું હસવું હજું રોકાયું ન હતું એને જોઈને હું ય હસી પડ્યો. કારણ નહોતો જાણતો તેથી ખડખડાટ ન હસ્યો મારી સામે જોઈને કહે, “ઓ હેન્રીની વાર્તા ‘ગીફ્ટ ઑફ મેગી’ જેવું થયું.” સાંભળીને મારા કાન સતર્ક થયા. ‘મારી ચૅમ્બરમાં તમારા કડક ચહેરા પરથી લાંબા વાળ ઉલાળતા તમને જોવા હતા, નજીકથી, પહેલીવાર મળીએ ત્યારે. કચરો થઈ ગયો. આપણે ધાર્યું હોય કંઈક ને થઈને ઊભું રહે સાવ બીજું જ.’ બોલી મારા તાજા કપાયેલા વાળ સામે જોઈ ફરી હસી પડી ને કહેવા લાગી, ‘બબૂકડી ચોપડી જેવા વાળ તમને સહેજેય સારા નથી લાગતા. હૅરડ્રેસર બદલો. તમારા જેવા ડિસન્ટ માણસને...’ એને અટકાવીને મેં કહ્યું, ‘તેમ થાઓ. ગુરુની આજ્ઞા વિચાર્યા વિના માનવી.’ ‘હું તમારી ગુરુ?’ ‘ગમતાં સહુ કોઈ ગુરુ’ મેં ઉમેર્યું. ‘ફૉર કલર, સ્ટ્રાઈપ વાળું શર્ટ દાદુ છે, જામે છે’ એ બોલી. | |||
{{Poem2Close}} | |||
{{center|'''(૩)'''}} | |||
{{Poem2Open}} | |||
છેલ્લા મિલનના દસ દિવસ પછી કૅન્ટીનમાં દૂરના ખૂણે બેઠેલી એને જોઈ. એ પણ મને જોતી હતી. તે દિવસે ચા સહેજેય ન ભાવી. | |||
{{Poem2Close}} | |||
{{center|'''(૪)'''}} | |||
{{Poem2Open}} | |||
તે પછીના સોમવારે અમારી શાખાનો ઝીરો પિરિયડ ચાલતો હતો. આગલે દિવસે રવિવાર હતો તેથી વાચનના જ્ઞાનભારથી હું ફલ્લી લૉડેડ હતો, એનિમેટેડ હતો. સુનીતાના મારા જીવનમાં પ્રવેશ પછી મારા બદલાયેલા તેવરને જોઈ કુતૂહલ તો બધાને ઘણું થતું હશે પણ આખરે બૉસના ગળે ઘંટ કોણ બાંધે? અને સહુને છોલાઈ જવાની ધાસ્તી વધારે હતી. હું ભ્રષ્ટાચાર દૂર કરવા સારુ ઊપડેલા અન્નાના આંદોલન પર બોલતો હતો. મારો અવાજ મોટો થતો જતો હતો. ત્યાં જ દરવાજામાં સુનીતાને ઊભેલી જોઈ. મારું વાક્ય ગાળામાં અટકી ગયું. શાખાના સૌ સભ્યો સ્તબ્ધ. કેસૂડા રંગની સાડીમાં એ એરેસ્ટિંગ લાગતી હતી. મારી બાજુમાં બેસતાં મને સંભળાય તેમ ‘કૂલ કૂલ...માય’ પછીનો શબ્દ બદલાઈ ગયો હોય તેમ એ ‘જેન્ટલમૅન’ મોટેથી બોલી ને મારો બધો રોમાંચ ઓસરી ગયો હોય તેમ શાખાના બધા સભ્યો સામે અદાથી જોઈને મેં કહ્યું, ‘બધા ચૂપ કેમ થઈ ગયા, કન્ટિન્યૂ ધ ડિસ્કશન.’ | |||
હવે સુનીતા બધા સભ્યો સાંભળે એમ બોલી, ‘એમ તો અમે પણ થોડાં ઘણાં જ્ઞાની છીએ. ચર્ચામાં યથામતિ ભાગ લેવા મથશું, છેવટે ટાપસી તો જરૂર પૂરશું, ને કાંઈ ન બને તો શ્રવણસુખ તો છે જ ને?’ મેં ચા કૉફી માટે પૂછ્યું. એણે ‘ના’ કહેતા માત્ર હું સાંભળું તેમ કહ્યું, ‘મને પીવા કરતાં પાવામાં વધારે આનંદ આવે છે.’ | |||
મેં આવવાનું પ્રયોજન પૂછ્યું તો કહ્યું, ‘ખાસ પ્રસંગ માટે મહાનુભાવને ફોન પર આમંત્રણ ન અપાય.’ ‘હુ મહાનુભાવ?’ મારા પ્રશ્નની નોંધ લીધા સિવાય, ‘આજે લંચમાં મળીએ છીએ. લંચબોક્સ ના લાવતા. જન્મદિવસ છે.’ બધાંને ‘સૉરી’ કહેતાં રંગમાં ભંગ પાડ્યો’ કહી ઝડપથી ઊભા થઈ બારણા તરફ જવા લાગી ‘રંગમાં’ વાક્યે લંચ સુધી મારો કેડો ન મૂક્યો. | |||
લંચમાં કેટલી બધી આઇટમ્સ પાથરી હતી ટિપૉઈ પર. કેક, સમોસા, સેવખમણી, ગાજરનો હલવો, પૂરી, સૂકી ભાજી અને લટકામાં દાળભાત. ગુજ્જુ દાળભાત બોલતાં બોલતાં વણથંભ હસવા લાગ્યો. મેં કહ્યું, એના કરતાં ઘેર જમવા બોલાવ્યો હોત તો? એણે કહ્યું, ‘એય થશે યોગ્ય સમયે.’ એકબીજાને કૅક ખવડાવી. ઠાંસી ઠાંસીને ભરેલી ડીશ મારા તરફ ખસેડી. મેં યાદ દેવડાવ્યું, ‘લંચ લાઈક અ માઈઝર’. એણે પહેલી વાર સહેજ ચીડમાં, ‘એવાં બધાં નિયંત્રણ ન હોય, આજે પ્રોફેસર સાહેબ. ફિલ ફ્રી જેટલું લેવાય એટલું.’ | |||
{{Poem2Close}} | |||
{{center|'''(૫)'''}} | |||
{{Poem2Open}} | |||
એક પખવાડિયા પછી પુરુરવા-ઉર્વશીની જેમ અમે પુષ્પક વિમાનમાં ઊડતાં હતાં. હવે એક બીજાને મળ્યા વગર પળ પણ નહોતું ચાલતું. બાર અને ચાર વાગે ચા માટે અને અઠવાડિયાના છેલ્લા દિવસે અચૂક મળતાં. | |||
એ દિવસે હું હળવા મૂડમાં હતો. હવે મારી વાંકાઈ ચાલી ગઈ હતી. મેં આંખ ઝીણી કરીને કહ્યું, ‘શું કરે છે તમારા પ્રમાદધન મુજ સ્વામી સાચા, સતીષકુમારજી?’ એણે ગુસ્સો કરીને કહ્યું, ‘કેમ તમને કંઈ તકલીફ? સ્ત્રીઓ જ નહીં પુરુષો પણ ઈર્ષાખોર હોય છે એની આજે ખબર પડી.’ ‘અરે યાર ટેક ઈટ લાઈટલી.’ મેં માફીના સૂરમાં કહ્યું. એણે વાત બદલતા કહ્યું, ‘તમારી વાતોમાં સુગુણા બહેન’ મેં વચમાં ફાંસ મારી, ‘એ એનું સાચું નામ નથી.’ એણે ‘હા હા’ કહીને, તમારી સુગુણાને જોવી પડશે, તમે વર્ણવો છો એવાં છે કે પછી... સારું છોડો એ વાત, તમે કલ્પનાબહેનને કેટલું ચાહો, અઢળક? એનો ચહેરો તંગ થવા જતો હતો ને એણે સંભાળી લીધું હોય એમ ફરી પૂછ્યું, અઢળક ને? પણ એને રોકીને મેં કહ્યું, ‘As Much As I Love You, પણ તારું કેવું ?’ ‘એ કંઈ કહેવાની વાત છે?’ એણે તરત જવાબ આપ્યો. | |||
{{Poem2Close}} | |||
{{center|'''(૬)'''}} | |||
{{Poem2Open}} | |||
તે પછીના એક શુક્રવારે સાંજે ચાર વાગે ટી ટાઈમે, હું તે દિવસે ઓફિસ કામના ટૅન્શનમાં હતો. આગલે દિવસે સેક્રેટરીએ ખખડાવ્યો હતો. એવું પહેલીવાર બન્યું હતું, કારણ મેં ક્યારેય ખખડવાની તક નહોતી ઊભી થવા દીધી. બાકી અમારે ત્યાં તો સેક્રેટરી પાસે ખખડીને આવી હીરોઝ વેલકમ મેળવવાનું કૃત્ય કર્યું હોય તેમ બ્રાન્ચમાં કથારસ વહેંચવાનો રિવાજ, કારણ સાહેબ બોલાવે એ જ મોટી વાત. | |||
તેથી તે દિવસે હું ચૂપ હતો. મૂંગા મૂંગા ચા પીધી. થોડી વાર પછી ઊભો થવા જતો હતો ને એની પ્રશ્નચેતના સળવળી કે મને મૂડમાં લાવવા જગાડી હશે, એને ખબર. હવે એ પણ મને તું કહે છે. ‘બોલ મોહિત, સ્ત્રી અને પુરુષના પ્રેમને તું કેવી રીતે ડિફાઈન કરે?’ એણે પૂછ્યું. મે કહ્યું, ‘love for man is his whole life’ એને ગમ્યું હોય તેમ યસ... કહીને ઉત્સાહિત થઈ ગઈ. ‘અને સ્ત્રી માટે?’ એ બોલી. મેં કહ્યું, her whole existence’ એણે રિપીટ કર્યુ, | |||
‘Love for Woman is her Whole Existence. | |||
‘અને સાચો પ્રેમ?’ સુનીતાએ પૂછ્યું, મેં શેક્સપિયરની પંક્તિ ટાંકી, | |||
‘Love is not Love which alters When it Alteration finds, or bend with the Remover to Remove.’ | |||
અમે બંને એકસાથે બોલ્યાં, ‘તો આપણે બંને શું કરીએ છીએ?’ ‘એ ઑલ્ટરેશન ના કહેવાય?’ સુનીતાએ પૂછ્યું. હું માત્ર એની આંખોમાં આંખો મેળવીને બેસી રહ્યો. મારા મનમાં દૃુષ્યંતકુમારની પંક્તિ ગુંજતી હતી: | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>‘તુમકો નિહારતા હૂં સુબહસે ઋતંભરા | |||
{{gap}}અબ શામ હો ગઈ, પર દિલ નહિ ભરા.’</poem>}} | |||
{{Poem2Open}} | |||
કેટલો વખત ચુપચાપ બેઠાં રહ્યાં એનો ખ્યાલ જ ન રહ્યો. એની ચૅમ્બરના અર્ધા ખુલ્લા પર્દામાંથી હમણાં ડૂબનાર સૂરજના ઓળા પડતા હતા. અજવાળું ડૂબતું હોય તેમ આછું થતું જતું હતું. એનો હાથ લાઈટની સ્વીચ પર ગયો. મેં ઈશારાથી ના કહી અટકાવી. મનમાં ગણગણ્યો | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>‘ભલે આખું આભ રેલી જાય | |||
ગળા સમું ઘાસ ઊગી જાય.</poem>}}’ | |||
{{Poem2Open}} | |||
પટાવાળાએ ધડામ દઈને બારણું ખોલ્યું, ‘મેમ કોંય ફાઈલ-બાઈલ હોય તો નોખતો આવું’ સુનીતાએ પૂછેલા પ્રશ્નનો જવાબ મેં ઊભા થતાં આપ્યો. ‘હા’ અને ‘ના’.આપણા કયા સંબંધને ઑલ્ટરેશન કહીશું? | |||
{{Poem2Close}} | |||
{{center|(૭)}} | |||
{{Poem2Open}} | |||
એક્ઝેક્ટલી એક મહિના પછી, ‘મોહિત ડુ યૂ નો, આઈ એમ મેરીડ? અટકીને વી બોથ આર મેરીડ?’ પહેલી વાર સુનીતાએ ગુસ્સાથી મારી સાથે વાત કરી. એની આંખ મારું બેરોમીટર, એનો ભાવ જોવાનું. આંખમાં નહોતો રોષ, નફરત, નકાર પણ વેદના જરૂર હતી. એનું હૃદય ઊછળતું હતું. હાથ એકબીજામાં જકડાઈ જઈને ટેબલ પર ચોંટી ગયા હતા. મેં એ શાંત થાય ત્યાં સુધી રાહ જોઈ પૂછ્યું, ‘શું થયું સુની?’ હવે એ મને ‘મોહ’ અને હું એને ‘સુની’ કહેતો. | |||
એણે જવાબ આપ્યો, ‘ઘણું બધું’ | |||
‘ઑફિસમાં કે ઘરે?’ | |||
જવાબ આપ્યા સિવાય સુની ફાઈલમાં જોતી બેસી રહી. મારી સામે જોવાની હિંમત ન હોય તેમ ઊંચું જોયા સિવાય ફાઈલ બાજુમાં મૂકી ટેબલના કાચ નીચે મૂકેલી કાવ્યપંક્તિ ‘a course of true love never did run smooth’ વાંચીને ડેબ્બા જેવડાં બે આંસુ પડ્યા. | |||
{{Poem2Close}} | |||
{{center|(૮)}} | |||
{{Poem2Open}} | |||
મળવાની ફ્રિકવન્સી ઘટતી જતી હતી. કોણે બંધ કર્યું, કેમ બંધ કર્યું એનો કોઈ કજિયો નહોતો. મારા દિવસો ફરી અનઈન્ટરેસ્ટિંગ, અનઈવેન્ટફલ, બોરિંગ પસાર થતા હતા. અગાઉ મેં પૂછ્યું ત્યારે તપને સાચી સલાહ આપી હતી કે આગળ ન વધીશ. એમાં પીડા સિવાય કશું નહિ મળે. હવે કેન્ટીનમાં, કોરિડોરમાં કે મિટિંગમાં મળવાનું થતું ત્યારે પૂર્વેના બધા સંબંધો ઓગળી ગયા હોય એમ અમે માત્ર પરિચિત રહ્યાં હતાં. | |||
{{Poem2Close}} | |||
{{center|(૯)}} | |||
{{Poem2Open}} | |||
તે દિવસે ખબર નહોતી કે અમારું એ છેલ્લું મિલન હશે. વિભાગીય યોજનાની સમીક્ષા બેઠકમાં એકસાથે થઈ ગયાં ત્યારે મેં પહેલ કરીને પૂછ્યું, ‘આપણે મળીએ તો?’ એણે માથું હલાવ્યું. હું પાછળ પાછળ સુનીતાની ચૅમ્બરમાં ગયો. હર વખતના ‘બેસો’ ના કોઈ પણ વિવેકની રાહ જોયા વગર હું બેઠો. | |||
મેં કહ્યું, ‘સુની કેન વી નોટ કન્ટિન્યુ ?’ એણે કહ્યું, ‘ઈટ ઈઝ ઈનફ.’ મારી કહેવાની હિંમત નહોતી કે આપણો સંવાદ મથીને ત્રણ મહિના ચાલ્યો હશે ને તને ઇનફ લાગે છે? સુનીએ કહ્યું, ‘સારું ત્યારે.’ ‘કેમ ચા પણ નહિ પાવાની?’ મેં કહ્યું. ‘કહે તો તારી મંગાવી દઉં, બાકી મારો મૂડ નથી.’ સુનીએ મુલાકાત ટૂંકાવવી હોય એમ કહ્યું, ‘તો રહેવા દે ચાલશે’ એમ હું પરાણે બોલ્યો. અમારી મૌનયાત્રા કેટલું ચાલી હશે એ યાદ નથી. મારું ઊભા થવાનું મન જ નહોતું. એનું પણ કદાચ એમ જ હશે. | |||
સુની અચાનક ઊંઘમાંથી ઝબકીને જાગી હોય તેમ, ‘મોહ આપણે સાવ ક્રૂર થોડાં થઈશું એકબીજા પર? યાદ કરવા માટે કેટલી બધી ઘટનાઓ બની છે આપણી વચ્ચે? ધસમસતી નદીના વેગે વહ્યાં છીએ આપણે. મોહ, ક્યારેક યાદ તો કરીશ ને?’ મને માર્કવેઝને એની પ્રથમ પ્રેમિકાએ પૂછેલો પ્રશ્ન યાદ આવ્યો છૂટા પડ્યા પછી બે એક દાયકા પછી મળવાનું થયું ત્યારે એની પ્રેમિકાએ પૂછ્યું, ‘ગત બધા વર્ષોમાં મને ક્યારેય યાદ કરી હતી? કેવી રીતે?’ માર્કવેઝનો જવાબ હતો, “એવો એક પણ દિવસ નહિ ગયો હોય કે તને યાદ ન કરી હોય. પ્રેમ, પ્રથમ પ્રેમ ભૂલ્યો ભુલાતો નથી. કદાચ સ્મૃતિના સાતમા અતળ ઊંડાણમાં ધરબાવેલો હોય તો પણ વૃક્ષના અંકુરની જેમ ફૂટી નીકળે છે, વાંસનાં ફૂલની જેમ ખીલી ઊઠે છે વર્ષો પછી, ને મોહરી ઊઠે છે આપણી જિંદગી. પછી ભલે ક્ષણ પૂરતી. આ વાત સુનીને કહેવાનું મન હતું, પરંતુ કહ્યા સિવાય ઊભો થયો. મનમાં હતું તે વાક્ય ‘મળીએ ત્યારે’ ને બદલે ‘જાઉં સુની’ કહી ચાલી નીકળ્યો.” | |||
{{Poem2Close}} | |||
{{center|(૧૦)}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ત્રણેક વર્ષ પછી મને માસિવ હાર્ટ અટેક આવ્યો. સુગુણા સતત મારી પાસે બેસી રહી. એના એક એક આંસુમાં ઈશ્વરનો, ડૉક્ટરનો, મારો આભાર ટપકતો હતો. અનેક લોકો મળવા આવ્યાં. ઑફિસનાં લગભગ બધાં જ ખબર પૂછવા આવ્યાં. તપને પૂછ્યું, ‘રાહ જુએ છે?’ મારે પૂછવું હતું, ‘એ આવવાની છે? એણે કંઈ કહેવડાવ્યું છે?’ હું જેવો તકિયાને અઢેલીને ઊભો થવા ગયો કે સુગુણાએ ચૂપ રહેવા ઈશારો કર્યો? એ તપન માટે ચા બનાવવા ગઈ. તપને કાન પાસે મોં લઈ જઈ કહ્યું, “તારી માંદગીની ખબર ઑફિસમાં પડી તે દિવસે જ મૅડમે મને બોલાવ્યો હતો, ટેબલ પર કોફીના બે કપ પડ્યા હતા. કૉફી પર બાઝેલી તર પંખાના પવનમાં ચામડીની જેમ થરકતી પડી હતી. મૅડમ થોડી વાર મૌન બેસી રહ્યાં. મને થયું, લાવ હું આઇસ બ્રેક કરું. કૉફીનો કપ ઉપાડવા જાઉં ત્યાં જ ચીસ પાડીને ‘નો નો તપનભાઈ એ કૉફી... વાત બગડતી અટકાવતાં હોય એમ, રહેવા દો, ઠંડી થઈ ગઈ છે. વળી ઘડીક મૌન થયાં ને બોલ્યાં, ‘કહો તો ચા મંગાવી દઉં.’ મેં ના પાડી.” | |||
એ ઊભાં થયાં. તિજોરી ખોલીને પ્લાસ્ટિકમાં લપેટાયેલાં ફૂલ કાઢ્યાં. હું જોઈ રહ્યો એટલે સમજાવતા કહ્યું, વાંસનાં ફૂલ છે. વાંસને ત્રીસ વર્ષે ફૂલ આવે અને ફૂલ આવે જ વર્ષે વાંસનો અંત આવે. એમના હાથરૂમાલથી વાંસનાં ફૂલનો ગુલદસ્તો ચોખ્ખો કરીને તિજોરીમાં વ્યવસ્થિત ગોઠવી તિજોરી બંધ કરી બેઠાં. મને કહ્યું, ‘મોહિત, મોહિતભાઈની મારા વતી ખબર પૂછજો.’ મેં કહ્યું, “બીજું કઈ કહેવડાવવું છે મૅડમ?’ બીજું તો શું કહું ઈશ્વર એમને સાજા-સમા કરી દે.’ મેં પૂછ્યું, ‘હું જવાનો છું ખબર પૂછવા. તમે પણ ચાલોને?’ એ ઊભાં થયાં. મારી સાથે લિફ્ટ પાસે આવ્યાં. લિફ્ટનું - બારણું ખૂલતાં મેં એમને પહેલાં જવા ઈશારો કર્યો. એમણે મને જવા કહ્યું, લિફ્ટનું ડોર બંધ થયું ત્યાં સુધી અંદર આવવાને બદલે ત્યાં જ ઊભાં રહ્યાં. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|(વાંસનાં ફૂલ)}}<br> | |||
== ॥ નિબંધ ॥ == | == ॥ નિબંધ ॥ == | ||
<big><big> | <big><big>{{color|#003399|'''વાડ'''}}</big></big> | ||
<big> | <big>{{Color|#008f85|'''નિલેશ ગોહિલ ’’'''}}</big> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વાડ અમારું આશ્રયસ્થાન. અમે વાડમાં જ મોટા થયા એમ કહું તોપણ કંઈ ખોટું નથી. કેરી નદીના કાંઠાની વાડ હોય, ખેતરની વાડ હોય કે પછી ઓકળાકાંઠાની વાડ હોય એને અમારી પરવરીશમાં તલભાર પણ ખામી નથી વર્તાવા દીધી. શેઢે પાર વગરની વર્ષો જૂની ભાત ભાતની બોરડીઓ હતી. લાલચટ્ટાક ચણીબોરથી અમારાં ખિસ્સાં હાંફતાં હોય. કોઈ બોર મીઠા મધ જેવા તો કોઈ ગરભથી ભરપૂર. મુઠ્ઠીમાં સમાય નહિ તેટલા સાંગરા પડિયા આપનારા બાવળ ને ખીજડા વાડની ડૂંટીમાં જ ઊગેલા. અમને એ બ્રહ્મકમળ જેવા જ લાગતા. રાડારૂડીનાં ફૂલ અમે બકરાની જેમ મમળાવી જતા. સાથે સાથે ગંગેટીનાં સફેદ ફૂલ પછી લીલા, કાચા અને કૂણા ગંગેટા, છેલ્લે નારંગી રંગના પાકા ગંગેટાનો બરાબરનો લુત્ફ ઉઠાવતા. ખાટાં ખાટાં કશેળાં આપનારી કશેળીએ બધાં જ ખાટાં ફળોના સ્વાદ અમારી જીભમાંથી ભૂંસી નાખ્યા હતા. સૂડિયા આપનારી વેલ હતી. અમે ફાંફાં મારીને થાકતા તોય સૂડિયો ન જડે તો ત્યારે શ્લોક બોલવો પડતો, શ્લોક અમે કંઠસ્થ જ રાખતા... | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>સૂડિયા સંઘેટડી રાઈની બેટડી, | |||
રાઈ જાય દડી સૂડિયો જાય જડી.</poem>}} | |||
{{Poem2Open}} | |||
આ શ્લોક બોલીએ એટલે ફટ સૂડિયો જડી જાય. જાણે સૂડિયાની વેલ જ અમને હાથોહાથ દેતી ન હોય! સૂડિયા ગોતવા માટે અમારું આ રામબાણ હતું. એને અમે કાયમ જીભને ટેરવે જ રાખતા. ખટ્ટમીઠાં સેતૂર હતાં. પક્ષીઓ સાથે અમે પણ સેતૂરી માથે ચડી હરિહર કરીએ. પાકાં સેતૂર ખાઈને કોની જીભ વધારે કાળી થઈ છે તેની વડચડ કરતા. વોકળાની વાડમાં સીતાફળી પણ હતી. અમે સીતાફળ પાકવાની રાહ જોતા હતા પણ વડવાંગડા રાત્રે આવીને પાકાં સીતાફળ ઠોલી ખાતા. સવારે અમારા ભાગમાં ડીટિયાં ટીંગાતાં હોય. અમે પછી થડે પાકવાની રાહ ન જોતા. સીતાફળની આંખ ઊઘડે એટલે તોડી, દાબે નાખી, પકવતાં. સીતાફળનો ગરભ અમારા મોંમાં બરફની જેમ ઓગળી જતો. એ મીઠો સ્વાદ હજી દાઢમાં જ છે. વડ અને પીપળાની કૂણી કૂણી કૂંપળો, આંબે કોયલો અને સૂડાએ ઠોલી ખાધેલી કેરીઓ, જામફળ, ચીકુ, ચૈયા, વગેરે અમને જે મળે તે હરિહર કરી જતા. અમે સાઢુડા જરાય નહિ. | |||
અમારી ભૂખની ચિંતા વાડને કાયમ રહી છે. અમારા ઘોબા જેવડું પેટ ભરવા વાડ સમર્થ હતી. વાડ અમારા માટે મા થઈ ગયેલી, ભૂખને અડખેપડખે ફરકવા ન દે. અમે પણ વાડનાં હેવાયા, પેટમાં ભડકો થાય એટલે અમે તરત વાડ ભણી ઉઘાડા પગે દોટ મૂકતા. બાળક સ્તન મોંમાં લે તેમ અમે વાડને ચોંટી પડતા. વાડે અમને ક્યારેય અળગા નથી કર્યા. | |||
વાડ ચોમાસે ભરત ભરેલો ભાતીગળ સાડલો ઓઢી રૂપ રૂપના અંબાર જેવી ઊભી હોય. હાથીની કાયા જેવી તેની અલમસ્ત કાયા બંને બાજુ પવનમાં હાલકડોલક થતી. તેમાં વેલવેલાઓ ગૂંથાઈ જતા, પછી જેમ જેમ ઋતુ પડખું ફેરવે તેમ તેમ અમારી વાડને નજર લાગી. પાનખર આવી ભરીભાદરી વાડને આડે આથ લે. બાજ કબૂતર માથે ત્રાટકે તેમ અમારી વાડ માથે પાનખર ત્રાટકે. વાડને કાયદેસરનો કમળો થઈ જતો. પીળી પડી જાય. આંખ ઉપરથી એક એક આભૂષણ ફગાવવા માંડે. પાનખર ખોળો પાથરી, પગ વાળીને એવી તો બેસી ગઈ હોય કે, ધરાવવાનું નામ જ ન લે. વાડ બધું હસતા મોઢે આપી દે. તેની આપવાની વૃત્તિ જ ખુવાર કરી મૂકે. ઢોરના હાડપિંજર જેવી વાડ સામે જોઉં ત્યારે મને આંખે મોતિયા આવ્યાની ભ્રાંતિ થતી. | |||
વાડ પર આક્રમણ થવાનું હોય એની અગાઉ અમને ખ્યાલ આવી જતો. બાપુએ વકરી ગયેલી વાડને કાપવા ધારિયા કુવાડાની અરીસા જેવી ધાર કાઢીને તૈયાર રાખ્યાં હોય. એને કૂવામાં પધરાવી દેવાનું મન થઈ આવતું. પણ બાપુના સ્વભાવ આગળ અમારી હિંમત ભૂ પીવે. આમ અમે ખવી સાથે બથોબથ આવી જવાની ત્રેવડ ભલે રાખીએ પણ બાપુનું નામ પડે એટલે અમે મિયાંની મીંદડી. એ માટે અમે અમારા પગ સાથે જ કોહાડા મારી અંદર ને અંદર દુ:ખી થતા. બાપુ વાડ માથે કુહાડાનો ઘા કરતા હોય ત્યારે અમને બાપુમાં સાક્ષાત્ પરશુરામ દેખાય. ક્યારેક પૃથ્વીને નપાણવી કરી નાખવા પ્રતિજ્ઞા લેતો ભીષ્મપિતા દેખાય. બાપુનો ચહેરો લાલઘૂમ, પરસેવાના ધ્રાંગા અંકાઈ ગયા હોય. આંખોમાં અંજાઈ જઈએ એવી કરડાકી વર્તાતી હોય. બાપુએ વાડનાં કાપેલાં ઠરડાં અમે ઢસડીને બહાર નાખી આવતા. ઠરડાં ઢસડીએ. ત્યારે અમારો જીવ ઢસડતાં હોઈએ એવું લાગે. ઠરડાં અમારી કેડ બેવડ વાળી દેતાં. આટ આટલું વેઠવા છતાં કોઈ દિવસ વાડે અમને જાકારો નથી દીધો. છેલ્લે કાંઈ ન વધ્યું હોય ત્યારે વાડે અમારા માટે સુકાઈ ગયેલા સાંગરા પડિયા અને બોર રાખી મૂક્યાં હોય. એની કકડાટી મારી દાઢમાં હજુ કડકડ થયા કરે છે. એના ઋણમાંથી હું કયા ભવે મુક્ત થઈશ? | |||
બાપુ ક્યારેક સૂકી વાડને દીવાસળી મૂકી સળગાવતા. વાડ આખી ભડભડ બળતી. એમાં સૂકા સાથે લીલું પણ બળે. એમાંથી ધૂમ્રગોટનો ધોધ વછૂટે. છેલ્લે વાડનાં અમુક અસ્થિઓ વધતાં હતાં, બાકી બધું બળીને રાખ થઈ જતું. મારા માટે માત્ર એક જ કામ બાકી વધતું હતું. એ હતું કે માથે પછેડી ઓઢીને કાણ કાઢવાનું. | |||
ક્યારેક નિશાળે લેસન નહોતું થતું ત્યારે અથવા ભજન ગાવાનો વારો હોય ત્યારે અમે ઘરેથી તો નીકળી જતા પણ વાડનું શરણું લઈ લેતા. જે તે ખાઈને વાડના ખોળામાં જ પડ્યા રહેતા. વાડની બાજુમાંથી કોઈ પસાર થાય તો કોઈને જરાય ખ્યાલ પણ ન આવે કે અંદર અડ્ડો જામ્યો છે. વળી સાંજ પડે નિશાળેથી છૂટીને ઘરે જતાં હોઈએ એમ જ જતા. અમને છટકી જવા માટે ગરકછીંડી પણ વાડે જ કરી આપી હતી. ભીમ અગિયારસ પહેલાં ગંજીપાનો લઈ આ વાડમાં ભરાઈ રહીને ધરાઈ ધરાઈને કૂટી લેતા. નદીના સામા કાંઠાની વાડે મને એક સમયે મોટો જુગારી બનાવેલો. મને વિઠ્ઠલ તીડીની ઉપમા પણ મળેલી. એનું શ્રેય આ વાડને જ જાય છે. પણ ગ્રામ ઉદ્યોગમાં ભણવા ગયા પછી જુગાર રમવાનું જળ લઈ લીધું. | |||
પહેલી વખત બીડી નહીં પણ બીડીનું ઠૂંઠુ ફૂંકવાનો આનંદ પણ અમને આ વાડના ખોળામાં થયેલો. ઠૂંઠાનો ધુમાડો નાકમાં ઘૂસી જતો ત્યારે ઉધરસ ખાઈને બેવડ વળી જતાં એ વાડના ખોળામાં જ. વાડ અમારો સામાન સંતાડવા માટે પટારો બની જતી. અમારા ભમરિયા ભાલા, કેસરિયા વાઘા, શિહોરી તલવારો, તીરકામઠાં, સાબખા, ગદા, લીરાં, ધજા, મુગટો, વગેરે આ વાડમાં સંતાડી નચિંત રહી શકતાં. બપોર વચાળે બધા સૂઈ જતાં ત્યારે અમે લાંબી સોટી લઈને મધની ધોકપરોણી કરવા અમે આ વાડ જ ફંફોસતા. મધ ગોટી બરાબર પાકી ગઈ હોય તેમાં ચોટી ભરાવી પાછી ખેંચી લેતા. ચોટી સાથે ચોંટેલું મધ અમારી જીભે અડાડી અમારી મરવા પડેલી જીભમાં જીવ આવતો. અમારી દાઢમાં સ્વાદનો રામ થઈ ગયેલો દીવો ફરી વખત ચેતન થઈ જતો. જીભ વધારે મધનું વેન કરતી ત્યારે એનું પરિણામ ભયાનક નીવડતું. જીભ જાણે મારાં બીજાં અંગોને ફસાવવાની કે સોજાવાની પેરવીમાં જ રહેતી. મધપૂડામાંથી માખીઓ છૂટેલા તીર માફક વછૂટે. મધમાખી વધારે પડતી આંખને જ નિશાન બનાવતી. બે દિવસ આંખ ખૂલતી નહીં અને સોજીને દડા જેવી થઈ જતી. | |||
વરસાદથી બચવા માટે પણ અમે આ વાડમાં જ ભરાઈ જતા. વાડે અમારી માટે ખોળો પાથરેલો જ રાખ્યો હોય. પોતે પલળે પણ અમને પલળવા ના દે. તડકા વખતે પણ એવું જ; પોતે તપે પણ અમને ન તપવા દે. ખબર નથી વાડને તે વળી પરોપકારના પાઠ કોણે ભણાવ્યા હશે? | |||
હવે ધીરે ધીરે વાડ વિહોણા ખેતર બાંડા હાથી જેવા લાગે છે. વાડ કાઢીને તાર બાંધી દીધા. તારમાંથી ગંગેટા બોરાં કે સાંગરા પડિયા ક્યાંથી આવવાનાં હતાં? ક્યાંક ક્યાંક તો વાડને બદલે દીવાલ જ ચણી દીધી છે. પશુ-પક્ષી, જીવ-જનાવર સાથે પવનને પણ અંદર પ્રવેશવાની પાબંદી. એક સમયે અમને અમારું પેટ ભરી અમને મોટા કર્યા હતા. મારી આંખો સામે વાડનું નિકંદન નીકળતું જાય છે અને હું આંખો આડા કાન કરું છું. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|( | {{right|(બુદ્ધિપ્રકાશઃ ૨૦૨૪)}} | ||
[[File:Sanchayan 64 Image 7.jpg|500px|thumb|center|<center>રેખાંકનોઃ સત્યજિત રાય</center>]] | [[File:Sanchayan 64 Image 7.jpg|500px|thumb|center|<center>રેખાંકનોઃ સત્યજિત રાય</center>]] | ||