અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/ઉનાળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{Center|(સૉનેટ) (સ્રગ્ધરા)}} ધૂળો-ઢાળો ઉનાળો-અજગરભરડો સૃષ્ટિને લૈ પડ્ય...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઉનાળો|ભાનુપ્રસાદ ત્રિવેદી}}
<poem>
<poem>
{{Center|(સૉનેટ) (સ્રગ્ધરા)}}
{{Center|(સૉનેટ) (સ્રગ્ધરા)}}

Revision as of 09:50, 12 July 2021

ઉનાળો

ભાનુપ્રસાદ ત્રિવેદી

(સૉનેટ) (સ્રગ્ધરા)


ધૂળો-ઢાળો ઉનાળો-અજગરભરડો સૃષ્ટિને લૈ પડ્યો છે,
ઝોળો-જોગી જટાળો વડ થઈ નવરોધૂપ ઝોકે ચડ્યો છે,
સુક્કી કાસાર-ફાટો બળ બળ શ્વસતી પંકનાં ચોસલાંમાં,
ફૂંકાતો પધારો આ તગ તગ વગડો કૅરડા — પાંસળાંમાં.

મૂર્છાયા ગ્રામ-માર્ગો વિકલ, અળસિયાં હોય નિશ્ચેષ્ટ જાણે,
ઉચ્છ્‌વાસે દીર્ઘ, કર્ણો ક્વચિત હલવતાં ઢોર તંદ્રયાં ગમાણે,
આંખે અર્ધીક, ઝીભે લળક લબડતો, સ્વાન હાંફે નભોર,
ઘોરે છે ઓરડામાં લઘરવઘર, અંધારું ઓઢી બપોર.

પોઢેલો કાચબાશો દિવસ સળવળે, સાંઝ-સંચાર થાતા,
આરોહે ડુંગરા ગોધણ જ્યમ — તડકા ઊર્ધ્વ ને ઊર્ધ્વ જાતા,
મૂકે છે દોટ લેતી ઘુમરડી ડમરી — હો સફાળી ન જાગી?
પંખી-શોરે લચેલી તરુ-તરુવરની ઝૂલવા ડાળ લાગી.

વ્હેલ્યેથી કૃત્તિકાની શશિયર પગલે શર્વરી ઊતરે છે,
ઘેનાતાં અંગ અંગે રમણરત હવા કામ્ય ક્રીડા કરે છે.

(શબ્દસૃષ્ટિ, જૂન)