અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/स्तवन: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|स्तवन|લાભશંકર ઠાકર}} <poem> ગો વિના તો વછ કિમ જીવિ વણ વારિ કિમ મ...") |
(No difference)
|
Revision as of 07:49, 13 July 2021
स्तवन
લાભશંકર ઠાકર
ગો વિના તો વછ કિમ જીવિ વણ વારિ કિમ મીન?
આભ વિના પંખી નવ જીવિ શબ્દ વિના હું દીન.
તુંય વિના હું કહિ પિરિ જીવું? અદીઠ અપરંપાર!
આશા મોટી તાહારી મુજનિ જીવું તુજ આધાર.
અહર્નિશિ તુજ સ્વર સાંભળતો તોય કશો હદબાર,
મુખનું મહોરું હઠાવી મોહન દિયો દરસ દરબાર!
ક્ષણુ એક તારા વિના ન ચાલે, અકળવિકળ તુજ ફંદ.
પલ પલ તુજને આરાધું શે, છૂટે ન તારો છંદ?