ભજનરસ/એક તું શ્રીહરિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 48: Line 48:
'''‘વૃક્ષની જેમ આકાશમાં સ્થિર થઈ ઊભો છે તે એક.’'''  
'''‘વૃક્ષની જેમ આકાશમાં સ્થિર થઈ ઊભો છે તે એક.’'''  
આખું આકાશ ભરીને આ કોના મહિમાની ડાળ-ડાળીઓ ફેલાઈ રહી છે? કોની ડાળીઓને છેડે નક્ષત્રોનાં ફૂલો ખીલી ઊઠ્યાં છે! કોની મધુગંધથી આ વિશ્વ મત્ત છે! સચરાચરને સભર ભરીને લીલી ઘટાથી સર્વને છાઈ રહ્યો છે આ કોણ? વેદમંત્ર આગળ કહે છે :
આખું આકાશ ભરીને આ કોના મહિમાની ડાળ-ડાળીઓ ફેલાઈ રહી છે? કોની ડાળીઓને છેડે નક્ષત્રોનાં ફૂલો ખીલી ઊઠ્યાં છે! કોની મધુગંધથી આ વિશ્વ મત્ત છે! સચરાચરને સભર ભરીને લીલી ઘટાથી સર્વને છાઈ રહ્યો છે આ કોણ? વેદમંત્ર આગળ કહે છે :
{{Poem2Close}}
{{center|''''તેન ઇદમ્ પૂર્ણ પુરુષેણ સર્વમ્।.'''}}
{{Poem2Open}}
'''‘તે પરમ પુરુષ વડે જ આ બધું પરિપૂર્ણ છે.’'''
વેદમાં અહીં તત્ત્વની નાન્યતર જાતિ નથી. પ્રેમની પુરુષવાચક વાણી છે. અને નરસિંહે એવી જ વાણીમાં શ્રીહિર, ભૂધર, શિવને જીવ બનીને વિહરતો બતાવ્યો છે. વિવિધ રચના, અનંત રસ — જાણે પોતાની જ મધુરતાનું પાન કર્યા વિના ૫રમાત્માને ચાલે તેમ નથી. એટલે તો પંડે પંડમાં એ પ્રગટ થઈ રહ્યો છે. નરસિંહ કહે છે
'''વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે .'''
આ કાંઈ તેની એકલાની જ વાણી નથી. વેદ, શાસ્ત્ર-પુરાણ એનાં સાક્ષી છે. સોનું અને સોનાનાં ઘરેણાં વચ્ચે કશો ભેદ નથી. જુદા જુદા ઘાટનાં ઘરેણાં બનાવવામાં આવે ત્યારે નામ-આકાર જુદાં પડે પણ સોનું તો સોનું જ રહે છે. જરા તેને આગની ભઠ્ઠીમાં નાખી તપાસ કરો તો! અંતે તો હેમનું હેમ હોયે' આ સાચની ખાતરી થશે.
અને આ અસંખ્ય નામ-રૂપની પાછળ પણ એક જ તત્ત્વ રહ્યું છે તેની ખાતરી કરવી હોય તો? તો ઘરેણાંની જેમ ઘાટ પામેલ અહંને જરા અગ્નિમાં પ્રજાળી મૂકોને! પોતાની જાતને પરિશુદ્ધ કરતો આ અગ્નિ પેટાવ્યા વિના એકત્વની અનુભૂતિ નહીં થાય. આ અગ્નિ અનેક રીતે પ્રગટે છે. ભક્તના હૃદયમાં એ વિરહની જ્વાલા બને છે. જ્ઞાનીના ચિંતનમાં એ અહંકારની ચિતા બને છે. યોગીના ધ્યાનમાં એ જ્યોતિ બને છે.અને પરાઈ પીડાને પોતાની કરી લેતા સાધુજન માટે એ હૈયે હૈયાનો હુતાશ બની જાય છે. આ અગ્નિમાં મારું-તારું, સારું-ખરાબ, ઊંચ-નીચ આ તમામ આકાર-પ્રકારો તો ઓગળી-પીગળીને એકરસ બની જાય છે. સર્વ રૂપમાં શુદ્ધ સુવર્ણની કાંતિથી ઝળહળી રહે છે એક જ સ્વરૂપ અને તે છે : 'સબ સૂરત મેરે સાહેબ.કી.
આ કેવી ચોખ્ખી દીવા જેવી વાત છે! પણ એને સમજાવવાં બેસતાં પંડિતોએ ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી.' પ્રાણ એક બાજુએ રહી ગયો ને પિંજણનો પાર ન રહ્યો. જે બધી જ ગ્રંથિઓને તોડી નિર્પ્રન્થ થવાની વાત, તેને આ વેદવાનોએ વાદવિવાદનો અખાડો બનાવી દીધો. પોતાને ગમ્યું તે પૂજવા યોગ્યઃ આવા ગમા-અણગમાના બંધિયાર ચોકામાં નિર્બન્ધ ચેતન ક્યાંથી પ્રવેશી શકે? અને નરસિંહે આ સંકુચિત મનોદશાનું માપ કાઢી આપી કહ્યું :
{{Poem2Close}}
{{Poem2Close}}
19,010

edits