બાબુ સુથારની કવિતા/બાબુ સુથારની કવિતાના વિશેષોઃ મનીષા દવે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
(3 intermediate revisions by the same user not shown)
Line 8: Line 8:
સંપ્રજ્ઞ એવા આ સર્જકના કાવ્યોમાંથી પસાર થઈને પ્રતિનિધિ કાવ્યો શોધવા એ એકાધિક રીતે મૂંઝવણનો અનુભવ કરાવે છે. આ મૂંઝવણનાં કારણો જોઈએ તો પહેલું એની સંપ્રજ્ઞતા, બીજું, એમના કાવ્યોમાં નિરુપાતી તળપદ જીવનરીતિ અને ત્રીજું, જેને ચંદ્રકાન્ત ટોપીવાળા પ્રતિભાષાનું કવચ કહે છે તેવું કવચ રચતી તેમની તીવ્ર આધુનિક બોધ કરાવતી કાવ્યભાષા. કવિ જ્યાં સર્જનાત્મક સામર્થ્ય વડે ઉપરોક્ત બાબતોને કાવ્યરૂપ આપી શક્યા છે ત્યાં ગુજરાતી કવિતાનો એક આગવો અવાજ રચાયો છે. બાબુ સુથારની સર્જકતાથી સંપૃક્ત કાવ્યસાહસો અહીં પસંદ થયેલી પ્રતિનિધિ રચનાઓ રૂપે મૂકાયા છે અને એના સકળ અધ્યાસોની ઓળખ આપવાની મથામણ એટલે આ સંપાદકીય. અહીં જે કાવ્યો પસંદ કર્યાં છે એમાં કેવળ યદૃચ્છા નથી બલ્કે આ સર્જક પ્રારંભથી જે નિસ્બતથી કાવ્યસર્જન કરતા આવ્યા છે એ નિસ્બત સાથે એમણે છેડો ફાડ્યો નથી, એ આજે પણ એ જ અભિનિવેશથી સર્જનકાર્યમાં રત છે એ દર્શાવવાનો છે. શબ્દ તથા અર્થ સાથેનો સંબંધ અને ભાષાની ચિંતા આજે પણ એમને એટલી જ છે. આધુનિક કવિતાનો આગવો ભાવબોધ, ભાષાની સૂક્ષ્મ સંરચના અને અનુઆધુનિક કવિતાની ભારતીય અધ્યાત્મ પરંપરાથી લઈને દેશી જીવનરીતિ, ગ્રામજગતનું આદિમપોત, વતનઝુરાપો જેવી સામગ્રીનો વિનિયોગ સાધવાની રીત આ સર્જકના આઠ કાવ્યોસંગ્રહોમાંથી પસંદ કરેલા કાવ્યોમાં કેવી નીવડી આવી છે તે દરેક કાવ્યસંગ્રહને ધ્યાનમાં રાખીને જોઈએ.

૨૦૦૩માં પ્રગટ થયેલા પ્રથમ કાવ્યસંગ્રહ ‘ગુરુજાપ’ અને ‘માંલ્લું’માં (‘ગુરુજાપ’માં દસ અને ‘માંલ્લું’માં પાંચ એમ કુલ મળીને) પંદર કાવ્યો છે. આ તમામ કાવ્યોનો પ્રારંભ એકસમાન છેઃ

‘ૐ અંતરમંતર/જાદુ તંતર/મેલડી વંતરી/ભૂત શિકોતર/નાડાછડીને ચડ્યાં વેતર/એક નહીં/બે નહીં/ પૂરાં સાડાં તેતર/ ગુરુ પરતાપે હમ જૂઠ નહીં બોલતા/સૂરજ મેરા ગુરુ/આકાશ મેરા ગુરુ/બોડી બામણી મેરા ગુરુ.’ (અહીં પ્રયોજાયેલી સાધુક્કડી બોલી સહેતુક છે.)
'''‘ૐ અંતરમંતર/જાદુ તંતર/મેલડી વંતરી/ભૂત શિકોતર/નાડાછડીને ચડ્યાં વેતર/એક નહીં/બે નહીં/ પૂરાં સાડાં તેતર/ ગુરુ પરતાપે હમ જૂઠ નહીં બોલતા/સૂરજ મેરા ગુરુ/આકાશ મેરા ગુરુ/બોડી બામણી મેરા ગુરુ.’''' (અહીં પ્રયોજાયેલી સાધુક્કડી બોલી સહેતુક છે.)
‘ગુરુજાપ’ના પ્રથમ કાવ્યમાં શબ્દ અને સત્ વચ્ચે બોલાચાલી થાય છેઃ ‘શબ્દ હઠે ભરાયો, કહેઃ /સત નહીં બોલું/સત્ કહેઃ /શબ્દ વિના હું/ન બોલું/ન ચાલું.’ જેથી શબ્દનો સ્વામી એવો ગુરુ પાસે જઈને શબ્દ તથા સતને ઉગારવાની પ્રાર્થના કરે છેઃ ‘અમે આવ્યા તમારા ચરણોમાં ગુરુ/કરગર્યા અમે તમનેઃ/શબ્દને ઉગારો/સતને ઉગારો/બોલતો કરો શબ્દને/રમતું કરો સતને.’

આ ગુરુ દસેય કાવ્યોમાં ઉપસ્થિત છે જુદા જુદા સંદર્ભો સાથે. (ગુરુ એ પરંપરા છે. પૂર્વજ છે. જ્ઞાન છે.) ભારતીય તળપદ અને ભારતીય આધ્યાત્મિક પરંપરાને જાણનારા ભાવકને દત્તાત્રેયના ચોવીસ ગુરુનું સ્મરણ થઈ આવે. ગુરુશિષ્ય સંવાદની જે પરંપરા ઉપનિષદકાળથી મધ્યકાળ સુધી ચાલી આવી છે તેનો પણ સમુચિત વિનિયોગ અહીં કવિએ કર્યો છે. ગુરુ જંતરમંતર કરી શબ્દ અને સતને ઉગારવાનો પ્રયાસ પોતાની વિદ્યા વડે કરે છે અને કવિતા રચાતી જાય છે જેમ કે ‘ત્યાર પછીની આ પહેલી કવિતા; ત્યાર પછીની આ બીજી કવિતા’ વગેરે વગેરે. વચ્ચે વચ્ચે જિજ્ઞાસુ કાવ્યનાયક પ્રશ્ન પણ પૂછે અને ગુરુ તેનો ઉત્તર અને ઉકેલ આપતા જાય. આ પ્રશ્નો અને ઉકેલ તંત્ર-મંત્ર-મેલીવિદ્યાના સંદર્ભો સાથે આવે છે. અહીં પરંપરાગત પ્રશ્નો જેમ કે જીવ, પીડા, સત, આત્મા શું છેની સાથે ‘કૂલા એટલે શું’, ‘ઘા એટલે શું’, ‘ગળામાં સળગતી બાપાની દોણીની પીડાને ક્યાં બાંધવી’ જેવા પૂછાતા પ્રશ્નો ક્યાંક પરંપરાની ઠેકડી ઉડાવતા લાગે. એનું કારણ સાંપ્રત સમયમાં બની બેઠેલા ગુરુઓ પાસે જ્ઞાનની કોઈ સમૃદ્ધ પરંપરા જ નથી એ છે. આ પ્રશ્નોમાં પીડાની સાથે કટાક્ષ પણ ભળે છે. શબ્દનો મહિમા સમજાવતા ગુરુ કહે છે કે શબ્દ ન હોય તો આ પંચતત્ત્વનું બનેલું જગત પણ ન રહે. કવિ ઈશ્વરને ગુરુ ચીંધ્યાં માર્ગે પ્રસન્ન કરી શબ્દ અને સતને બચાવવાનો પ્રયત્ન કરે છેઃ ‘અમે માગ્યું: શબદને સાચો કરો/બોલતો કરો શબદને/રમતો કરો શબદને/સતમાં/ને સત/શબ્દમાં/લોહીમાં ઉઘાડ કાઢો/તથાસ્તુ કહી/અંતરજામી થઈ ગયા/અલોપ.’

આ સંગ્રહના ‘ગુરુજાપ’ કાવ્યોમાં (અને ‘માંલ્લું’માં પણ) શબદના સતને સાચો કરવાની મથામણ છે. જે શબ્દને આપણે બ્રહ્મ માનીએ છીએ એની શક્તિ પુનઃ પ્રાપ્ત કરવાની છે. ઈશ્વરના વરદાન પછી કક્કો-બારાખડી, પીડા, જન્મ, મરણ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, હ્રસ્વ-દીર્ઘસ્વરો, જોડાક્ષર આમ આખું વ્યાકરણ કવિ અહીં બાંધે છે. આ બાંધવું એટલે પણ જરૂરી અને મહત્ત્વનું છે કે આપણા સમયમાં ભાષાની ગુણવત્તા અને અર્થવત્તા ધીમે ધીમે ફીકી પડી રહી છે અને ભાષાએ પોતાની અસરકારકતા ગુમાવી દીધી છે. અલબત્ત, મુઠ્ઠીભર ભાષકો અને સર્જકોને બાદ કરતા બીજા બધાએ ભાષાના સારભૂત તત્ત્વ પર પ્રહાર કર્યો છે એ સમજાય/અનુભવાય એમ છે. ‘માંલ્લું’નાં પાંચ કાવ્યો ‘ભૂવા દાણા જૂએ છે’ , ‘ભૂવા પડી જૂએ છે’, ‘ભૂવા ગોલ્લાં ને ધૂણાવે છે’, ‘ભૂવા ભૂતપ્રેત કાઢવાની વિધિ કરે છે’, (બાબુ સુથાર વિધિને સ્ત્રીલિંગમાં પ્રયોજે છે એ આશ્ચર્ય છે.), ‘ભૂવા ભૂતપ્રેત કાઢી, સ્મશાને વળાવી ઘેર આવે છે’ જેવા શીર્ષકો ધરાવે છે. કવિના દાદા અને પિતા ભૂવા હતા એટલે આ પ્રકારના વિધિ-વિધાનો એમના આ સંગ્રહ ઉપરાંત અન્ય કાવ્યોમાં પણ જોવા મળે છે. અહીં ભૂતપ્રેત કાઢવાનો જે વિધિ છે એ આપણે જેનાથી ભય પામીએ છીએ એ લૌકિક ભૂતપ્રેત ભગાડવાનો નથી. બલ્કે ભાષાને, વ્યાકરણને, કક્કા-બારાખડીને, શબ્દ, અર્થને ચલણી સિક્કાની જેમ પ્રયોજવાનો જે ‘બૌદ્ધિક’ વળગાડ વળગ્યો છે એને દૂર કરવાનો છે. સાહિત્ય રચવા બેઠેલા ‘સર્જકો’એ ભાષાની જે દુર્દશા કરી છે એમાંથી ભાષાને મુક્ત કરી ભાષાનું શુદ્ધિકરણ કરવાનું છે. ભૂત કાઢવાનું છે તો સ્વાભાવિક જ મેલીવિદ્યાના સંદર્ભ આવે. કાગળ પર કંકુથી ચીતરવું, ઘુવડના નખ, ઘોયડીની જાંઘ, શિયાળશિંગડી, કુંવારિકાના વાળ, ચાર દિશામાં ચાર ખીલા મારવા વગેરે. ભાષાનો ભૂવો ભાષાના વળગાડને માટલીમાં ઉતારે છે અને માટલીનું મોઢું ‘અહં બ્રહ્માસ્મિ’- થી બંધ કરે છે અને માટલી મશાણમાં વળાવી આવે છે. માટલીનું મોં બંધ કરવાનું કારણ એ કે જેથી જે તે ભૂતપ્રેત ફરી પાછા ના આવે. અહીં ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રસિદ્ધ શ્લોક हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं નું સ્મરણ થાય. અલબત્ત, અહીં વિરોધ સ્પષ્ટ છે.
આ સંગ્રહના ‘ગુરુજાપ’ કાવ્યોમાં (અને ‘માંલ્લું’માં પણ) શબદના સતને સાચો કરવાની મથામણ છે. જે શબ્દને આપણે બ્રહ્મ માનીએ છીએ એની શક્તિ પુનઃ પ્રાપ્ત કરવાની છે. ઈશ્વરના વરદાન પછી કક્કો-બારાખડી, પીડા, જન્મ, મરણ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, હ્રસ્વ-દીર્ઘસ્વરો, જોડાક્ષર આમ આખું વ્યાકરણ કવિ અહીં બાંધે છે. આ બાંધવું એટલે પણ જરૂરી અને મહત્ત્વનું છે કે આપણા સમયમાં ભાષાની ગુણવત્તા અને અર્થવત્તા ધીમે ધીમે ફીકી પડી રહી છે અને ભાષાએ પોતાની અસરકારકતા ગુમાવી દીધી છે. અલબત્ત, મુઠ્ઠીભર ભાષકો અને સર્જકોને બાદ કરતા બીજા બધાએ ભાષાના સારભૂત તત્ત્વ પર પ્રહાર કર્યો છે એ સમજાય/અનુભવાય એમ છે. ‘માંલ્લું’નાં પાંચ કાવ્યો ‘ભૂવા દાણા જૂએ છે’  
<ref>દાણા જોવા, પડી જોવી, પડી બતાવવી, ગોલ્લું ધૂણાવવું, માટલીનું મોં બાંધવું વગેરે શરીરમાં પ્રવેશેલા ભૂતપ્રેત વિશે જાણવાનાં વિધિ-વિધાનો છે.</ref>, ‘ભૂવા પડી જૂએ છે’, ‘ભૂવા ગોલ્લાં<ref>ગોલ્લું એટલે જેના દેહમાં ભૂતપ્રેત હોય તે વ્યક્તિ.</ref>ને ધૂણાવે છે’, ‘ભૂવા ભૂતપ્રેત કાઢવાની વિધિ કરે છે’, (બાબુ સુથાર વિધિને સ્ત્રીલિંગમાં પ્રયોજે છે એ આશ્ચર્ય છે.), ‘ભૂવા ભૂતપ્રેત કાઢી, સ્મશાને વળાવી ઘેર આવે છે’ જેવા શીર્ષકો ધરાવે છે. કવિના દાદા અને પિતા ભૂવા હતા એટલે આ પ્રકારના વિધિ-વિધાનો એમના આ સંગ્રહ ઉપરાંત અન્ય કાવ્યોમાં પણ જોવા મળે છે. અહીં ભૂતપ્રેત કાઢવાનો જે વિધિ છે એ આપણે જેનાથી ભય પામીએ છીએ એ લૌકિક ભૂતપ્રેત ભગાડવાનો નથી. બલ્કે ભાષાને, વ્યાકરણને, કક્કા-બારાખડીને, શબ્દ, અર્થને ચલણી સિક્કાની જેમ પ્રયોજવાનો જે ‘બૌદ્ધિક’ વળગાડ વળગ્યો છે એને દૂર કરવાનો છે. સાહિત્ય રચવા બેઠેલા ‘સર્જકો’એ ભાષાની જે દુર્દશા કરી છે એમાંથી ભાષાને મુક્ત કરી ભાષાનું શુદ્ધિકરણ કરવાનું છે. ભૂત કાઢવાનું છે તો સ્વાભાવિક જ મેલીવિદ્યાના સંદર્ભ આવે. કાગળ પર કંકુથી ચીતરવું, ઘુવડના નખ, ઘોયડીની જાંઘ, શિયાળશિંગડી, કુંવારિકાના વાળ, ચાર દિશામાં ચાર ખીલા મારવા વગેરે. ભાષાનો ભૂવો ભાષાના વળગાડને માટલીમાં ઉતારે છે અને માટલીનું મોઢું ‘અહં બ્રહ્માસ્મિ’- થી બંધ કરે છે અને માટલી મશાણમાં વળાવી આવે છે. માટલીનું મોં બંધ કરવાનું કારણ એ કે જેથી જે તે ભૂતપ્રેત ફરી પાછા ના આવે. અહીં ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રસિદ્ધ શ્લોક हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं નું સ્મરણ થાય. અલબત્ત, અહીં વિરોધ સ્પષ્ટ છે.
આટલા સાત્ત્વિક અને તામસિક વિધિવિધાન પછી પણ બધું ઠેરનું ઠેર છે. કશું સરખું થતું નથી. જૂઓઃ

‘પાછું શું થયું અમને/કોણ મારી છે મૂઠ/અમારા ક ખ ગ ઘ અંગને...’
'''‘પાછું શું થયું અમને/કોણ મારી છે મૂઠ/અમારા ક ખ ગ ઘ અંગને...’'''
મૂળ વાત એ છે કે જ્યાં સુધી આપણે આપણી ભાષાનું ગૌરવ નહીં કરીએ ત્યાં સુધી આવા બાહ્ય ઉપચારોનો કોઈ અર્થ નથી. આ એક અવિરતપણે ચાલતી અંતહીન પ્રક્રિયા છે. સર્જક સત્યને સાથ આપવાના સ્થાને અસત્યનો સાથ આપે ત્યારે આ સર્જાતું હોય છે. આ આખી બાબત બાબુ સુથારના ‘ગુરુજાપ’ અને ‘માંલ્લું’માં કાવ્યાત્મક રીતે ઊપસી આવી છે.

૨૦૦૪માં પ્રગટ થયેલું દીર્ઘકાવ્ય વિષાદમહોત્સવ કવિતાના વિષાદનો ઉત્સવ અને નષ્ટ થઈ રહેલી પોતાની ભાષાની ચિંતાને વ્યક્ત કરે છે. અજાગ્રત/અર્ધજાગ્રત મનની પ્રતિક્રિયારૂપે રચાયેલા આ સંગ્રહમાં પોતાની ભાષામાં રચાતા સાહિત્યની વિશેષ કરીને કવિતાની ચિંતા સરરિયલસૃષ્ટિ મિષે પ્રગટી છે. લગભગ ભૂલાઈ ગયેલો સરરિયાલિઝમ બાબુ સુથારના ઘણાં કાવ્યોમાં જોવા મળે છે. વાસ્તવ કરતા પરાવાસ્તવ વધુ રોમાંચક હોય શકે. સરરિયલમાં જગતમાં કોઈ બંધન નથી, કોઈ મર્યાદા નથી. યદૃચ્છાવિહાર છે. કાવ્યના પ્રારંભે જાહેર રસ્તાઓ પર હાથમાં સળગતી દોણી લઈને ટોળેટોળાં નીકળી પડ્યાં છે પણ એમને ખબર નથી કે કોનું અવસાન થયું છે!

Line 52: Line 53:
શરીર અને મન, ભૌતિકતા અને આંતરચેતના વચ્ચેનો સંબંધ સ્થાપવાનું અતિવાસ્તવિક વલણ આ કવિતાના કેન્દ્રમાં છે. જાગતિક કે સ્વકીય દર્શન સ્વપ્ન અને મૃત્યુના ચિત્રણ દ્વારા ભારપૂર્વક પ્રગટ થઈ શકે છે. જેમ સ્વપ્નમાં બધું શક્ય છે તેમ સર્જનપ્રક્રિયામાં બધું શક્ય હોય છે. આ કાવ્યમાં શોધયાત્રા દરમ્યાન પણ સર્જકનો અતીતરાગ પણ પ્રગટે છે. અંત અને અનંતની વચ્ચે એક સમયે વહેતી નદી, લાખા વણઝારાની પોઠોનાં પગલાંમાં વેરાઈ ગયેલું ગામ, પીપળાનાં પાંદડાંમાં ડૂબી ગયેલો ગામનો ફેરકૂવો, પૂર્વજોના અવાજ અને દૂરસુદૂરના ભૂતકાળના હડપ્પા અને મૂએં-જો-દડો જેવા સંદર્ભોમાં અતીતરાગી અનુરાગ છે, તો બકરાની લીંડીમાં સાત માથોડું ઊતરી ગયેલો મહાવાક્યોનો મુગુટ, લણાતો કક્કા-બારાખડીનો પાક ભાષાની ચિંતાના સૂચક છે.

‘લાલની પાસે પીળો’ કાવ્યમાં મુંડકોપનિષદ-શ્વેતાશ્વતારોપનિષદના પ્રસિદ્ધ શ્લોક ‘દ્વા સુપર્ણા સયુજા’ સામે વાન હોખના સુપ્રસિદ્ધ ચિત્ર ‘સૂરજમુખીનાં ફૂલો’નો સંદર્ભ વ્યંગ્યાત્મક સહોપસ્થિતિ રચે છેઃ

‘સૂરજમુખીના ફૂલની ધારે ધારે / ડાંગરના છોડ / છોડને કણસલે કણસલે / બબ્બે પક્ષી / એક / ડાબે / એક / જમણે/ એક બેઠું બેઠું / ખાય / બીજું / ફોતરાં / ગણે.’
'''‘સૂરજમુખીના ફૂલની ધારે ધારે / ડાંગરના છોડ / છોડને કણસલે કણસલે / બબ્બે પક્ષી / એક / ડાબે / એક / જમણે/ એક બેઠું બેઠું / ખાય / બીજું / ફોતરાં / ગણે.’'''
અહીં રંગોની એક સૃષ્ટિ પણ વિખરાયેલી પડી છેઃ ‘લાલની પાસે/પીળો//લોહીની પાસે/લીલો/પીળા પાસે/લીલો.’  

આ કાવ્યમાં રાવજી પટેલના મૃત્યુના સંદર્ભે મરી ગયેલો ઘોડો, કરચલો, ઈયળ, લોહીની ભાગોળ આકાશ જેવા અચેતન મનમાં રહેલાં મૃત્યુના પ્રતીકો પણ છે તો એના વિરોધમાં સૂરજમુખીની નાભિમાં એક ચાકુના હાથા પર ફૂટેલી કૂંપળો જીવનનો સંદર્ભ સૂચવે છે. જે ખોવાઈ ગયું છે તેને શોધવાના પ્રયત્નરૂપે નાયક વાન હોખનાં ચિત્રો જુએ છે. ને હાડકાંના રાફડામાં રહેતા પૂર્વજો સાથે બારાખડી વ્યવહાર કરે છે - એ જાણે છે એમ નદી નથી મળવાની છતાં.  

Line 60: Line 61:
૧૯ વર્ષના લાંબા અંતરાલ પછી બાબુ સુથાર ૨૦૨૩માં બે કાવ્યસંગ્રહો ‘ડોશી, બાપ અને બીજાં કાવ્યો’ અને ગદ્યકાવ્યોનો સંગ્રહ ‘ઉદ્વેગ’ આપે છે. બંનેનું ભાવવિશ્વ એકમેકથી સર્વથા ભિન્ન છે. બા અને બાપુજીના અવસાન નિમિત્તે પોતે જઈ શક્યા નહોતા એનો અપરાધભાવ અને એમના પ્રતિની લાગણી એમને ‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ લખાવે છે.

‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’માંના ‘ડોશી’ અને ‘બાપા’ જૂથનાં કાવ્યોમાં બા અને બાપાનાં મૃત્યુની સાથે ઘણે ઠેકાણે, અલબત્ત, સ્વપ્નમાં જ કરેલો પોતાના મૃત્યુનો સહજ સ્વીકાર કેન્દ્રમાં છે. આ સંગ્રહ ચાર ભાગમાં વિભાજિત છે; ‘ડોશી’, ‘બાપા’, ‘પૂર્વજો’ અને ‘ઘરઝુરાપો’. ચાર ખંડ ભલે હોય પણ એ સર્વને જોડે છે કવિનું ગામ, ખેતર, ઢોરઢાંખર, નદી, વૃક્ષો અને આદિમ જગતની લોકમાનસમાં દૃઢ થયેલી શિકોતર, વંતરી, બાબરિયો, મશાણિયો, લાખો વણઝારો, ગામછેડાની માતા, પૂર્વજો વગેરેની રહસ્યમય સૃષ્ટિ. અને એ રીતે કવિનો ભૂતકાળ સાથેનો સંબંધ આલેખાતો રહે છે. ચૈતસિક સમયની સાથે આકાંક્ષા, માનસિક રઝળપાટ, અભાવ, ઝુરાપો પણ અહીં છે. આ સંગ્રહમાં પૂરી તટસ્થતાથી-નિર્મમતાથી નહીં- મા-બાપના મૃત્યુનો સ્વીકાર છે. મા અને પિતાનાં મૃત્યુ સમયે પોતે હાજર નહોતા રહી શક્યાના દુઃખ સાથે માબાપા કેવા અલગારી જીવ હતાં તેનું નિરુપણ કવિએ કર્યું છે. કવિનાં મા (અને પિતા પણ) મૃત્યુને જે રીતે સ્વીકારે છે/આવકારે છે એ આખીય સંરચના કવિએ કરેલા પરકાયાપ્રવેશને કારણે રસપ્રદ બની છેઃ

‘ડોશીને લાગ્યું કે/એનો અંત હવે નજીક છે/ત્યારે તે ચૂપચાપ ઊભી થઈ./કાતરિયામાં વરસોથી મૂકી રાખેલાં/વાંસના ચાર લાકડાં/અને કાથીનું પિલ્લું/નીચે ઉતારી બાંધી દીધી/એની પોતાની એક ઠાઠડી.’ પછી જાતે નનામીના ચાર ખૂણે નાળિયેર લગાવે છે, કોરીકટ માટલીમાં છાણાં મૂકી ઉપર દેવતા મૂકે છે અને પિયરથી લાવેલાં કોરાં લુગડાં પહેરીને સૂઈ જાય છે. નાળિયેર, કોરાં લુગડાં, વાંસના લાકડાં, કોરી માટલી, છાણાં, દેવતા - આમાંની કેટલીક વસ્તુઓ શુભ અને અશુભ બેઉ પ્રસંગમાં આવશ્યક હોય છે - ઇત્યાદિ સંદર્ભો ભારતીય સંસ્કૃતિને પણ સૂચવે છે. અન્ય એક કાવ્યમાં પૂર્વજો ડોશીને પોતાની સાથે લઈ જવા આવે છે ત્યારે ‘જેમ ખોળામાંથી બાળક ઊભું થાય’ એવી સહજતાથી ડોશી ચાલી નીકળે છે. મૃત્યુનો નિર્લેપતાથી સ્વીકાર કરતી માનો જીવ ભેંશને પાણી નથી પીવડાવ્યું, ક્યાંક વાલોળનું શાક કરવાનું બાકી છે, જેવા દુન્યવી કારણોસર જતો નથી. તો વૈતરણી પાર કરવા એને ગાય નહીં પણ એમની બોડી ભેંસ જોઈએ છે. એમને મહિષ સાથે જવા કેવડાનું ફૂલ નહીં પણ મગફળીનું ફૂલ ખપે છે. આ કારણો શહેરીજનો અથવા આધુનિક લોકોને સાવ ક્ષુલ્લક લાગે એમ બને, પણ જેમનાં મૂળ આ ધરતી સાથે મજબૂત રીતે જોડાયેલાં છે તેવા લોકો અહીં ડોશીના જીવ ન જવાનાં કારણોને સંવેદી શકશે.
'''‘ડોશીને લાગ્યું કે/એનો અંત હવે નજીક છે/ત્યારે તે ચૂપચાપ ઊભી થઈ./કાતરિયામાં વરસોથી મૂકી રાખેલાં/વાંસના ચાર લાકડાં/અને કાથીનું પિલ્લું/નીચે ઉતારી બાંધી દીધી/એની પોતાની એક ઠાઠડી.’''' પછી જાતે નનામીના ચાર ખૂણે નાળિયેર લગાવે છે, કોરીકટ માટલીમાં છાણાં મૂકી ઉપર દેવતા મૂકે છે અને પિયરથી લાવેલાં કોરાં લુગડાં પહેરીને સૂઈ જાય છે. નાળિયેર, કોરાં લુગડાં, વાંસના લાકડાં, કોરી માટલી, છાણાં, દેવતા - આમાંની કેટલીક વસ્તુઓ શુભ અને અશુભ બેઉ પ્રસંગમાં આવશ્યક હોય છે - ઇત્યાદિ સંદર્ભો ભારતીય સંસ્કૃતિને પણ સૂચવે છે. અન્ય એક કાવ્યમાં પૂર્વજો ડોશીને પોતાની સાથે લઈ જવા આવે છે ત્યારે ‘જેમ ખોળામાંથી બાળક ઊભું થાય’ એવી સહજતાથી ડોશી ચાલી નીકળે છે. મૃત્યુનો નિર્લેપતાથી સ્વીકાર કરતી માનો જીવ ભેંશને પાણી નથી પીવડાવ્યું, ક્યાંક વાલોળનું શાક કરવાનું બાકી છે, જેવા દુન્યવી કારણોસર જતો નથી. તો વૈતરણી પાર કરવા એને ગાય નહીં પણ એમની બોડી ભેંસ જોઈએ છે. એમને મહિષ સાથે જવા કેવડાનું ફૂલ નહીં પણ મગફળીનું ફૂલ ખપે છે. આ કારણો શહેરીજનો અથવા આધુનિક લોકોને સાવ ક્ષુલ્લક લાગે એમ બને, પણ જેમનાં મૂળ આ ધરતી સાથે મજબૂત રીતે જોડાયેલાં છે તેવા લોકો અહીં ડોશીના જીવ ન જવાનાં કારણોને સંવેદી શકશે.
કાવ્યના બીજા ખંડ ‘બાપા’માં કોયા ઠાર તરીકે પંથકમાં ઓળખાતા ભડ અને કાર્યદક્ષ પિતા ગામમાં આવતી કોઈ પણ આપત્તિને દૂર કરવાની આવડત અથવા શક્તિ ધરાવે છે. એ પછી ગામમાં આવતું વાવાઝોડું હોય કે ચઢી આવેલા બહારવટિયા હોય, સૂકો દુકાળ પડ્યો હોય કે પછી નદીમાં આવતાં પૂર હોય. એક કાવ્યમાં એથી ગામલોકો કહે છે ‘એ જ આપણને રાજા બનાવે/એ જ આપણને વનમાં લઈ જાય/ એ જ આપણને વનમાંથી હેમખેમ પાછો લાવે/એ જ કોયો ઠાર.’ આવા જોરુકા કોયા ઠાર દાણા જૂએ છે. આ દાણા બોલતા નથી ત્યારે મનોમન પોતાને કહે છે કે ‘પણ, હું હારું તો કોયો ઠાર શાનો? આ કોયો ઠારના મૃત્યુનો દિવસ યમરાજ ભૂલી જાય છે, પણ કોયા ઠાર નથી ભૂલતા. યમરાજાના પાડા પર બેસનાર કોયા ઠારને યમરાજ કહે છે હજી તમારો સમય નથી થયો ત્યારે કોયા ઠાર કહે છે કે,

‘તમે તપાસ કરો/મારો સમય તો ક્યારનો થઈ ગયેલો/તમે મોડા આવ્યા/યમરાજાએ તપાસ કરી તો એમને કોયા ઠાર સાચા લાગ્યા.’
'''‘તમે તપાસ કરો/મારો સમય તો ક્યારનો થઈ ગયેલો/તમે મોડા આવ્યા/યમરાજાએ તપાસ કરી તો એમને કોયા ઠાર સાચા લાગ્યા.’'''
અહીં પણ મૃત્યુનો સહજ અને તટસ્થ સ્વીકાર છે.

‘બધું જ બરાબર કરેલું’ કાવ્યમાં પિતાની જેમ લાકડાનો ઘોડો બનાવવા બેસતો નાયક બરાબર માપ લે છે તો ય ઘોડો વાંકો બને છે. નાયક સમજી શકતો નથી કે આમ કેમ બન્યું? પણ પછી ખ્યાલ આવે છે કે ઘોડો બનાવતી વખતે એણે પેન્સિલ બાપાની જેમ કાને નહોતી ભરાવી... કેટલાં ઓછાં શબ્દોમાં સુથારીકામ કરતા પિતાનું ચિત્ર તાદૃશ થયું છે!

સંગ્રહનો ત્રીજો ખંડ પૂર્વજોનો સંદર્ભ લઈને આવે છે. ભારતીય સંસ્કૃતિની માફક વિશ્વની અનેક સંસ્કૃતિઓમાં પણ પૂર્વજોની વાત જોવા મળે છે. પૂર્વજ દેવતુલ્ય મનાય છે. એ રીતે પૂર્વજ એક પરંપરા છે, સંસ્કૃતિ છે, ભૂતકાળ છે, વારસો છે, વડીલ છે, જ્ઞાન છે, ડહાપણ છે. પરંતુ આજનો માણસ પૂર્વજોથી કેવો વિમુખ થયો છે એની વેદના ‘પૂર્વજો’માં વ્યક્ત થઈ છે.

‘રાત પડે ને/ચોતરે/પૂર્વજો ભેગા થઈ/રાહ જોતા હોય છે/ગામલોકો એમની પાસે આવે એની.’
'''‘રાત પડે ને/ચોતરે/પૂર્વજો ભેગા થઈ/રાહ જોતા હોય છે/ગામલોકો એમની પાસે આવે એની.’'''
પૂર્વજો પાસે તમામ વાતના ઉકેલ છે પણ લોકોને એમાં રસ નથી. અપિતુ કવિ ઇચ્છે છે કે એમના પૂર્વજો પાછા આવે. માર્ગદર્શન આપે. કારણ એ જાણે છે કે ‘જ્યારે શબ્દો અર્થ વ્યક્ત ન કરી શકે ત્યારે/દેવો કામ ન લાગે/ત્યારે પૂર્વજો કામ લાગે/જે સ્વર્ગમાં રહે એ આપણા શબ્દને/કઈ રીતે જોઈ શકે/આપણા જગત સાથે?’ અર્થાત દેવો તો દૂરસુદૂર છે જ્યારે પૂર્વજો સાથે આપણે આનુવંશિક રીતે લોહીના સંબંધે જોડાયેલા છીએ. અને એથી કવિની દૃષ્ટિએ પૂર્વજો દેવો કરતા આપણી વધુ નિકટ છે.

કવિની જેમ કોઈક બીજું પણ પૂર્વજો માટે ચિંતિત છે. ‘એક ડાહ્યો માણસ’ એ પૂર્વજોને પાછા વાળવા બૂમો પાડે છે. ત્યાં જ આકાશવાણી થાય છે કે ‘હે નગરજનો તમે ચિંતા ન કરો/અમે તમારા નવા પૂર્વજો ઊભા કરી દીધા છે./એ પૂર્વજો તમારા આજ્ઞાંકિત બનીને રહેશે તમારી સાથે.’

Line 85: Line 86:
‘મારે હજી જનમવાને થોડીક વાર હતી’ કાવ્યમાં ઈશ્વરે માણસને જગતમાં ફેંકી દીધો છે, એની કોઈ દરકાર એ કરતો નથી અને માણસે આખું જીવન ઈશ્વરે નક્કી કર્યું છે એ મુજબ જીવવાનું છે એ પ્રકારનું આલેખન છે. ઈશ્વર દરજીને બોલાવીને કહી દે છે કે આનું જીવન આ માપ પ્રમાણે સીવી દો. માપ બંધ બેસે કે નહીં એ ઈશ્વરનો પ્રશ્ન નથી. માણસે એ માપ પ્રમાણે જીવવાનું છે-એને ગમે કે ના ગમે. માણસમાત્રની આ નિયતિ છે, એનું માપ અર્થાત એનું જીવન એની રીતે જીવવાનો એને અધિકાર નથી ને એનો અનિવાર્યપણે સ્વીકાર કરવાનો છે.

કવિ કહે છે કે ‘મને ખબર નથી કે એમાં કોનો વાંક હશે. પણ હું જન્મ્યો ત્યારથી રોજરોજ થીંગડાં મારીને જીવન જીવી રહ્યો છું. હજુ પણ હું રોજ સવારે ઊઠીને સૌ પહેલું કામ થીંગડાં મારવાનું જ કરતો હોઉં છું.’ અહીં આવતું થીંગડું જીવનમાં કરવા પડતા એકાધિક સમાધાનોનું પ્રતીક પણ બને છે. માનવજીવનની કરુણતા અહીં સીધા કથન દ્વારા પ્રગટ થઈ છે.  

૨૦૨૪માં આવેલા કાવ્યસંગ્રહ લખવું એટલે કે ...ને બાબુ સુથાર મુક્ત ‘અર્થતંત્રના પ્રભાવ હેઠળ’ ‘કાવ્યાનુભવમાં accelerationનો મહિમા’ થવા લાગ્યો છે એનો ‘પ્રતિકાર કરવાના પ્રયાસ’ રૂપે મૂકે છે એ નોંધવું જોઈએ. લખવું એટલે શું? લખવું એટલે મરણ પામવું, ગળે ઘંટીનું પડ બાંધીને કાગળની સફેદાઈમાં તરવું, કહેવતોના તોરણોથી ભાષાને શણગારવી, મૃત સમયની મોંઢામોઢ થવું, અનાથ ‘ળ’ અને ‘ણ’ને ગળે વળગાડવા, ઈશ્વરની પીડાને મનુષ્યની પીડા બનાવવી વગેરે વાત આ લઘુકાવ્યોમાં વ્યક્ત થાય છે.
૨૦૨૪માં આવેલા કાવ્યસંગ્રહ લખવું એટલે કે<ref>આ સંગ્રહને ગાંધીનગર સાહિત્યસભાના દીપોત્સવ અંકમાં ‘શબ્દ ચાલીસા’ પ્રકાશીત થયા હતા એના અનુસંધાનમાં જોઈ શકાય.</ref>...ને બાબુ સુથાર મુક્ત ‘અર્થતંત્રના પ્રભાવ હેઠળ’ ‘કાવ્યાનુભવમાં accelerationનો મહિમા’ થવા લાગ્યો છે એનો ‘પ્રતિકાર કરવાના પ્રયાસ’ રૂપે મૂકે છે એ નોંધવું જોઈએ. લખવું એટલે શું? લખવું એટલે મરણ પામવું, ગળે ઘંટીનું પડ બાંધીને કાગળની સફેદાઈમાં તરવું, કહેવતોના તોરણોથી ભાષાને શણગારવી, મૃત સમયની મોંઢામોઢ થવું, અનાથ ‘ળ’ અને ‘ણ’ને ગળે વળગાડવા, ઈશ્વરની પીડાને મનુષ્યની પીડા બનાવવી વગેરે વાત આ લઘુકાવ્યોમાં વ્યક્ત થાય છે.
અહીં ક્યાંક ગુરુને પણ પ્રશ્ન છે કે ‘લખવું એટલે શું?’ ગુરુ જવાબ આપે છેઃ ‘લખવું એટલે/બીજમાં વૃક્ષને બદલે/નિસરણી જોવી/અને એ નિસરણી પર ચડી/ ‘બીજને તળિયે જવું’/ ‘બીજને તળિયે શું હોય ગુરુ’/ ‘બીજી નિસરણી.’

આપણે વૃક્ષમાંથી બીજ લેવાને બદલે નિસરણી બનાવતા થઈ ગયા છીએ એવા પર્યાવરણીય સંદર્ભની સાથે પૂરોગામી/પૂર્વસુરિના પ્રતીકરૂપે પણ નિસરણીને જોઈ શકાય. નિસરણીનું પ્રતીક બાબુ સુથારના એકાધીક કાવ્યોમાં જોવા મળે છે એ નોંધવું જોઈએ. નિસરણી વડે ચડવાનું હોય અને ઊતરવાનું હોય પણ સાથે લઈ જવાની ન હોય. એ એક આધાર માત્ર છે. એનાથી મુક્ત થવું અનિવાર્ય છે અન્યથા એનો ભાર લાગે. કોઈ પણ સર્જક પૂરોગામીનો પ્રભાવ ઝીલે પણ અમુક સમય પછી એમાંથી બહાર નીકળવું પડે, નહીં તો એ પુનરાવર્તન કર્યે જશે અને એનું સર્જકત્વ કેવળ પડઘા બનીને રહેશે.

Line 91: Line 92:
અહીં સંપાદનમાં લીધેલાં કાવ્યો કવિના સમગ્ર ભાવવિશ્વને સમજાવવામાં ઉપયોગી બને એ હેતુ રહેલો છે. બાબુ સુથાર જુદી તરાહથી લખતા સર્જક છે અને સમયાંતરે પોતાના ઉદ્દેશો સ્પષ્ટ કરતા રહે છે. એમનાં કાવ્યોમાં ભાવકને અપેક્ષિત સૌંદર્ય કદાચ કોઈને ન દેખાય. કારણ કે મોટા ભાગે સાહિત્ય વિશેની આપણી સમજણ પ્રમાણે સાહિત્ય અર્થવાહક અને સૌંદર્યવાહક એમ બે પાસાં ધરાવતું હોવું જોઈએ. પણ કવિ આ વ્યવસ્થાનો અસ્વીકાર કરે છે. વાસ્તવમાં અસ્તિત્વ ન ધરાવતા તદ્દન નવા વાસ્તવની શોધની મથામણને કેન્દ્રમાં રાખી વર્તમાન ઐતિહાસિક ઘટના અને સંસ્કૃતિને કારણે ઊભી થયેલી વિકટ પરિસ્થિતિ અને તેની સામે લાચાર માનવના સંયોગોની પ્રતિક્રિયારૂપે જન્મેલું તેમનું કાવ્યજગત સર્વથા આત્મલક્ષી અને અંતર્મુખી છે. જેમ વેરવિખેર લાગતાં સ્વપ્નમાં સ્થળકાળના બંધન ન હોય, અસંબદ્ધ લાગતી વિગતો હોવા છતાં તેમાં એક પ્રકારની તર્કબદ્ધતા હોય તેમ સર્જનપ્રક્રિયામાં પણ બનતું હોય છે. તંદ્રા, સ્વપ્ન, જાગૃતિ, વાસ્તવ, અતિવાસ્તવ, સ્વૈરકલ્પના, મિથ, સનાતન માનવલાગણીઓ, શબ્દો-વાક્યોના મોન્તાજકૉલાજ, અતીતરાગ વગેરેથી ખચિત બાબુ સુથારના કાવ્યોની સૃષ્ટિ અનેક અંગત અને બિનગંત સંદર્ભો સાથે લઈને ચાલે છે. આ સંદર્ભોથી જો ભાવક પૂરતો પરિચિત ન હોય તો કૃતિ પામવામાં વ્યવધાન અનુભવે એવી સંભાવના નકારી શકાય એમ નથી. ભૂલાતું જતું એક જગત એના સમગ્ર સાથે ઉપસ્થિત છે. મધ્યકાલીન સંતકવિઓ, નરસિંહ, મીરાં, અખો, ગંગાસતી, બોડાણા, ધીરોભગતની સાથે રાવજી પટેલ પણ આવે. ન્યુટનની સાથે, સરરીઅલિસ્ટ ચિત્રકાર ફ્રાન્સિસ બેકન, વાન હોખ, માર્શલ દુશેમ, પાબ્લો નેરુદા પણ હોય.... અહીં આ બધાની અથડામણ છે. વિજ્ઞાન અને કલાની પ્રગતિ માણસને વધુ એકલો બનાવે છે/પાડે છે. અને એટલે એ પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે સેતુ સ્થાપવાના પ્રયત્નો કરે છે. દરેક માણસમાં રહેલો noble savage કવિમાં વિશેષરૂપે હોય છે જે એની સર્જકતા અને અતીતરાગને વધુ તીવ્ર બનાવે. આપણું સાહિત્ય, આપણી ભાષા આ જગત સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. તેમણે આલેખેલું તળપદ-ગ્રામીણ જીવનનું સ્મૃતિવિશ્વ તેમના કાવ્યવિશ્વને વધુ સમૃદ્ધ અને સભર બનાવે છે. બાબુ સુથારની કાવ્યસૃષ્ટિમાં સતત સાહિત્ય, ભાષા, જોડણી, સમાજ, રાજકારણ, રાજનેતાઓ, ધર્મ ઇત્યાદિની જિકર પુનરાવર્તન પામીને ય થયા કરે છે. જો કે પુનરાવર્તન વિશે એ કહે છે કે હું કેટલાંક પુનરાવર્તનો જાણીજોઈને કરતો હોઉં છું. એનું પણ એક કાવ્યશાસ્ત્ર હોય છે. રાજકારણ પણ હોય છે. ભલે. આપણે એમની પાસેથી પુનરાવર્તનના કાવ્યશાસ્ત્રની અપેક્ષા રાખીએ.

{{Poem2Close}}
{{Poem2Close}}
'''નોંધ'''
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2