અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/વરસતાં જઈએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ, ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|વરસતાં જઈએ|હરીન્દ્ર દવે}}
<poem>
<poem>
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,

Revision as of 09:40, 12 July 2021

વરસતાં જઈએ

હરીન્દ્ર દવે

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ.

મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઈએ.

આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણાં, ચાલ ને, ખસતાં જઈએ.

સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઈએ.

તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૫૩)