ભજનરસ/એક તું શ્રીહરિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 28: Line 28:
સચરાચરમાં વ્યાપ્ત એક જ મા ચૈતન્યનું આ પદમાં નરસિંહે મહિમાગાન ગાયું છે, એટલું જ નહીં એક પછી એક નામ-રૂપના પડદા હટાવી તેને પ્રાણ થકીયે પાસે લાવી આપ્યું છે.  
સચરાચરમાં વ્યાપ્ત એક જ મા ચૈતન્યનું આ પદમાં નરસિંહે મહિમાગાન ગાયું છે, એટલું જ નહીં એક પછી એક નામ-રૂપના પડદા હટાવી તેને પ્રાણ થકીયે પાસે લાવી આપ્યું છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|અખિલ બ્રહ્માંડમાં}}
{{center|'''અખિલ બ્રહ્માંડમાં'''}}
{{Poem2Open}}
આખાયે વિશ્વમાં આપણે શું જોઈએ છીએ? જુદાં જુદાં અનંત રૂપ. આ અત્યંત વિવિધ લાગતાં રૂપ પાછળ શું કોઈ એક જ તત્ત્વ રમતું હશે? માત્ર વિવિધતા હોત તો તેની પાછળ રમતા એક જ સુંદ૨ને પરખવાનું સહેલુ હતું. પણ આ વિવિધતા સાથે વિરોધ અને સંઘર્ષ પણ એવાં વણાયેલાં છે કે તેમાં એક જ પરમ તત્ત્વને વરી લેવાનું અશક્ય લાગે છે. આપણી સામે લીલા ઘાસનું મેદાન હિલોળા લે છે. પણ એ ઘાસની પત્તી ને ફૂલને ઘેટાં ચરી જાય છે. ઘેટાંને વાઘ ચૂંથી નાખે છે. અને વાઘની પાછળ બંદૂકની ગોળી વછૂટે છે. એ ગોળી પોતાના જાતભાઈ ૫૨ જ કોઈ છોડે એ વળી વધુ વસમી વાત. આમાં ‘એક તું શ્રીહર' કહેતા જીભ ઊપડી શકતી નથી.
અને છતાં આ બધી વિવિધતા, વિચિત્રતા અને વિરુદ્ધતા પાછળ એક જ તત્ત્વને જોઈ શકે તેનાં નેત્રો સ્થૂળ દૃષ્ટિથી ઉપર ઊઠે છે. તે માત્ર જગતના ઉપરના આચ્છાદન જેવા ચર્મને જ નહીં, પણ જીવનના મૂળમાં રહેલા મર્મને જુએ છે. ચર્મદૃષ્ટિ અને મર્મદૃષ્ટિ વચ્ચે આ ભેદ છે. પ્રેમનાં નેત્રો વિરૂપાતાની ને ભયંકરતાની બધી દીવાલો ભેદીને એક જ રસ-સ્વરૂપને નિષ્ફળી શકે છે. નરસિંહ મહેતા આવી જ માર્મિક દૃષ્ટિથી ગાઈ ઊઠ્યા છે : અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હિર.’
{{Poem2Close}}
{{center|'''દેહમાં દેવ તું'''}}
{{Poem2Open}}
દેહ તો કેટલા વિવિધ! પણ તેમાં રહેલું ચેતન એક. ‘તેજમાં તત્ત્વ તેજના રંગફુવારા તો ભાતભાતના, પણ એ તેજને તેજસ્વિતા આપનારું તત્ત્વ એક. ઉપનિષદ કહે છે ઃ તસ્ય ભાસા સીંમદ વિભાતિ.’
જેના પ્રકાશથી આ બધું પ્રકાશિત છે એ તત્ત્વ એક જ. ગીતાના શબ્દોમાં તે, ‘જ્યોતિષામપિ તજ્યોતિઃ' જ્યોતિઓની પણ તે ૫૨મ જ્યોતિ. શૂન્યમાં, મહા અવકાશમાં જેમ રંગનો મેળો ભરાય છે તેમ સ્વરોની સહસ્રધારા પણ ઊછળી રહે છે. આ સ્વરોના ગુંજાર પાછળ પણ એક જ સૂર બજી રહ્યોછે : ‘તત્ત્વમસિ, તત્ત્વમસિ, તત્ત્વમસિ'. નરસિંહે એક પદમાં તે જ તું, તે જ તું'નું વેદગાન કર્યું જ છે.
{{Poem2Close}}
{{center|શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે}}
{{Poem2Open}}
આનો એક આંતિરક અર્થ પણ છે. મન જ્યારે વિચારશૂન્ય બની જાય છે ત્યારે તેમાંથી સહજ પ્રજ્ઞાથી સભર વાણીનો જન્મ થાય છે. આ વાણીમાં સત્યનો પ્રકાશ હોય છે, ઋત, (Rhythm)નું સ્પંદન હોય છે. આવી વાણી એ જ વેદ. પછી તે વાણીનો ઉદ્ગગાતા ને તેનો, ઉચ્ચાર ગમે તે હોય. આવા વિવિધ શબ્દમાં વેદનું એકમ્ સત્' વસી રહે છે.
પણ આ દર્શન શું ત્યાં જ અટકી જાય છે? સ્થૂલ જગતની પાછળ એક જ સૂક્ષ્મ ચૈતન્યનું આ દર્શન વધુ સ્પષ્ટ, વધુ સઘન થતું જાય છે તેમ સ્થૂળ પણ જુદાઈના અંચળા ઉતારી નાખે છે. પવન તું, પાણી તું, ભૂમિ તું' - આ પંચ મહાભૂતની પાછળ કોઈ એક તત્ત્વ રમી રહે છે એમ શા માટે? અરે, આ પવન, પાણી, ભૂમિ પણ મારો ભગવાન જ છે. પ્રેમભક્તિનો રસ ઘૂંટાતો આવે છે. અને પછી તો પાત્ર પણ પ્રિયતમની રસઘન મૂર્તિ બની જાય છે.
વેદના એક અપૂર્વ દર્શનને નરસિંહે આ પદમાં જેમનું તેમ આપી દીધું છે :
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે
વૈદિક મંત્ર છે :
'''‘વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવિ તિષ્ઠતિ એક:''''
'''‘વૃક્ષની જેમ આકાશમાં સ્થિર થઈ ઊભો છે તે એક.’'''
આખું આકાશ ભરીને આ કોના મહિમાની ડાળ-ડાળીઓ ફેલાઈ રહી છે? કોની ડાળીઓને છેડે નક્ષત્રોનાં ફૂલો ખીલી ઊઠ્યાં છે! કોની મધુગંધથી આ વિશ્વ મત્ત છે! સચરાચરને સભર ભરીને લીલી ઘટાથી સર્વને છાઈ રહ્યો છે આ કોણ? વેદમંત્ર આગળ કહે છે :
{{Poem2Close}}
19,010

edits