અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપિન પરીખ/ચાલ મન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> વૃક્ષ કદાચ એમ પણ કહે — ‘મને પહેલાં ચા-પાણી પાઓ પછી જ છાંયો આપું.’...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ચાલ મન|વિપિન પરીખ}}
<poem>
<poem>
વૃક્ષ કદાચ એમ પણ કહે —
વૃક્ષ કદાચ એમ પણ કહે —

Revision as of 09:42, 12 July 2021

ચાલ મન

વિપિન પરીખ

વૃક્ષ કદાચ એમ પણ કહે —
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’

કોયલ કદાચ આગ્રહ રાખે —
‘કોઈ સરસ જગ્યા જોઈ મને ફ્લૅટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું.’

થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઈ નહીં.

ચાલ મન! એવા દેશમાં જઈએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે!

(તલાશ, ૧૯૮૦, પૃ. ૫૩)