અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/છપ્પા : અક્ષર અંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છપ્પા : અક્ષર અંગ|ધીરુ પરીખ}} <poem> એકહસ્તનુંએવુંચેન, કાગળદેખ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|છપ્પા : અક્ષર અંગ|ધીરુ પરીખ}} | {{Heading|છપ્પા : અક્ષર અંગ|ધીરુ પરીખ}} | ||
<poem> | <poem> | ||
એક હસ્તનું એવું ચેન, કાગળ દેખી પકડે પેન; | |||
પેન મહીંથી દદડે શાહી, એને અક્ષર ગણતો ચાહી; | |||
ટીપાં એમ સૌ ટોળે વળે, પછી હસ્તને આખો ગળે. | |||
એમ ગળાતો પહોંચે તળ, માને ના અક્ષરિયું જળ; | |||
જળમાં ઝોકાં ખાતો હસ્ત, કાગળ ના બોલે જે ત્રસ્ત; | |||
લેખણ લાંબી વધતી જાય, રહે શાહી અક્ષર ઢોળાય. | |||
ઢોળાયા અક્ષર ક્યાં જાય? આકળવિકળ બહુયે થાય; | |||
હારબંધ ઊભા એ સહુ, કહે હસ્ત હું પંક્તિ લહું; | |||
પંક્તિમાં ખોવાયો હાથ, કાગળ ક્યાં છે કોઈનો નાથ? | |||
અક્ષરનો ત્યાં ઢગલો થયો, હસ્ત પછી માતેલો ભયો; | |||
એમ વધુ એ લખતો જાય, લખતો લખતો લેખક થાય; | |||
લેખક થાતાં લબકે પેન, અક્ષરટીપે ચઢતું ઘેન. | |||
ઘેન થકી જાગે તો સમ, કલમ ન જાણે અક્ષર-ગમ; | |||
તોય વધુ એ લખતો ફરે, અક્ષર એનો ચારો ચરે; | |||
આખર તો એવું થૈ રહે, ડૂબે અક્ષર કલમો વ્હે. | |||
</poem> | </poem> |
Revision as of 05:18, 13 July 2021
છપ્પા : અક્ષર અંગ
ધીરુ પરીખ
એક હસ્તનું એવું ચેન, કાગળ દેખી પકડે પેન;
પેન મહીંથી દદડે શાહી, એને અક્ષર ગણતો ચાહી;
ટીપાં એમ સૌ ટોળે વળે, પછી હસ્તને આખો ગળે.
એમ ગળાતો પહોંચે તળ, માને ના અક્ષરિયું જળ;
જળમાં ઝોકાં ખાતો હસ્ત, કાગળ ના બોલે જે ત્રસ્ત;
લેખણ લાંબી વધતી જાય, રહે શાહી અક્ષર ઢોળાય.
ઢોળાયા અક્ષર ક્યાં જાય? આકળવિકળ બહુયે થાય;
હારબંધ ઊભા એ સહુ, કહે હસ્ત હું પંક્તિ લહું;
પંક્તિમાં ખોવાયો હાથ, કાગળ ક્યાં છે કોઈનો નાથ?
અક્ષરનો ત્યાં ઢગલો થયો, હસ્ત પછી માતેલો ભયો;
એમ વધુ એ લખતો જાય, લખતો લખતો લેખક થાય;
લેખક થાતાં લબકે પેન, અક્ષરટીપે ચઢતું ઘેન.
ઘેન થકી જાગે તો સમ, કલમ ન જાણે અક્ષર-ગમ;
તોય વધુ એ લખતો ફરે, અક્ષર એનો ચારો ચરે;
આખર તો એવું થૈ રહે, ડૂબે અક્ષર કલમો વ્હે.