સાહિત્યિક તથ્યોની માવજત/સાહિત્યિક તથ્યોની માવજત: Difference between revisions

+1
 
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 2: Line 2:

{{Heading|સાહિત્યિક તથ્યોની માવજત}}
{{Heading|સાહિત્યિક તથ્યોની માવજત}}
<center>
{|style="background-color: ; border: 1px solid #000000; width:80%; padding:10px"
|<small>''વિવેચનની આજની સ્થિતિ; કૃતિલક્ષી વિવેચનમાં હકીકતોનું મૂલ્ય; હકીકતનિષ્ઠ સર્જક-અભ્યાસનાં સુફલ; મધ્યકાલીન સાહિત્યની શુદ્ધિવૃદ્ધિ; હકીકત સાથે કામ પડવાની તાલીમ; મધ્યકાલીન સાહિત્યનું બદલાયેલું દર્શન; અર્વાચીન સાહિત્ય વિશેની હકીકતોના પ્રશ્નો; શાસ્ત્રશુદ્ધ માહિતી આપવાનું કેમ બનતું નથી?; સામગ્રી રજૂઆતનાં ધોરણો સ્થાપીએ; મુદ્રણશુદ્ધિ અને જોડણીસુધાર; ભૂલો સુધારવાની તત્પરતા છે ખરી?; પાયાનાં જ્ઞાનસાધનો ઊભાં કરીએ''</small>
|}
</center>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 12: Line 18:
વિવેચનની પ્રવૃત્તિ માટે આજે કટોકટીભરી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહેલું જણાય છે. એક બાજુથી આપણે પશ્ચિમમાં રોજેરોજ નવી અસ્તિત્વમાં આવતી સાહિત્યિક વિચારસરણીઓની ભીંસ અનુભવીએ છીએ ને એથી આપણા વિવેચનને કોઈ સ્થિર ભૂમિકા પ્રાપ્ત થતી નથી. ચુસ્ત વૈજ્ઞાનિક વિશ્લેષણની પદ્ધતિઓને વિકસાવતું વિવેચન જાણે વિશેષજ્ઞ-પ્રવૃત્તિ બનવા લાગ્યું છે અને વિશાળ વાચક-વર્ગ સાથેનો એનો નાતો આછો ને આછો થતો જાય છે. બીજી બાજુથી, ગુજરાત સાહિત્ય અકાદમીની ઉદાર સહાયને કારણે ઘણા એવા વિવેચનસંગ્રહો આપણી સમક્ષ આવી રહ્યા છે જેમાં સરેરાશ અધ્યાપકની વર્ગનોંધોથી કશું વિશેષ હોતું નથી. વિધિવક્રતા તો એ છે કે મોટા પ્રમાણમાં વિવેચનસંગ્રહો બહાર આવી રહ્યા છે ત્યારે એના માટેનું બજાર તૂટી રહ્યું છે. કૉલેજશિક્ષણના વિસ્તારને કારણે વિવેચનગ્રંથો માટેનું એક બજાર ઊભું થયું હતું, પણ હવે ભાષાસાહિત્યનો અભ્યાસ પાંખો થઈ રહ્યો છે, ને કૉલેજ-ગ્રંથાલયોનાં બજેટ પણ ટાંચાં બની રહ્યાં છે, એટલે એ બજાર તૂટવા લાગ્યું છે ને પુસ્તક છપાવીને ભેટ આપી દેવા જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. વિવેચનની પ્રવૃત્તિને લોકાશ્રય તો રહ્યો જ નથી, ઘણાં વર્તમાનપત્રો સાહિત્યની કટાર ચલાવવા હવે ઉત્સુક નથી. શિક્ષણ સંસ્થાઓનો આશ્રય ઓછો થઈ રહ્યો છે. ને આપણાં કેટલાંક સાહિત્યસામયિકો બંધ થતાં વિદ્વત્પ્રવૃત્તિ તરીકે એને મળતો આધાર પણ જાણે ખસી જઈ રહ્યો છે. સાહિત્ય પરિષદમાં પણ ‘વિવેચન’ અને ‘સંશોધન’ એવા બે વિભાગોને સ્થાને એક વિભાગ થઈ ગયો એયે વિવેચનને મળતી જગ્યા ઓછી થયેલી ન ગણાય?

વિવેચનની આ સ્થિતિ પ્રથમ દૃષ્ટિએ આપણને લાગે છે એટલે ચિંતાજનક ન પણ હોય. એક પ્રકારનો ફુગાવો થયો હતો તે શમી જતાં વિવેચનની પ્રવૃત્તિ ધીમા શાંત પ્રભાવે પણ ધીરગંભીર રીતે ચાલતી થાય. વિવેચનને ટકી રહેવા માટેની નવી ભૂમિકાઓ પણ પ્રાપ્ત થાય. વસ્તુતઃ આજના યંત્રવૈજ્ઞાનિક ને સમૂહમાધ્યમોના પ્રસારના યુગમાં પ્રજાજીવનમાં સાહિત્યનું સ્થાન અને મૂલ્ય પણ બદલાઈ રહ્યાં છે – સાહિત્ય સામે તેમ સાહિત્યવિવેચન સામે ઘણા નવા પડકારો ઊભા થઈ રહ્યા છે. આપણી પરિસ્થિતિના કેટલાક વિશિષ્ટ પ્રશ્નો પણ છે – સાહિત્યમાં પરદેશી પ્રભાવ અને પોતાપણું, સાહિત્ય અને સમકાલીન સમાજજીવનનો. સંબંધ, વિવિધ પ્રજાવર્ગોના સંદર્ભમાં સાહિત્યની વિભાવના, કેળવણીનો પાયો વિસ્તૃત થતાં ઊભી થયેલી સાહિત્યશિક્ષણની સમસ્યાઓ, સમૂહમાધ્યમોએ ઊભી કરેલી સાહિત્ય માટેની નવતર પરિસ્થિતિઓ, સાહિત્ય પ્રત્યેના રચનાલક્ષી અને જ્ઞાનલક્ષી અભિગમો, વિવેચનના નૂતન ઉન્મેષો ને એમની ઉપયુક્તતા વગેરે. આ બધા પ્રશ્નોની ચર્ચા કરવાનો અત્રે અવકાશ નથી અને મારી સજ્જતા પણ નથી. પરંતુ હું, કેટલાક સમયથી મને સાહિત્ય-અભ્યાસના એક વિશિષ્ટ અનુભવમાં મુકાવાનું થયું છે એને અનુલક્ષીને થોડીક વાતો કરીશ.

કૃતિલક્ષી વિવેચનમાં હકીકતોનું મૂલ્ય  
{{Poem2Close}}
'''કૃતિલક્ષી વિવેચનમાં હકીકતોનું મૂલ્ય'''
{{Poem2Open}}
આપણા આ સમયમાં સાહિત્યકૃતિની સ્વાયત્તતા પર ઘણો ભાર મુકાઈ રહ્યો છે અને આસ્વાદમૂલક કે વિશ્લેષણપરક કૃતિલક્ષી વિવેચનની સવિશેષ પ્રતિષ્ઠા થઈ રહી છે. વિવેચનની આ પદ્ધતિમાં સાહિત્યકૃતિવિષયક અન્ય હકીકતોની ઉપેક્ષા કરવાનું વલણ હોય છે. આ વલણ કેટલે અંશે ઇષ્ટ છે એ વિશે મારા મનમાં શંકા છે. હું જોઉં છું કે સાહિત્યકૃતિની બહારની હકીકત સાથે અમારે કંઈ લેવાદેવા નથી એમ માનનાર વિવેચકના ચિત્તમાં પણ કેટલીક હકીકતો પડેલી જ હોય છે અને એ હકીકતો એને સાચી કે ખોટી દિશામાં દોરતી પણ હોય છે. કાન્તના ‘ઉપહાર’ કાવ્યની શુદ્ધ કૃતિલક્ષી વિવેચના કરવાની પ્રતિજ્ઞા સાથે પ્રવૃત્ત થનારના મનમાં કાન્તનો બલવંતરાય સાથેનો મૈત્રીસંબંધ વિચ્છિન્ન થયો હતો એ હકીકત નથી પડેલી હોતી એમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. છેલ્લી બે પંક્તિઓનું અર્થઘટન એ જે રીતે કરે છે તે પરથી આ કળાય છે. છેલ્લી બે પંક્તિઓ આ પ્રમાણે છે :

Line 46: Line 54:
કોશને કારણે મધ્યકાળની એટલી વિપુલ સાહિત્યસામગ્રીની વચ્ચે અમને મુકાવાનું થયું છે કે અમારું મધ્યકાળના સાહિત્યનું દર્શન જાણે બદલાઈ ગયું છે. થોડા સમય પહેલાં મધ્યકાળના સાહિત્યમાં જૈનોના પ્રદાન અંગે મેં લેખ કરેલો અને જૈન સાહિત્યની આપણા સાહિત્યના ઇતિહાસોમાં પર્યાપ્ત નોંધ નથી લઈ શકાઈ એની ફરિયાદ કરેલી. કેટલાક લોકોને એમ લાગ્યું, કે મારો આમાં જૈન તરીકેનો પક્ષપાત વ્યક્ત થાય છે. મધ્યકાળમાં જૈન સાહિત્યનું પ્રમાણ અસાધારણ મોટું હોવાથી એની નોંધ લેવાનો પ્રશ્ન થોડો વિશિષ્ટ બની જાય છે, પરંતુ વસ્તુસ્થિતિ એવી છે કે મધ્યકાળના સાહિત્યમાં વૈષ્ણવોનું પ્રદાન, કંઠસ્થ પરંપરાના ભજનિક ને સંતકવિઓનું પ્રદાન, ખોજા કે ઇસ્માઈલી સંતોનું પ્રદાન, અરે, સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રદાન એ વિશે પણ લેખો કરવાનું મને મન થાય છે. એટલે કે આવા ઘણા સાહિત્યપ્રવાહોને આપણે આપણા સાહિત્યના ઇતિહાસોમાં જગ્યા આપી શક્યા નથી કે એને પૂરતો ન્યાય કરી શક્યા નથી એમ મને લાગ્યા કરે છે કદાચ બ્રાહ્મણ – પરંપરાના સાહિત્ય તરફ, પૌરાણિક કથા ને ભક્તિના, વેદાન્તના ને લોકવાર્તાના સાહિત્ય તરફ આપણું વધારે લક્ષ રહ્યું છે. વ્યાપક લોકરુચિમાં તો બરાબર, પણ આપણા સાહિત્યવિવેચનમાં અને સાહિત્ય-ઇતિહાસોમાં પણ પાંચસાત મોટા કવિઓ જ વધુમાં વધુ જગા રોકે છે. આનું કારણ એ છે કે સાહિત્યની ઘણીબધી સામગ્રી સુધી હજુ આપણે પહોંચી જ શક્યા નથી. પ્રાણનાથ સ્વામીનો દાખલો મેં આ પૂર્વે ટાંકેલો છે. ઇસ્માઈલી સંત ઇમામશાહના સાહિત્ય વિશે આપણે શું જાણીએ છીએ? રવિસાહેબનો આપણે પરિચય ‘સોરઠી સંતવાણી’ જેવા ગ્રંથોમાં છપાયેલાં એમનાં થોડાંક પદો-ભજનો પૂરતો જ મર્યાદિતને? એમનાં ૪૦૦ જેટલાં પદો ને ‘રવિગીતા’ ‘કવિતછપ્પય’ જેવી દીર્ઘ કૃતિઓ છપાયેલી છે એ આપણા કેટલા અભ્યાસીઓ પણ જાણતા હશે? કંઠસ્થ પરંપરાના કવિઓની અમે લાંબી યાદી કરી એ વિષયના કેટલાક જાણકારોને મોકલેલી-અમને મદદરૂપ થવાની વિનંતી સાથે. જયમલ્લભાઈ પરમારે એ યાદી જોઈને મને લખ્યું કે રૂખડિયા સંતકવિઓની આપણા સાહિત્યમાં પહેલી વાર નોંધ લેવાશે એ જાણીને મને ઘણો આનંદ થાય છે.

તાત્પર્ય એ છે કે ઘણી સાંપ્રદાયિક ને અન્ય સાહિત્યપરંપરાઓ, ઘણા નાના મોટા કવિઓ, ઘણી કોઈ ને કોઈ રીતે નોંધપાત્ર ઠરે એવી કૃતિઓ મધ્યકાલીન સાહિત્યના આપણા અભ્યાસથી હજુ ઓઝલ રહી છે. સાહિત્યકોશને નિમિત્તે ઘણું કામ થયું છે, છતાં સાહિત્યકોશના કામને પણ કેટલીક મર્યાદાઓ સ્વાભાવિક રીતે જ વળગેલી છે. એને ઘણી સામગ્રી પ્રાપ્ત થઈ છે છતાં બધી સામગ્રી પ્રાપ્ત થઈ નથી. મધ્યકાલીન સાહિત્યની બધી સામગ્રીનો આપણે અભ્યાસ કરી શકીશું ત્યારે આપણા સંસ્કારજીવનનું, આપણી કાવ્યપ્રણાલિકાઓનું અને આપણી સાહિત્યિક સિદ્ધિનું જે ચિત્ર ઊભું થશે તેમાં ઘણા જુદા ને નવા રંગો હશે.

અર્વાચીન સાહિત્ય વિશેની હકીકતોના પ્રશ્નો
{{Poem2Close}}
'''અર્વાચીન સાહિત્ય વિશેની હકીકતોના પ્રશ્નો'''
{{Poem2Open}}
અર્વાચીન સાહિત્યના અભ્યાસના પ્રશ્નો જુદા હોય એ સ્વાભાવિક છે. અર્વાચીન સાહિત્યની વધુ સામગ્રી પ્રાપ્ય છે તે ઉપરાંત એનાં વિવિધ અંગોના નાનામોટા અભ્યાસો પણ થયા છે. તેથી માહિતીના પ્રશ્નો અર્વાચીન સાહિત્ય પરત્વે ઓછા નડે એ સાચી વાત છે, છતાં એ સાવ ઓછા નહીં હોય એવો મને વહેમ છે. બટુભાઈ ઉમરવાડિયા વિશે મારે એક વખતે એક નાનકડી નોંધ તૈયાર કરવાનો પ્રસંગ આવ્યો હતો ત્યારે માહિતીભિન્નતાના ને શંકાસ્પદ માહિતીના દશબાર મુદ્દાઓ મારી સમક્ષ ઉપસ્થિત થયા હતા. આ મુદ્દા બટુભાઈના જીવનપ્રસંગોનાં વર્ષને લગતા, એમની કૃતિઓનાં શીર્ષક અને પ્રકાશનવર્ષને લગતા, એમનાં તખલ્લુસને લગતા ને એમના નામે નોંધાયેલાં પુસ્તકોના ખરેખરા પ્રકાશનને લગતા હતા. મેં જોયું કે લેખક પોતે પણ કેટલીક વાર નાનામોટા માહિતીદોષ કરે છે. જેમકે, બટુભાઈના પહેલા નાટકસંગ્રહનું નામ એ ગ્રંથ પર ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ‘ચાર નાટકો’ એમ છે, જ્યારે લેખક પોતે પછીના સંગ્રહોમાં એ ગ્રંથનો ઉલ્લેખ ‘મત્સ્યગંધા’ અને ‘ગાંગેય’ એ રીતે જ કરે છે. સાચું ગ્રંથનામ તો ગ્રંથ પર હોય એ જ ગણાયને? આ દાખલો હું એટલા માટે આપું છું કે હકીકતની પૂરેપૂરી ચોકસાઈ એ શી ચીજ છે એનો ખ્યાલ આવે. હકીકતની એક હકીકત તરીકે નોંધ લેવાની હોય ત્યારે આવી ચોકસાઈથી જ લેવી જોઈએ. એક નાનકડો ફેરફાર પણ ભવિષ્યમાં આપણે માટે શી મૂંઝવણ ઊભી કરશે એ આજે કહી ન શકાય.

એકલા બટુભાઈ ઉમરવાડિયામાં જ હકીકતોના દશબાર સવાલો ઊભા થતા હોય તો આખા અર્વાચીનકાળમાં કેટલા ઊભા થાય? મને એવું સ્મરણ છે કે ‘ગુજરાતના સારસ્વતો’ પ્રગટ થયા પછી પ્રકાશ વેગડે એમાં નોંધાયેલી લેખકોની જન્મતારીખોથી અન્યત્ર જુદી માહિતી મળતી હતી તેની એક લાંબી નોંધ પ્રગટ કરી હતી. જન્મતારીખો ઉપરાંત બીજી અનેક બાબતોમાં આવી સ્થિતિ નીકળી આવવા સંભવ છે. અધિકૃત માહિતી આપતો અર્વાચીન સાહિત્યનો પણ કોશ તૈયાર કરવો હોય – અને એક વખત તો એ કામ કરવું જ જોઈએ – તો હકીકતના મૂળ આધાર સુધી જવું જેઈએ, સરતચૂકથી, છા૫ભૂલથી હકીકતનું સ્વરૂપ બદલાઈ ગયું તો નથીને એ ચકાસવું જોઈએ. પ્રકાશિત ગ્રંથોની બાબતમાં એની પહેલી આવૃત્તિને જોઈને જ એના વિશે માહિતી આપવી જોઈએ. હકીકતોની ઉપેક્ષા કરીને સાહિત્યનો યથાર્થ ઇતિહાસ કેવી રીતે રચી શકાય?

શાસ્ત્રશુદ્ધ માહિતી આપવાનું કેમ બનતું નથી?
{{Poem2Close}}
'''શાસ્ત્રશુદ્ધ માહિતી આપવાનું કેમ બનતું નથી?'''
{{Poem2Open}}
પણ સવાલ એ છે કે હકીકતનું એવું મૂલ્ય આપણા મનમાં વસ્યું છે ખરું? હકીકતોની ચોકસાઈ કરવાનો આપણે આગ્રહ રાખીએ છીએ? પ્રમાણભૂત હકીકત અને અનુમાનને અળગાં રાખતાં આપણને આવડે છે? લેખકની કે કૃતિની માહિતી આપવાની હોય ત્યારે કેટલી અને કેવી રીતે આપવી એનાં કોઈ ધોરણો આપણે સ્થાપિત કરી શક્યા છીએ ખરા? માહિતીદોષ થયો હોય ત્યાં એ સુધારી લેવાની આપણી તત્પરતા હોય છે ખરી? પ્રમાણભૂત હકીકતો હાથવગી બને એવી સાધનસામગ્રી આપણે ઊભી કરીએ છીએ ખરા? મને આ બધી બાબતોમાં શંકા છે.

કોશના અમારા અનુભવમાં શાસ્ત્રશુદ્ધ માહિતી આપવાના પ્રયાસો અમારી નજરે ઓછા ચડ્યા છે ને અપરીક્ષિત સામગ્રીનો સંચય કરવાના પ્રયાસો વધારે નજરે ચડ્યા છે. મધ્યકાળના સાહિત્યની કેટલીબધી નાનીમોટી સૂચિઓ અવારનવાર તૈયાર થયેલી છે? પણ પ્રત્યક્ષ સામગ્રી જોઈને, ચકાસણીપૂર્વક શાસ્ત્રીય ઢબે થયેલી સૂચિઓ કેટલી ઓછી? પ્રત્યક્ષ અવલોકનપૂર્વક મધ્યકાળની સાહિત્યસામગ્રી આપનાર જૈન સાહિત્ય પરત્વે મોહનલાલ દલીચંદ દેશાઈ અને જૈનેતર સાહિત્ય પરત્વે શ્રી કે. કા. શાસ્ત્રી. એટલે જ મધ્યકાળના સાહિત્ય વિશે લખવાનું થાય ત્યારે અનેક ગૌણ વીગતો પરત્વે વધારે તો આ બે આદ્ય પુરુષોનો જ આધાર આપણે લેવો પડે છે. પણ પેલી, ચકાસણી કર્યા વગરની યાદીઓનો ઉપયોગ આપણે ટાળી શકતા નથી ને સાચીખોટી માહિતીમાં આપણે ફસાવાનું થાય છે. એમાંથી બચવાનો માર્ગ પણ આપણને જડતો નથી.

Line 62: Line 74:
{{Poem2Open}}
{{Poem2Open}}
કોશનું કામ અઘરું બનાવવામાં એની આધારસામગ્રીમાં રહી ગયેલા મુદ્રણદોષોનો પણ ઠીકઠીક ફાળો છે. સંખ્યાઓમાં તો એકાદ આંકડાની આઘાપાછી પણ કેવો ઉલ્કાપાત સર્જી નાખે? મુદ્રણશુદ્ધિનીયે કાળજી ન રાખી શકનાર પ્રજા પાસે બીજાં ધોરણોની આશા કેવી રીતે રાખી શકાય? ઉમાશંકર જોશીને ‘સંસ્કૃતિ’નું પ્રૂફ ચીવટથી ને ચોકસાઈથી જોતા જાણીને આપણને આનંદ થાય. ડૉ. ભાયાણી ‘ભાષાવિમર્શ’ની સામગ્રીને કાળજીથી જોઈ તપાસીને, અંગ્રેજી શબ્દોની ગુજરાતી જોડણી, ભાષા વગેરેની દૃષ્ટિએ બરાબર સુધારીને જ પ્રેસમાં મોકલે એ જોઈને આપણને પ્રેરણા મળે. પણ આપણા ‘પરબ’માં આવતી ઘણીબધી છાપભૂલો પરત્વે એના તંત્રી ભોળાભાઈ પટેલ તો અત્યંત હળવાફૂલ રહી ફરી શકે. રઘુવીર મંત્રી હતા ત્યારે મેં ધમકી આપેલી કે મારે આ વિશે જાહેરમાં લખવું પડશે ત્યારે એમણે એક કાર્યક્ષમ વ્યવસ્થા ઊભી કરી હતી પણ એ લાંબું ન ચાલી, હમણાં શ્રી ચી. ના પટેલે મારી પાસે પરિષદ પ્રકાશિત ‘ગદ્યસંચય’ના બીજા ભાગમાં રહી ગયેલી ગંભીર છાપભૂલો વિશે ફરિયાદ કરી અને આગ્રહ કર્યો કે હું મારા વ્યાખ્યાનમાં આ મુદ્દો સમાવી લઉં એટલું જ નહીં પરિષદ જેવી સંસ્થા મુદ્રણ અંગેની સર્વ બાબતોને આવરી લેતી, અંગ્રેજીમાં ‘સ્ટાઇલ મેન્યુઅલ’ હોય છે તેવી, પુસ્તિકા તૈયાર કરે એવું સૂચન પણ કરું. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનાં ગુજરાતી પ્રકાશનોમાં પણ કેટલીક વાર ઘણા મુદ્રણદોષો રહી જાય છે. એણે તો લેખક ઉપર પ્રૂફની જવાબદારી નાખી છે. મારે કહેવું પડ્યું કે લેખક સારો પ્રૂફરીડર હોય એવું કેમ માની લેવાય? આપણા લેખકો સારી પ્રેસકોપી પણ તૈયાર કરી શકતા નથી. માટે પ્રૂફરીડિંગની કાર્યક્ષમ વ્યવસ્થા અકાદમીની પોતાની જ હોવી જોઈએ. પણ મને વિશ્વાસ બેસતો નથી કે અકાદમી આવી કોઈ વ્યવસ્થા નિપજાવે.

નવજીવન જેવી થોડીક સંસ્થાઓ જ આપણે ત્યાં હશે જે મુદ્રણ અંગેનાં ધોરણો એકંદર જાળવી રહી છે. જોકે સારા પ્રૂફરીડર ઓછા થતા ગયા હોવાની ફરિયાદ સતત સાંભળવા મળે છે. મને થાય છે કે આપણી ઉચ્ચ સાહિત્યસંસ્થાઓ પણ શુદ્ધ જોડણીથી પોતાનાં પ્રકાશનો છાપી શકતી ન હોય તો આપણે આપણી જોડણી વિશે ફેરવિચાર કરવાનો સમય પાકી ગયો ન કહેવાય? મારું તો દૃઢ મંતવ્ય છે કે ગુજરાતી ભાષામાં હ્રસ્વ-દીર્ઘ ઈ-ઉનો ભેદ હવે નકામો થઈ ગયો છે. હ્રસ્વ-દીર્ઘ ઈ-ઉની જોડણીના નિયમો, પેટા નિયમો, અપવાદો અને છેવટે સ્વરભાર કે પ્રચલિતતાને લક્ષમાં લેવાની જોગવાઈ સમગ્ર વ્યવસ્થાને એવી જટિલ કરી નાખે છે કે ભલભલા પ્રૂફરીડરો પણ ક્યાંક ને ક્યાંક ગોથું ખાઈ ગયા વિના રહેતા નથી. જોડણીમાં એક જ ઈ ને ઉ. રાખીએ તો વિદ્યાર્થીઓને કેવા ત્રાસમાંથી ને શિક્ષકોને કેવા નકામા શ્રમમાંથી આપણે બચાવી શકીએ તથા ભવિષ્યની પેઢીઓના કેવા આશીર્વાદ આપણા ઉપર ઊતરે એની કલ્પનાથી પણ મારું મન રોમાંચ અનુભવે છે. બીજા કેટલાક મિત્રો પણ આ રીતે વિચારે છે ને મારું સ્મરણ છે કે ડૉ. ભાયાણીએ અને આપણા પ્રમુખશ્રીએ પણ મારી સાથેની વાતચીતમાં આ વિચાર સાથે સંમતિ દર્શાવેલી.<ref>૧. પૂનામાં આ વ્યાખ્યાન અપાય તે પૂર્વે ડૉ. ભાયાણીનો સંદેશો મને મળેલો કે જોડણીસુધારની આ વાત સાથે એ સંમત નથી. ઓછામાં ઓછું તદ્‌ભવ શબ્દોની જોડણીમાંથી હ્રસ્વદીર્ઘ ઈ-ઉના ભેદ કાઢી નાખવામાં એમને આપત્તિ નહોતી લાગી એવું મારું પાકું સ્મરણ છે. પણ પછી વધુ વિચાર કરતાં એમને એમાં પણ મુશ્કેલી જણાઈ હોય એમ બને.</ref> તો હવે પરિષદ જોડણીસુધારનું આ કામ સત્વરે ઉપાડી લે એવી આગ્રહભરી વિનંતી આ સ્થાનેથી કરવાની હું તક લઉં છું.
નવજીવન જેવી થોડીક સંસ્થાઓ જ આપણે ત્યાં હશે જે મુદ્રણ અંગેનાં ધોરણો એકંદર જાળવી રહી છે. જોકે સારા પ્રૂફરીડર ઓછા થતા ગયા હોવાની ફરિયાદ સતત સાંભળવા મળે છે. મને થાય છે કે આપણી ઉચ્ચ સાહિત્યસંસ્થાઓ પણ શુદ્ધ જોડણીથી પોતાનાં પ્રકાશનો છાપી શકતી ન હોય તો આપણે આપણી જોડણી વિશે ફેરવિચાર કરવાનો સમય પાકી ગયો ન કહેવાય? મારું તો દૃઢ મંતવ્ય છે કે ગુજરાતી ભાષામાં હ્રસ્વ-દીર્ઘ ઈ-ઉનો ભેદ હવે નકામો થઈ ગયો છે. હ્રસ્વ-દીર્ઘ ઈ-ઉની જોડણીના નિયમો, પેટા નિયમો, અપવાદો અને છેવટે સ્વરભાર કે પ્રચલિતતાને લક્ષમાં લેવાની જોગવાઈ સમગ્ર વ્યવસ્થાને એવી જટિલ કરી નાખે છે કે ભલભલા પ્રૂફરીડરો પણ ક્યાંક ને ક્યાંક ગોથું ખાઈ ગયા વિના રહેતા નથી. જોડણીમાં એક જ ઈ ને ઉ. રાખીએ તો વિદ્યાર્થીઓને કેવા ત્રાસમાંથી ને શિક્ષકોને કેવા નકામા શ્રમમાંથી આપણે બચાવી શકીએ તથા ભવિષ્યની પેઢીઓના કેવા આશીર્વાદ આપણા ઉપર ઊતરે એની કલ્પનાથી પણ મારું મન રોમાંચ અનુભવે છે. બીજા કેટલાક મિત્રો પણ આ રીતે વિચારે છે ને મારું સ્મરણ છે કે ડૉ. ભાયાણીએ અને આપણા પ્રમુખશ્રીએ પણ મારી સાથેની વાતચીતમાં આ વિચાર સાથે સંમતિ દર્શાવેલી.<ref>પૂનામાં આ વ્યાખ્યાન અપાય તે પૂર્વે ડૉ. ભાયાણીનો સંદેશો મને મળેલો કે જોડણીસુધારની આ વાત સાથે એ સંમત નથી. ઓછામાં ઓછું તદ્‌ભવ શબ્દોની જોડણીમાંથી હ્રસ્વદીર્ઘ ઈ-ઉના ભેદ કાઢી નાખવામાં એમને આપત્તિ નહોતી લાગી એવું મારું પાકું સ્મરણ છે. પણ પછી વધુ વિચાર કરતાં એમને એમાં પણ મુશ્કેલી જણાઈ હોય એમ બને.</ref> તો હવે પરિષદ જોડણીસુધારનું આ કામ સત્વરે ઉપાડી લે એવી આગ્રહભરી વિનંતી આ સ્થાનેથી કરવાની હું તક લઉં છું.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''ભૂલો સુધારવાની તત્પરતા છે ખરી?'''
'''ભૂલો સુધારવાની તત્પરતા છે ખરી?'''
{{Poem2Open}}
{{Poem2Open}}
જોડણીને એક ભાષાકીય તથ્ય તરીકે હું જોઉં છું, તેથી મારી વાતને હું છેક જોડણીસુધાર સુધી ખેંચી ગયો, પરંતુ મારી મુખ્ય વાત એ હતી કે હકીકતની શુદ્ધિ માટે આપણે પૂરતો આગ્રહ કેળવી શક્યા નથી. આ વાતનું સમર્થન હું એક બીજી રીતે પણ કરવા ઇચ્છું છું. કોઈ પણ કામ સંપૂર્ણ શુદ્ધ રીતે કરવું ઘણું મુશ્કેલ હોય છે. નાનીમોટી થોડી ભૂલો રહી પણ જાય. પણ એ ભૂલોની જાણ થયા પછી એ સુધારવા માટે જે કંઈ ઉપાયો હાથમાં હોય તે ઉપાયો કરવાની તત્પરતા આપણે બતાવીએ છીએ ખરા? ભૂલો વધારે હોય તો થયેલા કામને રદ કરવાની આપણામાં હિંમત હોય છે ખરી? ગાંધીજીએ ગોખલેના લેખોના નબળા અનુવાદની છપાયેલી નકલો પસ્તીમાં પણ ન કાઢતાં બળાવી મુકાવી હતી અને આ એ ગાંધીજી હતા જે વપરાયેલાં કવરોને પણ ફાડીને ઉપયોગમાં લેતા હતા. પ્રજાને સાચું જ્ઞાન, સાચી માહિતી ન આપી શકીએ પણ ખોટું જ્ઞાન, ખોટી માહિતી તો કેમ અપાય? ‘ગુજરાતના સારસ્વતો’ જેવા સંદર્ભગ્રંથનો તો કેટલાબધા લોકો – શિક્ષકો, પાઠ્યપુસ્તક તૈયાર કરનારાઓ, અધ્યાપકો, પત્રકારો – ઉપયોગ કરે? એમાં એક લેખકના નામે બીજા જ લેખકનો પરિચય હોય ને તેથી લેખક હયાત હોવા છતાં મૃત્યુ પામ્યાનું વર્ષ દર્શાવાય એ તો કેમ ચાલે? આવી નાનીમોટી ભૂલો જાણવામાં આવે એટલે ઓછામાં ઓછું પુસ્તકનું વેચાણ તરત અટકાવી શકાય અને આવશ્યક સુધારાની કાપલીઓ ચોડી કે શુદ્ધિની પુરવણી જોડીને પછી જ એને લોકોના હાથમાં મૂકવાનું ગોઠવી શકાય. હમણાં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીએ એક ગુજરાતી પુસ્તક અંગે માંડમાંડ આવો નિર્ણય કર્યો છે.<ref>૨. સલાહકાર સમિતિએ કરેલો નિર્ણય પછીથી કારોબારીએ ન સ્વીકાર્યો.</ref>  પણ સામાન્ય રીતે આટલીયે તૈયારી આપણી સાહિત્યસંસ્થાઓની ને એની સાથે સંકળાયેલા આપણા સાહિત્યના અગ્રણીઓની હોતી નથી. ભૃગુરાય અંજારિયાનું પુસ્તક ‘કાન્ત વિશે’ પ્રગટ થયું ત્યારે જ સુધાબહેને એનું ટાઇટલ ને એમાંના ફોટા જોયા. એમણે સંકોચપૂર્વક મારું ધ્યાન દોર્યું કે આમાં એક નાનકડી ભૂલ રહી ગઈ છે – ભૃગુરાયના પિતાનું નામ ‘દુર્લભરામ’ નહીં પણ ‘દુર્લભજી’ જોઈએ. મેં કહ્યું કે નામ એ કંઈ નાની ચીજ છે? ને લોકો તો આ પુસ્તકમાં અપાયેલી માહિતીને જ અધિકૃત ગણીને ચાલવાના; આપણે આ ભૂલ સુધારવી જ જોઈએ. મેં ભગતભાઈ શેઠને જણાવ્યું કે કહો તો હું આવીને બધી નકલો સુધારી જાઉં પણ આ ભૂલનો ઉપાય જરૂર કરો. ભગતભાઈએ પુસ્તકમાં બંને સ્થાને સુધારેલી કાપલી ચોડવાની ગોઠવણ કરી.
જોડણીને એક ભાષાકીય તથ્ય તરીકે હું જોઉં છું, તેથી મારી વાતને હું છેક જોડણીસુધાર સુધી ખેંચી ગયો, પરંતુ મારી મુખ્ય વાત એ હતી કે હકીકતની શુદ્ધિ માટે આપણે પૂરતો આગ્રહ કેળવી શક્યા નથી. આ વાતનું સમર્થન હું એક બીજી રીતે પણ કરવા ઇચ્છું છું. કોઈ પણ કામ સંપૂર્ણ શુદ્ધ રીતે કરવું ઘણું મુશ્કેલ હોય છે. નાનીમોટી થોડી ભૂલો રહી પણ જાય. પણ એ ભૂલોની જાણ થયા પછી એ સુધારવા માટે જે કંઈ ઉપાયો હાથમાં હોય તે ઉપાયો કરવાની તત્પરતા આપણે બતાવીએ છીએ ખરા? ભૂલો વધારે હોય તો થયેલા કામને રદ કરવાની આપણામાં હિંમત હોય છે ખરી? ગાંધીજીએ ગોખલેના લેખોના નબળા અનુવાદની છપાયેલી નકલો પસ્તીમાં પણ ન કાઢતાં બળાવી મુકાવી હતી અને આ એ ગાંધીજી હતા જે વપરાયેલાં કવરોને પણ ફાડીને ઉપયોગમાં લેતા હતા. પ્રજાને સાચું જ્ઞાન, સાચી માહિતી ન આપી શકીએ પણ ખોટું જ્ઞાન, ખોટી માહિતી તો કેમ અપાય? ‘ગુજરાતના સારસ્વતો’ જેવા સંદર્ભગ્રંથનો તો કેટલાબધા લોકો – શિક્ષકો, પાઠ્યપુસ્તક તૈયાર કરનારાઓ, અધ્યાપકો, પત્રકારો – ઉપયોગ કરે? એમાં એક લેખકના નામે બીજા જ લેખકનો પરિચય હોય ને તેથી લેખક હયાત હોવા છતાં મૃત્યુ પામ્યાનું વર્ષ દર્શાવાય એ તો કેમ ચાલે? આવી નાનીમોટી ભૂલો જાણવામાં આવે એટલે ઓછામાં ઓછું પુસ્તકનું વેચાણ તરત અટકાવી શકાય અને આવશ્યક સુધારાની કાપલીઓ ચોડી કે શુદ્ધિની પુરવણી જોડીને પછી જ એને લોકોના હાથમાં મૂકવાનું ગોઠવી શકાય. હમણાં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીએ એક ગુજરાતી પુસ્તક અંગે માંડમાંડ આવો નિર્ણય કર્યો છે.<ref>સલાહકાર સમિતિએ કરેલો નિર્ણય પછીથી કારોબારીએ ન સ્વીકાર્યો.</ref>  પણ સામાન્ય રીતે આટલીયે તૈયારી આપણી સાહિત્યસંસ્થાઓની ને એની સાથે સંકળાયેલા આપણા સાહિત્યના અગ્રણીઓની હોતી નથી. ભૃગુરાય અંજારિયાનું પુસ્તક ‘કાન્ત વિશે’ પ્રગટ થયું ત્યારે જ સુધાબહેને એનું ટાઇટલ ને એમાંના ફોટા જોયા. એમણે સંકોચપૂર્વક મારું ધ્યાન દોર્યું કે આમાં એક નાનકડી ભૂલ રહી ગઈ છે – ભૃગુરાયના પિતાનું નામ ‘દુર્લભરામ’ નહીં પણ ‘દુર્લભજી’ જોઈએ. મેં કહ્યું કે નામ એ કંઈ નાની ચીજ છે? ને લોકો તો આ પુસ્તકમાં અપાયેલી માહિતીને જ અધિકૃત ગણીને ચાલવાના; આપણે આ ભૂલ સુધારવી જ જોઈએ. મેં ભગતભાઈ શેઠને જણાવ્યું કે કહો તો હું આવીને બધી નકલો સુધારી જાઉં પણ આ ભૂલનો ઉપાય જરૂર કરો. ભગતભાઈએ પુસ્તકમાં બંને સ્થાને સુધારેલી કાપલી ચોડવાની ગોઠવણ કરી.
આવી બાબતમાં હું કદાચ વધારે સંવેદનશીલ હોઈશ. ‘સંસ્કૃતિ’નું પ્રૂફ ઝીણવટથી તપાસતા ઉમાશંકરભાઈ ‘પ્રતિભા અને પ્રતિભાવ’માં લેખનું એક આખું પાનું છપાવાનું રહી ગયું હોય અને તેનો ઉપાય ન કરે એ મને ન ગમે. જો ઉમાશંકરભાઈ પાસે નહીં તો બીજા કોની પાસે હું આવાં ધોરણોની આશા રાખું? એટલે જ શ્રી ચી. ના. પટેલનો મેં આવો આગ્રહ જોયો ત્યારે મને ઘણો આનંદ થયો. એમના ‘વાલ્મીકીય રામકથા’ એ પુસ્તકમાં વિષ્ણુભાઈની પ્રસ્તાવનાની સાથે પુસ્તકની છાપભૂલોનું શુદ્ધિપત્રક પણ છપાઈ ગયું. પછી ખ્યાલમાં આવ્યું કે વિષ્ણુભાઈની પ્રસ્તાવનામાં પણ બેચાર નાનકડી છાપભૂલો રહી ગઈ છે. શ્રી ચી. ના. પટેલે આગ્રહ રાખ્યો કે કઢંગું લાગે તોયે આગલાં ચાર પાનાં છાપવાં બાકી છે એમાં કોઈ પણ રીતે આના શુદ્ધિપત્રકની વ્યવસ્થા કરો; મારા લખાણની ભૂલો ન સુધરે તો ચાલે, પણ વિષ્ણુભાઈના લખાણની ભૂલો તો સુધરવી જ જોઈએ. એમ નથી લાગતું કે આવી નાનીનાની ચોકસાઈઓ તો નાનીનાની બાબતોના આગ્રહો જ અંતે આપણાં વિદ્યાકીય કાર્યોને વધુ ઊજળાં બનાવે?