અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/આયખું: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આયખું ના આજ અને કાલ, મારા બેલીડા, {{space}}આયખું તો અવસરની ડાળ! કૂંપળન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|આયખું|ભાનુપ્રસાદ પંડ્યા}} | |||
<poem> | <poem> | ||
આયખું ના આજ અને કાલ, મારા બેલીડા, | આયખું ના આજ અને કાલ, મારા બેલીડા, |
Revision as of 09:53, 12 July 2021
આયખું
ભાનુપ્રસાદ પંડ્યા
આયખું ના આજ અને કાલ, મારા બેલીડા,
આયખું તો અવસરની ડાળ!
કૂંપળની જેમ એને ફૂટે છે દિવસો,
ને મંજરીની જેમ રાત મ્હોરે;
જીવતાં હોઈએ ન જાણે જીવતર સુવાસનું,
મંન એમ હળવું થઈ ફોરે;
આયખું તો ફાગણનો ફાલ, મારા બેલીડા,
આયખું તો આંબાની ડાળ!
કાગળમાં મંડાતો આંકડો એ હોય નહિ,
આયખું તો ઘર ઘરની વાત;
વેળાના વાયરામાં રજોટાય નહિ એવી,
વિરલાં વરસોની રૂડી ભાત!
ડગલાંનો સરવાળો નહિ, મારા બેલીડા,
આયખું તો હરણાંની ફાળ.
(યાદગાર કવિતા : ૧૯૭૦, (સં.) પૃ. ૪૩)