19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 23: | Line 23: | ||
તે, તત્પદવાચી પરમ તત્ત્વ મારી નજરમાં આવી ગયું છે. તે કેવું છે? માણેક જેવું. મૂલ્યવાન, પ્રકાશમાન, સુદૃઢ. હવે જ્યાં જોઉં છું ત્યાં તેની પ્રતિચ્છાયા નજરે પડે છે. તે સર્વત્ર રમી રહ્યું છે. દરેક રૂપમાં રહેલું તેનું રૂપ મારી આંખોમાં વસી ગયું છે. | તે, તત્પદવાચી પરમ તત્ત્વ મારી નજરમાં આવી ગયું છે. તે કેવું છે? માણેક જેવું. મૂલ્યવાન, પ્રકાશમાન, સુદૃઢ. હવે જ્યાં જોઉં છું ત્યાં તેની પ્રતિચ્છાયા નજરે પડે છે. તે સર્વત્ર રમી રહ્યું છે. દરેક રૂપમાં રહેલું તેનું રૂપ મારી આંખોમાં વસી ગયું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|ગવરીનો પુત્ર ગણેશ}} | {{center|'''ગવરીનો પુત્ર ગણેશ'''}} | ||
{{Poem2Open}} | |||
ગૌરીને પાર્વતી અને ગણેશને તેના પુત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. શુભકર્તા અને વિઘ્નહર્તા ગણેશનું સ્થાન સહુ મંગલ કાર્યોમાં પહેલું છે. સાધનાના આરંભે પણ ગણેશની સ્થાપના કરવામાં આવે છે. મૂલાધારમાં તેનો વાસ ગણાય છે. યોગારંભે તેનું ધ્યાન ધરવામાં આવે છે. ગણેશને મનાવવા, તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવી તે પહેલું કર્તવ્ય. આ સામાન્ય અર્થ. પણ ગૌરી અને ગણેશનું સૂક્ષ્મ સ્વરૂપ છે. અહીં ગોરખની વાણીમાં એનો સિદ્ધ-સંકેત' લાગે છે. | ગૌરીને પાર્વતી અને ગણેશને તેના પુત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. શુભકર્તા અને વિઘ્નહર્તા ગણેશનું સ્થાન સહુ મંગલ કાર્યોમાં પહેલું છે. સાધનાના આરંભે પણ ગણેશની સ્થાપના કરવામાં આવે છે. મૂલાધારમાં તેનો વાસ ગણાય છે. યોગારંભે તેનું ધ્યાન ધરવામાં આવે છે. ગણેશને મનાવવા, તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવી તે પહેલું કર્તવ્ય. આ સામાન્ય અર્થ. પણ ગૌરી અને ગણેશનું સૂક્ષ્મ સ્વરૂપ છે. અહીં ગોરખની વાણીમાં એનો સિદ્ધ-સંકેત' લાગે છે. | ||
આદિવાક્ને ગૌરી કહેવામાં આવે છે. આ ગૌરી જ પ્રથમ વિસ્ફોટથી સૃષ્ટિના જળમાં ભેદ-વિભેદ ઉત્પન્ન કરે છે. વૈદિક દૃષ્ટાઓ તેને ગાયના રંભધ્વનિ સાથે સરખાવે છે. ગૌરી: મિમાય સલિલાનિ તક્ષત્' (ઋગ્વેદ ૧-૧૬૪-૪૧)-ગૌરી જલોને વિખૂટાં પાડતી ભાંભરે છે.' આદિવાના આ રંભ'માંથી આરંભ શબ્દ ઉત્પન્ન થયો છે. આ સર્વપ્રથમ આરંભને આપણે ગણેશરૂપે આજે પણ યાદ કરીએ છીએ. પ્રથમ વિસ્ફોટિી વાક્ તે ગૌરી, તેનો ધ્વનિ તે ગણેશ. ગૌરીનો પુત્ર ગણેશ તે આદિ ધ્વનિ ૐકાર છે. ગણેશની મૂર્તિ ૐકારનું સ્થૂળ સ્વરૂપ. જ્ઞાનેશ્વરી ગીતાના પ્રારંભે બંનેની એકતાનું સુંદર વર્ણન છે. | આદિવાક્ને ગૌરી કહેવામાં આવે છે. આ ગૌરી જ પ્રથમ વિસ્ફોટથી સૃષ્ટિના જળમાં ભેદ-વિભેદ ઉત્પન્ન કરે છે. વૈદિક દૃષ્ટાઓ તેને ગાયના રંભધ્વનિ સાથે સરખાવે છે. ગૌરી: મિમાય સલિલાનિ તક્ષત્' (ઋગ્વેદ ૧-૧૬૪-૪૧)-ગૌરી જલોને વિખૂટાં પાડતી ભાંભરે છે.' આદિવાના આ રંભ'માંથી આરંભ શબ્દ ઉત્પન્ન થયો છે. આ સર્વપ્રથમ આરંભને આપણે ગણેશરૂપે આજે પણ યાદ કરીએ છીએ. પ્રથમ વિસ્ફોટિી વાક્ તે ગૌરી, તેનો ધ્વનિ તે ગણેશ. ગૌરીનો પુત્ર ગણેશ તે આદિ ધ્વનિ ૐકાર છે. ગણેશની મૂર્તિ ૐકારનું સ્થૂળ સ્વરૂપ. જ્ઞાનેશ્વરી ગીતાના પ્રારંભે બંનેની એકતાનું સુંદર વર્ણન છે. | ||
હેતે હાલ હુલાવો | {{Poem2Close}} | ||
{{center|હેતે હાલ હુલાવો }} | |||
{{Poem2Open}} | |||
આ ૐકારને પ્રેમ અને પ્રાણથી આંદોલિત કરો. પારણામાં બાળકને ઝુલાવે તેમ આંતર-ચેતનામાં આ ધ્વનિને દોલાયમાન કરતાં શો અનુભવ થાય છે? એક જાતની યોગ-તંદ્રા ચિત્તનો કબજો લેવા માંડે છે. બાહ્ય જગતનું આક્રમણ સરી પડે છે. ઇન્દ્રિયોની પકડમાંથી મુક્ત બની ચિત્ત અંદરના ચિદ્ભાવ સાથે તલ્લીન થાય છે. અંતે જ્ઞાનનો ઉઘાડ થાય છે. તે ગણેશનો સાક્ષાત્કાર, જ્ઞાનાત્મક ચૈતન્ય જ સર્વાત્મ દૃષ્ટિનો ઉઘાડ કરે છે. | આ ૐકારને પ્રેમ અને પ્રાણથી આંદોલિત કરો. પારણામાં બાળકને ઝુલાવે તેમ આંતર-ચેતનામાં આ ધ્વનિને દોલાયમાન કરતાં શો અનુભવ થાય છે? એક જાતની યોગ-તંદ્રા ચિત્તનો કબજો લેવા માંડે છે. બાહ્ય જગતનું આક્રમણ સરી પડે છે. ઇન્દ્રિયોની પકડમાંથી મુક્ત બની ચિત્ત અંદરના ચિદ્ભાવ સાથે તલ્લીન થાય છે. અંતે જ્ઞાનનો ઉઘાડ થાય છે. તે ગણેશનો સાક્ષાત્કાર, જ્ઞાનાત્મક ચૈતન્ય જ સર્વાત્મ દૃષ્ટિનો ઉઘાડ કરે છે. | ||
બાવન બજારું ને ચોરાસી ચૌટાં | {{Poem2Close}} | ||
{{center|બાવન બજારું ને ચોરાસી ચૌટાં}} | |||
{{Poem2Open}} | |||
બાવન શબ્દ વ્યક્ત જગત માટે વપરાય છે. તેથી પર તે ભજનવાણીમાં બાવનથી બા'રો. ચોરાસી ચૌટાં – એ બાવનની હદમાં રહેલો વિવિધ વિસ્તાર. બાવનરૂપી વ્યક્ત જગતમાં ચોરાસીરૂપી અનેક જન્મના ફેરા જીવ ખાધા કરે છે. આ નાશવંત અને અનેકવિધ જગતમાં અવિનાશી અને અદ્વૈત તત્ત્વનો અનુભવ કરવો એ મુક્તિ. ૐૐકારનું રટણ બાવનથી બા'ર, હદથી બેહદ ભણી લઈ જાય છે. | બાવન શબ્દ વ્યક્ત જગત માટે વપરાય છે. તેથી પર તે ભજનવાણીમાં બાવનથી બા'રો. ચોરાસી ચૌટાં – એ બાવનની હદમાં રહેલો વિવિધ વિસ્તાર. બાવનરૂપી વ્યક્ત જગતમાં ચોરાસીરૂપી અનેક જન્મના ફેરા જીવ ખાધા કરે છે. આ નાશવંત અને અનેકવિધ જગતમાં અવિનાશી અને અદ્વૈત તત્ત્વનો અનુભવ કરવો એ મુક્તિ. ૐૐકારનું રટણ બાવનથી બા'ર, હદથી બેહદ ભણી લઈ જાય છે. | ||
બાવનનો સંબંધ વર્ણમાલાની પચાસ કે બાવન માતૃકા સાથે છે. મૂળ ધ્વનિ મૂળાક્ષરની વિવિધ સૃષ્ટિ રચે છે. કારમાં રહેલી ત્રણ માત્રા અ-ઉ-મ સઘળી શબ્દસૃષ્ટિ ને વસ્તુસૃષ્ટિની જનની છે. તેમાં પ્રથમ સ્વર ‘અ’ સહુમાં વ્યાપ્ત છે, સહુનો આધાર છે. અને બીજા બધા સ્વર-વ્યંજનોના વાઘા ઉતારી નાખવામાં આવે ત્યારે અંતે એ જ શેષ રહે છે. આ ‘અક્ષરબ્રહ્મ'નો પરિચય થતાં જેમ વર્ણમાલામાં અંતર્હિત રહેલું તત્ત્વ પામી શકાય છે તેમ વસ્તુજગતમાં પરમાત્માનું દર્શન થાય છે. સહુમાં અને સહુથી ૫૨ એ જ ચૈતન્ય રમતું દેખાય છે. | બાવનનો સંબંધ વર્ણમાલાની પચાસ કે બાવન માતૃકા સાથે છે. મૂળ ધ્વનિ મૂળાક્ષરની વિવિધ સૃષ્ટિ રચે છે. કારમાં રહેલી ત્રણ માત્રા અ-ઉ-મ સઘળી શબ્દસૃષ્ટિ ને વસ્તુસૃષ્ટિની જનની છે. તેમાં પ્રથમ સ્વર ‘અ’ સહુમાં વ્યાપ્ત છે, સહુનો આધાર છે. અને બીજા બધા સ્વર-વ્યંજનોના વાઘા ઉતારી નાખવામાં આવે ત્યારે અંતે એ જ શેષ રહે છે. આ ‘અક્ષરબ્રહ્મ'નો પરિચય થતાં જેમ વર્ણમાલામાં અંતર્હિત રહેલું તત્ત્વ પામી શકાય છે તેમ વસ્તુજગતમાં પરમાત્માનું દર્શન થાય છે. સહુમાં અને સહુથી ૫૨ એ જ ચૈતન્ય રમતું દેખાય છે. | ||
પણ આ રહસ્ય ખોલવું કઈ રીતે? તેની ચાવી હવે પછીની કડીમાં આપી છે. | પણ આ રહસ્ય ખોલવું કઈ રીતે? તેની ચાવી હવે પછીની કડીમાં આપી છે. | ||
{{Poem2Close}} | |||
તલ ભર તાળાં ને રજ ભર કૂંચી | તલ ભર તાળાં ને રજ ભર કૂંચી | ||
આ રહસ્યનું તાળું તલ જેવડું નાનકડું છે અને તેને ઉઘાડવાની કૂંચી રજકણ જેવડી ઝીણી છે. સદ્ગુરુ તેનો કીમિયો બતાવી આપે છે. મોટા, ભારેખમ, નીરસ થવાથી આની ભાળ મળતી નથી. જેમ હળવા, ઝીણા, રસભરપૂર થવાય એમ તેની ઝાંખી થાય. તલમાં જેમ તેલ વ્યાપ્ત છે તેમ પરમ તત્ત્વ અણુએ અણુમાં વ્યાપી રહ્યું છે. ધીરાએ કાફીમાં કહ્યું છે : | આ રહસ્યનું તાળું તલ જેવડું નાનકડું છે અને તેને ઉઘાડવાની કૂંચી રજકણ જેવડી ઝીણી છે. સદ્ગુરુ તેનો કીમિયો બતાવી આપે છે. મોટા, ભારેખમ, નીરસ થવાથી આની ભાળ મળતી નથી. જેમ હળવા, ઝીણા, રસભરપૂર થવાય એમ તેની ઝાંખી થાય. તલમાં જેમ તેલ વ્યાપ્ત છે તેમ પરમ તત્ત્વ અણુએ અણુમાં વ્યાપી રહ્યું છે. ધીરાએ કાફીમાં કહ્યું છે : | ||
edits