દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/કવિતા કરતાં કરતાં ભાષા મને લખે: Difference between revisions
Jump to navigation
Jump to search
m (Meghdhanu moved page User:Meghdhanu/Sandbox/દિલીપ ઝવેરીની ચૂંટેલી કવિતા/ભાષા મને લખે to User:Meghdhanu/Sandbox/દિલીપ ઝવેરીની ચૂંટેલી કવિતા/કવિતા કરતાં કરતાં ભાષા મને લખે without leaving a redirect) |
m (Meghdhanu moved page User:Meghdhanu/Sandbox/દિલીપ ઝવેરીની ચૂંટેલી કવિતા/કવિતા કરતાં કરતાં ભાષા મને લખે to દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/કવિતા કરતાં કરતાં ભાષા મને લખે without leaving a redirect: દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો) |
(No difference)
| |
Latest revision as of 02:25, 7 May 2025
કવિતા કરતાં કરતાં ભાષા મને લખે ભાષા મને લખે
૧૩
કવિતા કરતાં કરતાં
ભાષા મને લખે
અને મને ખબર પણ ન પડે
કે મને છેકતી જાય
છેકાતો અક્ષર તે હું જ અને શાહીનો લીટો પણ હું
ફરી લખાતા કોઈ અક્ષરમાંથી કદાચ મારા નામની એંધાણી મળશે
એમ માની હું લખ્યું જાઉં
અને શાહી ભાષામાં ઓગળી જાય
ઝાડની હલબલતી છાયાને તાણી જતી નદીની જેમ
હવે પાંદડાંની જેમ અક્ષરોને ઓઢી હું ઝાડ જેવો ઊભો રહું
વરસતા લીટા હેઠળ.
**
‘પરબ’, નવેમ્બર ૨૦૦૩