ભજનરસ/કોઈ સુનતા હે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| કોઈ સુનતા હે | }} {{Block center|<poem> '''કોઈ સુનતા હે ગુરુ જ્ઞાની,''' '''ગગન મેં અવાજ હોતી ઝીની ઝીની.''' '''પહેલી ઉત્પતિ નાદબિંદુકી, પીછે માયા પાની,''' '''પૂરણ બ્રહ્મ તો પૂર રહ્યા છે, અલખ પુરુષ નિરબાની...")
 
No edit summary
Line 50: Line 50:
નાદબિંદુ પછી, ‘પીછે જમાયા પાની'. તે સાધારણ પાણી નથી, પણ જેમાં જીવનનાં અનેકવિધ બીજ રહ્યાં છે તે આપ, અંભ, સલિલ, એકાર્ણવ નામથી ઓળખાતું આદિ કારણ છે. પૂર્ણ બ્રહ્મ નાદબિંદુથી માંડી આ જલસૃષ્ટિ, જીવસૃષ્ટિમાં પણ સચરાચર સભર છે. અને સઘળે વ્યાપ્ત હોવા છતાં તે ‘અલખ પુરુષ નિરબાની' — અલક્ષ્ય છે, નિર્લેપ છે, ઉપાધિરહિત છે અને, ‘ન્યારા મિલા સદા હી' — સદાયે નિરાળું છતાં સર્વનિવાસી છે. અલખ પુરુષ સઘળે ખેલે છે છતાં ક્યાંયે અળપાતો નથી.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|સતગુરુ પાયા... પિછાની}}
{{center|'''સતગુરુ પાયા... પિછાની'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કબીર પોતાનો અનુભવ જણાવે છે કે આ દર્શનનો અધિકાર તેને સતગુરુની કૃપાથી પ્રાપ્ત થયો છે. ‘પટા લિખાયા' — ગુરુમુખ જ્ઞાનની મહોર પડી ગઈ. તેની સાબિતી એ કે વાસનાતૃષ્ણા નાશ પામી. ઇન્દ્રિયોનો વિષય૨સ છોડીને મન આત્માનો અમૃતરસ પી તૃપ્ત બની ગયું. ક્ષુદ્ર, ખંડિત અને નાશવંત આનંદને સ્થાને અનંત, અખંડ અને અમર રસ વહેવા માંડ્યો. આ રસની પ્રાપ્તિ માટે ઊલટી રાહ પિછાની'-પ્રકૃતિનો પ્રવાહ જ મૂળમાંથી પલટાવી નાખ્યો. સુષુમણામાં પ્રાણના ઊર્ધ્વ પ્રવાહને ઊલટી ગંગા, ઊલટી ધારા, ઊલટી વીળ, ને તેની સાધનાને ઉજાન પથ, ઊલટા પથ કે ઊલટ સાધના કહે છે. સુષુમણાનો મધ્યપ્રવાહ જ મૂર્ધા ભણી જાય છે ને એ વિના પરમ પદની પ્રતીતિ થતી નથી. કબીરે કહ્યું છે :

Line 72: Line 72:
ઓહં - જીવ, સોહં - શિવ. જીવ અને શિવની એકતાનાં મંગલ વાજાં વાગી ઊઠ્યાં. ભૂમધ્યે મન-બુદ્ધિ-અહંકારનું થાણું ઊખડી ગયું ને ધ્યાતા-ધ્યાન-ધ્યેય એક જ સ્વરૂપમાં લીન બની ગયાં. સગુણી માયાનો પ્રભાવ પૂરો થયો. ઇડા, પિંગળા, સુષુમણા એ ત્રણે નાડીનો સંગમ થયો અને પ્રકાશનું ધામ પ્રયાગરાજ ઊભું થયું. બધા ભેદિવભેદ, રાગ-દ્વેષ ઓગળી ગયા. સર્વત્ર શાંતિની શ્વેત ધજા ફરકી ઊઠી. ભરી બજારમાં કબીરે આ ગાંઠછૂટી વાત પુકારીને કહી છે :   

{{Block center|<poem>
'''‘કબીરા ખડા બજાર મેં, સબ કી માંગત ખેર,'''
'''ના કાહુ સે દોસ્તી, ના કાહુ સે વેર'''.
</poem>}}
{{Poem2Open}}
સંસારમાં જ રહીને સર્વના કલ્યાણની ભાવના સાથે અસંગતા અને નિર્વેર સેવે તે સંત.
'''કહે કબીર... અમર નિશાની!'''
કબીર કહે છે કે આ વાણી એવી છે કે તેમાં બુદ્ધિની ચાંચ બૂડી શકે એમ નથી. આ કાંઈ કલ્પનાની કે મનઘડંત કથા નથી, આ પરમ તત્ત્વને મેં દિલ ભરીભરીને અપાર પ્રેમથી ભીતરની આંખે નીરખ્યું છે. આ જીર્ણશીર્ણ થતા ને અંતે મૃત્યુના અંધકારમાં ઢળી પડતા જગતમાં મને આ તત્ત્વની અજર-અમર નિશાની મળી છે. સ્વાનુભવ વિના એની સાબિતી ક્યાંથી મળે?
{{Poem2Close}}
{{Block center|<poem>
'''નામ નૈન મેં રમ રહ્યા, જાનેગા જન કોઈ,'''
'''જા કું સતગુરુ પૂર મિલ્યા તા કું માલિમ હોઈ.'''
</poem>}}
{{HeaderNav2
|previous = જ્ઞાન ગરીબી સાચી
|next = અગમ ભૂમિ દરશાયા
}}
19,010

edits