અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેશ મા. દવે/સાહેબ હુકમ કરે કે આવું: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> સાહેબ હુકમ કરે કે આવું {{space}}આરણ-કારણ કાંઈ ન જાણું, ક્યાંય પછી નહીં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|સાહેબ હુકમ કરે કે આવું|મહેશ મા. દવે}} | |||
<poem> | <poem> | ||
સાહેબ હુકમ કરે કે આવું | સાહેબ હુકમ કરે કે આવું |
Revision as of 10:03, 12 July 2021
સાહેબ હુકમ કરે કે આવું
મહેશ મા. દવે
સાહેબ હુકમ કરે કે આવું
આરણ-કારણ કાંઈ ન જાણું,
ક્યાંય પછી નહીં જાઉં
સાહેબ હુકમ કરે કે આવું.
મારા મનનું કાંઈ ન ચાલે
કોરે કાગળ સહી,
સાહેબના અણસારે મારી
હોડી જળમાં વહી;
નાવિક મારો કહે એ લયમાં
ગીત મારું હું ગાઉં.
સઘળું તેને સોંપી દઈને
કામ બધાં દઉં છોડી,
મેં તો મારી પ્રીત સદાયે
સાહેબ સાથે જોડી;
વહેણ હોય કે પૂર હોય
પણ નહીં કદી મૂંઝાઉં
સાહેબ હુકમ કરે કે આવું.
(કોરે કાગળ સહી, ૨૦૦૦, પૃ. ૧)