અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/અમારો વાંક!: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> વનમાં ગ્હેક્યા મોર, {{space}}અમારો વાંક! આંબે લ્હેક્યા મ્હોર, {{space}}અમા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અમારો વાંક!|ભાનુપ્રસાદ ત્રિવેદી}} | |||
<poem> | <poem> | ||
વનમાં ગ્હેક્યા મોર, | વનમાં ગ્હેક્યા મોર, |
Revision as of 09:47, 12 July 2021
અમારો વાંક!
ભાનુપ્રસાદ ત્રિવેદી
વનમાં ગ્હેક્યા મોર,
અમારો વાંક!
આંબે લ્હેક્યા મ્હોર,
અમારો વાંક!
ટહુકો વાવ્યો નેણ,
નેણમાં ઝૂક્યાં વન ઘેઘૂર,
લીલનું લીલમ ઘેન,
ઘેનની છોળ ઊડી ચકચૂર,
વાગ્યા પોપણિયાના ન્હોર...
અમારો વાંક!
ભર્યા તૃણોના ઘૂંટ,
રોમમાં છક્યો માટીનો છાક!
ઘટ્ટ ઘ્રાણની લૂંટ,
હવાનો ચસ ચસ ચૂસ્યો લાંક!
એમ તો પમર્યા આઠે પ્હોર... અમારો વાંક!
ડણક્યા ડુંગર-ઢાળ,
આભલે ફૂટ્યા કણ કણ સ્વેદ!
રગમાં વગડા-ફાળ,
ટેરવે વેગ-વાયુના છેદ!
બ્હેક્યા ચાંદલિયાના થોર... અમારો વાંક!
ગુજરાત દીપોત્સવી, ૨૦૧૪