ભજનરસ/હીરા પરખ લે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 49: Line 49:
{{center|'''અમર ઘટાસે સદ્ગુરુ આયા'''}}
{{center|'''અમર ઘટાસે સદ્ગુરુ આયા'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પોતાના હૃદયમાં જ્યારે હરનામ સતત ગુંજ્યા કરે ત્યારે એ નામ-૨સાયનથી જાણે મનુષ્યનું પોત પલટી જાય છે. માનવ અને મર્ત્ય પિંડની મર્યાદાઓ તૂટવા લાગે છે. 'અમર ઘટા' — ચિદાકાશમાં છવાઈ જતા અમૃત-મેઘની ઘટા જામે છે. સદ્ગુરુ જાણે કૃપાની વર્ષા વરસાવતા અમૃત અને આનંદની ધારાઓથી મનુષ્યને તરબોળ કરી દે છે. સંતોની વાણીમાં આ પ્રેમઘટા, અમૃતઘટા, પરમ તૃપ્તિનો અંગેઅંગમાં ઊઠતો અનુભવ વારંવાર જોવા મળે છે. આ ઘટના બને છે ક્યારે? ત્રિકૂટિ ભેદાય, મન, બુદ્ધિ, અહંકારનો પ્રદેશ ઓળંગી જવાય ત્યારે માટીના પિંડમાં અમૃત-તત્ત્વ પ્રગટે છે. લે લાગી, તારી હદ લૂંટી'— લય બે અર્થને સાથે જ દર્શાવી આપે છે પરમ તત્ત્વની લય, લગની લાગે છે ને મનુષ્યના અહંકારનો લય થવા લાગે છે. કબીર કહે છે :
પોતાના હૃદયમાં જ્યારે હરનામ સતત ગુંજ્યા કરે ત્યારે એ નામ-૨સાયનથી જાણે મનુષ્યનું પોત પલટી જાય છે. માનવ અને મર્ત્ય પિંડની મર્યાદાઓ તૂટવા લાગે છે. 'અમર ઘટા' — ચિદાકાશમાં છવાઈ જતા અમૃત-મેઘની ઘટા જામે છે. સદ્ગુરુ જાણે કૃપાની વર્ષા વરસાવતા અમૃત અને આનંદની ધારાઓથી મનુષ્યને તરબોળ કરી દે છે. સંતોની વાણીમાં આ પ્રેમઘટા, અમૃતઘટા, પરમ તૃપ્તિનો અંગેઅંગમાં ઊઠતો અનુભવ વારંવાર જોવા મળે છે. આ ઘટના બને છે ક્યારે? ત્રિકૂટિ ભેદાય, મન, બુદ્ધિ, અહંકારનો પ્રદેશ ઓળંગી જવાય ત્યારે માટીના પિંડમાં અમૃત-તત્ત્વ પ્રગટે છે. લે લાગી, તારી હદ લૂંટી'— લય બે અર્થને સાથે જ દર્શાવી આપે છે.પરમ તત્ત્વની લય, લગની લાગે છે ને મનુષ્યના અહંકારનો લય થવા લાગે છે. કબીર કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
Line 127: Line 127:
ગોરખ બરાબર માપી જોખીને, તોળી તોળીને જીવનનો વેપાર માંડે છે અને અણમૂલ ‘રતન-પદારથ'ને કસી કસીને બાંધી રાખે છે. એ વાણી, વાયુ, બિંદુને વ્યર્થ જવા દેતો નથી. અલખને, અલક્ષ્યને, પરમ તત્ત્વને પ્રાપ્ત કરવા માટે જે આમ જીવનનું સમતોલ ત્રાજવું રાખી જાણે, જેની દાંડી ધ્રુવનિશાન પર સ્થિર થઈ જાય એ જ સાચો યોગી, જ્ઞાની, ભક્ત, કર્મવી૨.   
ગોરખ બરાબર માપી જોખીને, તોળી તોળીને જીવનનો વેપાર માંડે છે અને અણમૂલ ‘રતન-પદારથ'ને કસી કસીને બાંધી રાખે છે. એ વાણી, વાયુ, બિંદુને વ્યર્થ જવા દેતો નથી. અલખને, અલક્ષ્યને, પરમ તત્ત્વને પ્રાપ્ત કરવા માટે જે આમ જીવનનું સમતોલ ત્રાજવું રાખી જાણે, જેની દાંડી ધ્રુવનિશાન પર સ્થિર થઈ જાય એ જ સાચો યોગી, જ્ઞાની, ભક્ત, કર્મવી૨.   
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = અલખ નિશાની
|next = વા પંખીકી જુગતિ કહાની
}}

Revision as of 11:02, 14 May 2025


હીરા પરખ લે

હર ભજ હર ભજ હીરા પરખ લે,
સમજ પકડ નર મજબૂતી,
ઓઈ શબદ હરદા મેં રખ લે
ઔર વારતા સબ જૂઠી.

અમર ઘટા સે સદ્ગુરુ આયા
અમૃત બંઘ અંગ ઊઠી,
ત્રિવેણી કા રંગ મહોલ મેં
લે લાગી, તેરી હદ લૂંટી.

સત શબદ કી સેર બનાઈ લે
ઢાલ પકડ લે ધીરપ કી,
કામ ક્રોધ હું માર હટા લે
જદ જાણું તારી રજપૂતી.

પાંચું ચોર બસે કાયા મેં
ઉન કી પકડ લે શિર ચોટી,
પાંચ ને માર પચીસ ને બસ કર
જદ જાણું તારી બુદ્ધ મોટી.

રણઝણ રણઝણ બાજાં બાજે
ઝલમલ ઝલમલ હૈ જ્યોતિ,
અહંકારના સોહંકારમાં
હંસા ચુગ રા નિજ મોતી.

પકી પડી કા તોલ બનાઈ લે
ખોટ ન આવે એક રતિ,
મચ્છંદ્રી પ્રતાપે ગોરખ બોલ્યા,
અલખ લખે સો ખરા જતિ.
હર ભજ હર ભજ, હીરા પરખ લે

નાથપરંપરાનું આ ભજન ગોરખની જેમ મચ્છુન્દ્રના નામથી પણ ગવાય છે. તેના ઘણા પાઠભેદ મળે છે, કડીઓ પણ એકસરખી નથી. યોગપંથમાં મુખ્યત્વે તો નાડીશોધન, બંધ-મુદ્રા અને ચક્રભેદનની વાતો આવે. પણ આ હરને ભજી લેવાની અને એ ભજનથી જ હીરાને પારખી લેવાની, પોતાના આત્મસ્વરૂપને પામી લેવાની વાત ક્યાંથી? પણ યોગારંભ જ પરમ શિવની આરાધનાથી થાય છે. એ ન હોય તો યોગ ક્રિયા, શુષ્ક અને અંગ-કસરત બની જાય. ગોરખનાથે પણ પોતાની આરતી’માં ગાયું છે :

‘નાથ નિરંજન આરતી ગાઉં
ગુરુ દયાલ આગ્યાં જો પાઉં,
જ્હાઁ જોગેસુર હરિ કું ધ્યાવૈ,
ચંદ સૂર તહૌં સીસ નમાવેં’

આદિનાથ શિવની આરાધના, અનુભવી સિદ્ધ ગુરુની આજ્ઞા અને હર-હરનું ધ્યાન એ જ સારવસ્તુ છે. આ સાધનાના સારતત્ત્વને સમજી લઈ સુદૃઢપણે વળગી રહેવાનું ગોરખ કહે છે. હૃદયમાં આ હિર-હરનો ગુંજાર અનાયાસ ઊઠવા લાગે તો જ ખરી પ્રાપ્તિ, બાકી બીજી બધી યોગક્રિયાઓ ને જ્ઞાનની કોરી વાતો નકામી છે. આ વસ્તુ સમજી-વિચારી પાકી કરી પોતના હૃદયમાં ઉતારે તો શું થાય?

અમર ઘટાસે સદ્ગુરુ આયા

પોતાના હૃદયમાં જ્યારે હરનામ સતત ગુંજ્યા કરે ત્યારે એ નામ-૨સાયનથી જાણે મનુષ્યનું પોત પલટી જાય છે. માનવ અને મર્ત્ય પિંડની મર્યાદાઓ તૂટવા લાગે છે. ‘અમર ઘટા’ — ચિદાકાશમાં છવાઈ જતા અમૃત-મેઘની ઘટા જામે છે. સદ્ગુરુ જાણે કૃપાની વર્ષા વરસાવતા અમૃત અને આનંદની ધારાઓથી મનુષ્યને તરબોળ કરી દે છે. સંતોની વાણીમાં આ પ્રેમઘટા, અમૃતઘટા, પરમ તૃપ્તિનો અંગેઅંગમાં ઊઠતો અનુભવ વારંવાર જોવા મળે છે. આ ઘટના બને છે ક્યારે? ત્રિકૂટિ ભેદાય, મન, બુદ્ધિ, અહંકારનો પ્રદેશ ઓળંગી જવાય ત્યારે માટીના પિંડમાં અમૃત-તત્ત્વ પ્રગટે છે. લે લાગી, તારી હદ લૂંટી’— લય બે અર્થને સાથે જ દર્શાવી આપે છે.પરમ તત્ત્વની લય, લગની લાગે છે ને મનુષ્યના અહંકારનો લય થવા લાગે છે. કબીર કહે છે :

‘લે લાગત લાગત લાગે,
ભે ભાગત ભાગત ભાગે.’
 

લય લાગે તેમ ભય ભાગે — આ ટૂંકાટચ ને ચોટદાર શબ્દોમાં ભયનું, હદનું જગત વટાવી, અભયના, અનહદના જગતમાં કેમ જવાય તેની ઝંખી છે. પોતાની જાતનો વિલય અને પરમ તત્ત્વમાં લીનતા થતાં બેહદનાં આનંદ-વાજાં વાગે છે. સંતો મૌથી આપણને લલકારી કહે છે :

‘અનહદ બાજા બજા,
દેખ લે સૂનમંડલની મજા!’

પોતાને શૂન્ય કર્યા વિના અનંતમાં પ્રવેશ થતો નથી. અને શૂન્ય એટલે જ પૂર્ણ. અપૂર્ણ મનુષ્ય માટે આ અંતરની મહાશૂન્યતા પૂર્ણત્વની દીક્ષા સમાન છે.

સત શબદ કી સેર બનાઈ લે

આ શૂન્યતા અથવા પૂર્ણતા પ્રાપ્ત કરવાની આડે આવતાં વિઘ્નો, આવરણો અને સંત અને શૂરની વાણીમાં કહીએ તો શત્રુઓ કયા? કોઈનો શત્રુ ક્યાંયે બહાર નથી પણ તેના કાળજાના કોઠામાં જ ભરાઈને બેઠો છે. આ આંતર શત્રુઓ સામે યુદ્ધ માંડવાની વાત સંતવાણીના મેદાનમાં સંભળાયા જ કરે છે. એને માટે મનુષ્ય પાસે આયુધો કયાં? સત્ નામની સમશેર અને ધીરજની ઢાલ એમાં મુખ્ય છે. ખરું રણક્ષેત્ર તો પોતાની કાયામાં રહેલું છે. કબીરની સાક્ષીએ :

‘કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝૂઝના
મચા ઘમસાન તન-ખેત માંહી.


સીલ ઔર સાંચ સંતોષ સાહી ભયે
નામ સમસેર તહાં ખૂબ બાજે.’

સંતો શબ્દો સાથે અચ્છી રમત રમતા હોય છે. સમ+સેરને શમસેર — તલવાર — ઉપરાંત સમત્વપણે ચાલી આવતી, શ્વાસ-ઉચ્છ્વાસ સાથે પરોવાતી સેર દોરી પણ સમજવાની છે. સત નામની સેર લાગી ગઈ, ધીરજની ઢાલ પાકી બંધાઈ ગઈ તો અર્ધું મેદાન જીતી લીધું જાણવું. ગોરખ કહે છે કે ખરી શૂરવીરતા, ક્ષત્રીવટ, મર્દાનગી, આ લડાઈ જે લડી જાણે એનામાં જ રહી છે. રજપૂતીમાં તો ઘમસાણ વધુ જામે તેમ રંગ વધુ ચડે. સંતની વાણી છે :

‘રણવટ ચડે બમણો રંગ.’


લરે, રે અરુ તન તજે,
તબ રીઝે કિરતાર.

લડે, જલી ઊઠે અને દેહભાવનો નાશ કરે ત્યારે જ સાધક ૫૨ પરમાત્મા પ્રસન્ન થાય છે.

પાંચું ચોર બસે કાયા મેં

આપણી પોતાની જ કાયામાં આપણા આત્મધનની ચોરી કરતા પાંચ ચોર છે. પાંચ ભૂત, પાંચ ચોર વગેરે પંચેન્દ્રિયો માટે વપરાય છે. આનંદઘને કહ્યું છે :

‘મઠ મેં પંચ ભૂત કા બાસા’

આ પાંચ આપણને પળે પળે છેતરી ખાય છે. મન તેને વશ બની જાય છે, તેને બદલે મનને આત્મવશ કરવું તે મુખ્ય પ્રક્રિયા છે. ગોરખ કહે છે કે તેના માથાની ચોટલી જ પકડી લે. ઇન્દ્રિયો આપણને ધુણાવે છે એને બદલે આપણે તેને ઘુણાવી શકીએ ત્યારે આપણી કાયા આપણા વશમાં આવી ગણાય. પાંચને મારી પચીસને વશ કરવાના રૂપકમાં પંચભૂતના બનેલા શરીર ને પાંચેય ભૂતની પાંચ પાંચ પ્રકૃતિ, એમ પચીસનું વર્ણન ભજનોમાં અનેક સ્થળે આવે છે. દાખલા તરીકે પૃથ્વી—અસ્થિ, માંસ, નાડી, ત્વચા અને રોમ. જળ—શોણિત, શુક્ર, લાળ, મૂત્ર અને સ્વેદ. અગ્નિક્ષુધા, તૃષા, .આળસ, નિદ્રા અને કાંતિ. વાયુ — ચલન-વલન, ધાવન, પ્રસરણ અને આકુચન. આકાશ કામ, ક્રોધ, શોક, મોહ અને ભય. સ્થૂળ તત્ત્વોનો પ્રભાવ વધતો જાય તેમ પ્રકૃતિનું આધિપત્ય સ્વતંત્ર ચૈતન્ય પર જામતું જાય છે. તેની પકડમાંથી આત્મત્ત્વને જે મુક્ત કરે એની જ બુદ્ધિ, પ્રજ્ઞા પૂરી ખીલી ઊઠી છે એમ ગોરખ કહે છે.

રણઝણ રણઝણ બાજાં બાજે

આત્મા જ્યારે પોતાની પૂરી શક્તિથી જાગ્રત થઈ ઊઠે છે ત્યારે શું થાય છે? ગોરખ કહે છે : ‘રણઝણ બાજાં’, આનંદના સૂરો ગુંજી ઊઠે છે અને ‘ઝલમલ જ્યોતિ,’ પ્રજ્ઞાનો પ્રકાશ રેલાઈ રહે છે. પ્રેમ અને પ્રજ્ઞાના ઉઘાડથી જ અહંકારની કાળી રાત ઓગળી જાય છે, આત્મહંસ પોતાનાં જ ‘નિજ મોતી ચણતો અંતરાનંદમાં મગ્ન બને છે.

પકી પડી કા તોલ બનાઈ લે

મનુષ્ય જીવનની કઈ ઘડી પાકી છે? ગોરખ કહે છે :

‘કાચી બાઈ, કાચા જિંદ
કાચી કાયા, કાચા બિંદ...’

મનુષ્યનો શ્વાસ કાચો, જિંદંગી કાચી, કાયા કાચી અને બિન્દુ પણ કાચું. કાળના રાજમાં ક્ષણભંગુર મનુષ્યની કઈ ઘડી ક્યારે પાકી ગણવી? કાયાના સકંજામાં અને કાળના ઓછાયા નીચે જે ઘડી રહી છે તે કાચી ઘડી છે. કબીરે આ કાચી ઘડીમાંથી મુક્ત થવા માટે આર્તભાવે પુકારીને ગાયું છે :

‘ગુરુ, મને ડર રે લાગે એક દિન કો,
એક દિન કો રે ઘડી પલ કો.’

આપણે એક દિવસ મૃત્યુ પામવાના છીએ તે આપણે જાણીએ છીએ, પણ આપણે તો પળે પળે મૃત્યુ પામી રહ્યા છીએ તેનું આપણને ભાન નથી. ઘડી શું, ઘડીના છઠ્ઠા ભાગમાં આ ખેલ ખતમ થઈ જાય એવો છે. ત્યારે પાકી ઘડી કઈ? આપણા જીવનની પાકી ઘડી આવે છે નિર્વિચાર, નિર્વિકલ્પ અને નિઃસ્પંદ સ્થિતિમાં. એ મનથી ૫ર લઈ જતી, અનંતનો સ્પર્શ પામતી ઘડી છે. એને જ ક્ષણમાં શાશ્વતી’ કહે છે. ગોરખ કહે છે કે આવી ઘડી બરાબર સમતોલ થઈ છે તેની જાતે જ ખાતરી કરી લેવી. એમાં એક રતિભાર પણ ફેર ન પડે તે જોઈતપાસી લેવું. પછી ખોટનો સવાલ રહેશે નહીં. પાકી ઘડીના તોલની અનુભવ-વાણી ઉચ્ચારતાં ગોરખે એક પદમાં કહ્યું છે :

ગોરખ જોગી તોલા તોલે,
ભિડિ ભિડિ બાંધી હૈ રતન અમોલે.

ગોરખ બરાબર માપી જોખીને, તોળી તોળીને જીવનનો વેપાર માંડે છે અને અણમૂલ ‘રતન-પદારથ’ને કસી કસીને બાંધી રાખે છે. એ વાણી, વાયુ, બિંદુને વ્યર્થ જવા દેતો નથી. અલખને, અલક્ષ્યને, પરમ તત્ત્વને પ્રાપ્ત કરવા માટે જે આમ જીવનનું સમતોલ ત્રાજવું રાખી જાણે, જેની દાંડી ધ્રુવનિશાન પર સ્થિર થઈ જાય એ જ સાચો યોગી, જ્ઞાની, ભક્ત, કર્મવી૨.