અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/ચાલ્યા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાલ્યા|ભગવતીકુમાર શર્મા}} <poem> અને વૃક્ષ ચંદનનું ચિરાઈ ચાલ...") |
(No difference)
|
Revision as of 06:55, 13 July 2021
ચાલ્યા
ભગવતીકુમાર શર્મા
અને વૃક્ષ ચંદનનું ચિરાઈ ચાલ્યા;
છીએ લાગણીવશ તે લીરાઈ ચાલ્યા.
રહીશું અમે ટેરવાંની અડોઅડ;
હથેળીમાં તારી લકીરાઈ ચાલ્યા.
અમે મહેતા નરસીની કરતાલ છૈયે;
અને મંજીરાં થઈને મીરાંઈ ચાલ્યા.
અમે એકતારામાં રણઝણતા જોગી;
અજાનોમાં ગુંજી ફકીરાઈ ચાલ્યા.
પડી જળનાં ચરણોમાં કાંઠાની બેડી;
છીએ આતમા, પણ શરીરાઈ ચાલ્યા.
(ઝળહળ, ૧૩-૩-૧૯૮૮)