અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/ચાંદરણું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચાંદરણું|લાભશંકર ઠાકર}} <poem> હું વ્યસ્ત હ્યાં ટેબલપે કચેરી...")
 
No edit summary
Line 18: Line 18:
ભીના ભીના રક્તકપોલની પરે…
ભીના ભીના રક્તકપોલની પરે…
આજે હશે ક્યાં અહ કેવી
આજે હશે ક્યાં અહ કેવી
:::::::જાણું ના…
::::::જાણું ના…
જો ક્યાંકથી આ કવિતા કદીયે
જો ક્યાંકથી આ કવિતા કદીયે
વાંચે ભલા તો લઈ તું જજે હવે
વાંચે ભલા તો લઈ તું જજે હવે
Line 24: Line 24:
કુમારને જે દીધ તેં) રૂપેરી
કુમારને જે દીધ તેં) રૂપેરી
ભીનું ભીનું ચાંદરણું…
ભીનું ભીનું ચાંદરણું…
{{Right|''----------------------''}}
{{Right|(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૯)}}
</poem>
</poem>

Revision as of 07:11, 13 July 2021


ચાંદરણું

લાભશંકર ઠાકર

હું વ્યસ્ત હ્યાં ટેબલપે કચેરીમાં
ત્યાં
આવી પડ્યું ચાંદરણું રૂપેરી.
મૂંગું મૂંગું એ હસીને મને ક્યાં
તેડી ગયું દૂર : પ્રદોષવેળા
ઝૂકેલ શો ઘેઘૂર આંબલો, ને
વહી જતી પાછળ રમ્યઘોષા
નદી; ભરીને જલ-કેશ ભીના
કપોલની શી સુરખી ભીની ભીની! —
જતી હતી તું; નીરખી મને ને
અટકી જરા; ચાંદરણું રૂપેરી
ગયું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી
ભીના ભીના રક્તકપોલની પરે…
આજે હશે ક્યાં અહ કેવી
જાણું ના…
જો ક્યાંકથી આ કવિતા કદીયે
વાંચે ભલા તો લઈ તું જજે હવે
(નદીતટે વૃક્ષ નીચે ઊભેલા
કુમારને જે દીધ તેં) રૂપેરી
ભીનું ભીનું ચાંદરણું…
(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૯)