અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/સાંધ્યગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 13: Line 13:
સ્હેજ ડોલ્યો,
સ્હેજ ડોલ્યો,
શાંત નાના છંદ જેવી એક બાલા
શાંત નાના છંદ જેવી એક બાલા
રમ્યલયમાંકાયઝૂલવી; તારકોજેવાંચળકતાંડગ
રમ્ય લયમાં કાય ઝૂલવી; તારકો જેવાં ચળકતાં ડગ
::: ભરીગોરાં;
ભરી ગોરાં;
ધીરેઢોળાવઊતરી
ધીરે ઢોળાવ ઊતરી
દૂરનમતાસૂર્યનીસન્મુખજઈઊભી
દૂર નમતા સૂર્યની સન્મુખ જઈ ઊભી
અહીં
અહીં
આવીરહેલીઆસુંવાળીરાત્રિનોઅંધારરમતોતૃણઉપર
આવી રહેલી આ સુંવાળી રાત્રિનો અંધાર રમતો તૃણ ઉપર
શુંજોઉં?
શું જોઉં?
ભીનીપાંપણોનીધાર
ભીની પાંપણોની ધાર
રમતોસ્નેહપોચોગાઢમીઠોરવભર્યોઅંધાર
રમતો સ્નેહપોચો ગાઢમીઠો રવભર્યો અંધાર
કે
કે
આતૃણઉપરરમતોસુંવાળીરાત્રિનોઅંધાર.
આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર.
{{Right|(અવકાશ, પૃ. ૫૭)}}
{{Center|'''હાથ'''}}
અન્ધારનાદોરડેલટકેછેઓરડોએક
ભટકેછેછતનીવળીઓમાંઠેરઠેર
ભૂલાંપડેલપગલાંઅનેક
પતંગિયાંસ્વપ્નોનાંઊંડેઊંડેભોંયતળિયેછેક
ઘડિયાળેસમયનુંસૂકુંજંગલટિંગાય
ભેજથીભીનીભીંતોફુગાય
ઘરડીહવાહાંફીપડીફસડાય
ખુરશીઉપરઅડધોઢળી
બેહાથઢાળીટેમલેમાથુંનમાવી
જેપડ્યોત્હેનેહવેમાથેપડીછેટાલ
તેમથેછેરાત-દિનલખવાકશું.
લખવુંઘણુંઅઘરું
સોયનાનાકામહીંથીઊંટનુંસરવુંહજીસ્હેલું
તરવુંસાતસાગરનુંકેચન્દ્રપરનુંટહેલવુંએ
ખેલ
પણઆએકકોરાકાગળેલખવુંઘણુંમુશ્કેલ
માનીએથયોઊભો
એનાઅંગૂઠામહીંથીબાહુકજેવો
એકપડછાયોહળવેથીફૂટ્યો
ફૂટીફૂલ્યોતેરડેઢમઝોલથઈ
આખોગયોછવરાઈ
જેનીફૂગથીઊભરાયભીંતોભોંયછતટેબલ
અનેટેબલઉપરનોકમનસીબકાગળ
સ્હેજથકીએપ્રથમજોઈરહ્યોટટ્ટારનજરે
પછીભીતરઅચાનક, હાથફૂટતોજોઈ
એતાકીરહ્યો
તાક્યેગયો
લમ્બાયછેએહાથબારીબ્હાર;
લમ્બાયછેએહાથનગરો; વનો
નેવાદળાંનીપાર
લમ્બાયછેએહાથ
ગ્રહો, તારા, નિહારિકાભર્યાઅવસકાશનીપાર
આગળઅનેઆગળઘણેઆગળ
લમ્બાય... લમ્બાયછેએહાથ.
</poem>
</poem>

Revision as of 05:04, 13 July 2021

સાંધ્યગીત

નલિન રાવળ

પર્ણપોચી વૃક્ષટોચે
ઝૂલતા કો પંખી-શો

સાંજતડકો
ભૂખરા ઢોળાવ પર ઝૂલે,
પવન નાની નદીના કાનમાં કૂજે,
હળુ હલતી અટકતી ડોલતી આકાશમાંથી ઊડે
ફૂલે પથરાયલી એ ઝૂંપડીમાંથી નીકળતી ધૂમ્રસેરો
સાંજતડકો
સ્હેજ ડોલ્યો,
શાંત નાના છંદ જેવી એક બાલા
રમ્ય લયમાં કાય ઝૂલવી; તારકો જેવાં ચળકતાં ડગ
ભરી ગોરાં;
ધીરે ઢોળાવ ઊતરી
દૂર નમતા સૂર્યની સન્મુખ જઈ ઊભી
અહીં
આવી રહેલી આ સુંવાળી રાત્રિનો અંધાર રમતો તૃણ ઉપર
શું જોઉં?
ભીની પાંપણોની ધાર
રમતો સ્નેહપોચો ગાઢમીઠો રવભર્યો અંધાર
કે
આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર.