અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/આભનો ભૂરો રંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|આભનો ભૂરો રંગ| પન્ના નાયક}}
{{Heading|આભનો ભૂરો રંગ| પન્ના નાયક}}
<poem>
<poem>
આભનો ભૂરો રંગનેમારાફૂલનોલાલમલાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ,
રંગનીલીલાજોઈનેમારાંનેણતોન્યાલમન્યાલ.
રંગની લીલા જોઈને મારાં નેણ તો ન્યાલમન્યાલ.
::: રાતનુંવહેતુંશ્યામસરોવર
::: રાતનું વહેતું શ્યામ સરોવર
:::: એમાંનૌકાશ્વેત,
:::: એમાં નૌકા શ્વેત,
::: સમજુંનહીંકેચાંદઊગે
::: સમજું નહીં કે ચાંદ ઊગે
કેઊગતુંકોઈનુંહેત,
:::: કે ઊગતું કોઈનું હેત,
આજતોમારીસાવસુંવાળી: લીલમલીલીકાલ,
આજ તો મારી સાવ સુંવાળી: લીલમલીલી કાલ,
આભનોભૂરોરંગનેમારાફૂલનોલાલમલાલ.
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.
::: પવનપોતેઝાડથઈને
::: પવન પોતે ઝાડ થઈને
:::: ડોલતોર્હેહરિયાળું,
:::: ડોલતો ર્હે હરિયાળું,
::: મનમાંહવેક્યાંયનથીકોઈ
::: મનમાં હવે ક્યાંય નથી કોઈ
:::: કરોળિયાનુંજાળું.
:::: કરોળિયાનું જાળું.
ગમતીલાગુલાલમાંવેરેકોઈતોવહાલમવહાલ,
ગમતીલા ગુલાલમાં વેરે કોઈ તો વહાલમવહાલ,
આભનોભૂરોરંગનેમારાફૂલનોલાલમલાલ.
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.
</poem>
</poem>

Revision as of 05:50, 13 July 2021

આભનો ભૂરો રંગ

પન્ના નાયક

આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ,
રંગની લીલા જોઈને મારાં નેણ તો ન્યાલમન્યાલ.
રાતનું વહેતું શ્યામ સરોવર
એમાં નૌકા શ્વેત,
સમજું નહીં કે ચાંદ ઊગે
કે ઊગતું કોઈનું હેત,
આજ તો મારી સાવ સુંવાળી: લીલમલીલી કાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.
પવન પોતે ઝાડ થઈને
ડોલતો ર્હે હરિયાળું,
મનમાં હવે ક્યાંય નથી કોઈ
કરોળિયાનું જાળું.
ગમતીલા ગુલાલમાં વેરે કોઈ તો વહાલમવહાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.