બાળ કાવ્ય સંપદા/હું તો નાચું રે...: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 24: | Line 24: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઊડું ઊડું | ||
|next = વા વા વંટોળિયા | |next = વા વા વંટોળિયા | ||
}} | }} | ||
Latest revision as of 01:36, 19 April 2025
હું તો નાચું રે...
લેખક : એની સરૈયા
(1917-1985)
ઝીણું ઝીણું ઝાંઝર મેં તો પાયે પ્હેર્યું રે,
કાને કુંડળ કંચન કેરું લ્હેરે લ્હેર્યું રે :
છુમછુમ છનનન
છુમછુમ છનનન
હું તો નાચું રે,
હું તો નાચું રે!
ઝીણી ઝીણી તારક ભાતની ઓઢણી ઓઢી રે,
સ૨વ૨ તીરે પોયણી સંગે હું તો પોઢી રે :
છુમછુમ છનનન
છુમછુમ છનનન
હું તો નાચું રે,
હું તો નાચું રે !
મીઠી મીઠી કુંજે કોયલ વેણુ વાગી રે,
આંબા ડાળે મંજરી સંગે લગની લાગી રે :
છુમછુમ છનનન
છુમછુમ છનનન
હું તો નાચું રે,
હું તો નાચું રે !