દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/કવિતા કરતાં કરતાં ભાષા મને લખે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ભાષા મને લખે}}
{{Heading|કવિતા કરતાં કરતાં ભાષા મને લખે ભાષા મને લખે}}
{{center|૧૩}}
{{center|૧૩}}
{{Block center|<poem>
{{Block center|<poem>

Revision as of 03:12, 3 May 2025

કવિતા કરતાં કરતાં ભાષા મને લખે ભાષા મને લખે

૧૩

કવિતા કરતાં કરતાં
ભાષા મને લખે
અને મને ખબર પણ ન પડે
કે મને છેકતી જાય
છેકાતો અક્ષર તે હું જ અને શાહીનો લીટો પણ હું
ફરી લખાતા કોઈ અક્ષરમાંથી કદાચ મારા નામની એંધાણી મળશે
એમ માની હું લખ્યું જાઉં
અને શાહી ભાષામાં ઓગળી જાય
ઝાડની હલબલતી છાયાને તાણી જતી નદીની જેમ
હવે પાંદડાંની જેમ અક્ષરોને ઓઢી હું ઝાડ જેવો ઊભો રહું
વરસતા લીટા હેઠળ.

**


‘પરબ’, નવેમ્બર ૨૦૦૩