અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/હોઠ મલકે તો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> હોઠ મલકે તો મોટી મહેરબાની {{space}}સાજન, થોડો મીઠો લાગે; તારી સંગાથે પ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|હોઠ મલકે તો|હરીન્દ્ર દવે}} | |||
<poem> | <poem> | ||
હોઠ મલકે તો મોટી મહેરબાની | હોઠ મલકે તો મોટી મહેરબાની |
Revision as of 09:38, 12 July 2021
હોઠ મલકે તો
હરીન્દ્ર દવે
હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક ક્યાંક દીઠો લાગે!
સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!
મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.
રાત આખી સૂતો ક્યાં સૂરજ સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી,
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!