બાળ કાવ્ય સંપદા/ભૌ-ભૌ વિશે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભૌ-ભૌ વિશે|લેખક : ઉદયન ઠક્કર<br>(1955)}} {{Block center|<poem> મૂછ ઊગેલા ડામર જેવું લાગે છે, આ કૂતરું તો ઉંદર જેવું લાગે છે. પેટ જુઓ તો ડાબે-જમણે લબડે છે, ફૂસ થયેલા ટાયર જેવું લાગે છે. મોઢું એનું સાવ...") |
No edit summary |
||
| Line 24: | Line 24: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હીંચકો બાંધ્યો મેં | ||
|next = જંગલ જંગલ રમીએ | |next = જંગલ જંગલ રમીએ | ||
}} | }} | ||
Latest revision as of 17:56, 9 April 2025
ભૌ-ભૌ વિશે
લેખક : ઉદયન ઠક્કર
(1955)
મૂછ ઊગેલા ડામર જેવું લાગે છે,
આ કૂતરું તો ઉંદર જેવું લાગે છે.
પેટ જુઓ તો ડાબે-જમણે લબડે છે,
ફૂસ થયેલા ટાયર જેવું લાગે છે.
મોઢું એનું સાવ બગાસા જેવું છે,
ચોળાયેલી ચાદર જેવું લાગે છે.
કૂતરાજીએ કોટ ઊલટો પહેર્યો છે,
કપડું ક્યાં છે ? અસ્તર જેવું લાગે છે.
બધાં કૂતરાં ખૂબ શોખથી સૂંઘે છે,
પૂંછડી પાસે અત્તર જેવું લાગે છે.
તમે કહો છો રોડનો ચોકીદાર છે, પણ
આમ જુઓ તો જોકર જેવું લાગે છે.