અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/પૂછીએ કોને જઈને ?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આ માટીમાંથી મ્હેક વૃષ્ટિની કેમ કરી ખોવાણી {{space}}— પૂછીએ કોને જઈને?...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|પૂછીએ કોને જઈને ?|ભાનુપ્રસાદ ત્રિવેદી}}
<poem>
<poem>
આ માટીમાંથી મ્હેક વૃષ્ટિની કેમ કરી ખોવાણી
આ માટીમાંથી મ્હેક વૃષ્ટિની કેમ કરી ખોવાણી

Revision as of 09:46, 12 July 2021

પૂછીએ કોને જઈને ?

ભાનુપ્રસાદ ત્રિવેદી

આ માટીમાંથી મ્હેક વૃષ્ટિની કેમ કરી ખોવાણી
         — પૂછીએ કોને જઈને?
આ કલ કલ ડૂંડે દૂધ ફૉરતી નગરીઓ રોળાણી
         — પૂછીએ કોને જઈને?

         રમતિયાળ એ આંગણ પંખિલ
                  વાતી લહર ખણકતી,
         સાકરની કિંકણીઓ ખિલ ખિલ
                  ઘરની કુંજ રણકતી;
આ આભ તણી પાંપણ મધરાતી શ્રાવણ થઈ તોળાણી
                           — પૂછીએ કોને જઈને?

         થપ્પો રમતી હવા કેટલી
                  થાકી ગોતી ગોતી,
         દાવ-અધીરી ખડી એકલી
                  સાંઝ વાટ ર્‌હૈ જોતી;
આ અચમચ છોડી રમત, પાંખડી કયે દેશ પ્રોવાણી?
                           — પૂછીએ કોને જઈને?

         ઊગતી આથમતી હરિણીઓ
                  ફેરફુદરડી ફરતી,
         કલરવ કરતી સૌ પંખિણીઓ
                  નીડ વિશે જઈ ઠરતી;
આ હજીય ઊભી બારસાખમાં આંગળીઓ કોરાણી
                           — પૂછીએ કોને જઈને?