ભજનરસ/એક તું શ્રીહરિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 38: Line 38:
જેના પ્રકાશથી આ બધું પ્રકાશિત છે એ તત્ત્વ એક જ. ગીતાના શબ્દોમાં તે, ‘જ્યોતિષામપિ તજ્યોતિઃ' જ્યોતિઓની પણ તે ૫૨મ જ્યોતિ. શૂન્યમાં, મહા અવકાશમાં જેમ રંગનો મેળો ભરાય છે તેમ સ્વરોની સહસ્રધારા પણ ઊછળી રહે છે. આ સ્વરોના ગુંજાર પાછળ પણ એક જ સૂર બજી રહ્યોછે : ‘તત્ત્વમસિ, તત્ત્વમસિ, તત્ત્વમસિ'. નરસિંહે એક પદમાં તે જ તું, તે જ તું'નું વેદગાન કર્યું જ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે}}
{{center|'''શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આનો એક આંતિરક અર્થ પણ છે. મન જ્યારે વિચારશૂન્ય બની જાય છે ત્યારે તેમાંથી સહજ પ્રજ્ઞાથી સભર વાણીનો જન્મ થાય છે. આ વાણીમાં સત્યનો પ્રકાશ હોય છે, ઋત, (Rhythm)નું સ્પંદન હોય છે. આવી વાણી એ જ વેદ. પછી તે વાણીનો ઉદ્ગગાતા ને તેનો, ઉચ્ચાર ગમે તે હોય. આવા વિવિધ શબ્દમાં વેદનું એકમ્ સત્' વસી રહે છે.  

Line 60: Line 60:
આ કેવી ચોખ્ખી દીવા જેવી વાત છે! પણ એને સમજાવવાં બેસતાં પંડિતોએ ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી.' પ્રાણ એક બાજુએ રહી ગયો ને પિંજણનો પાર ન રહ્યો. જે બધી જ ગ્રંથિઓને તોડી નિર્પ્રન્થ થવાની વાત, તેને આ વેદવાનોએ વાદવિવાદનો અખાડો બનાવી દીધો. પોતાને ગમ્યું તે પૂજવા યોગ્યઃ આવા ગમા-અણગમાના બંધિયાર ચોકામાં નિર્બન્ધ ચેતન ક્યાંથી પ્રવેશી શકે? અને નરસિંહે આ સંકુચિત મનોદશાનું માપ કાઢી આપી કહ્યું :

{{Block center|<poem>
'''મન કર્મ વચનથી આપ માની લહે''',
'''સત્ય છે એ જ઼ મન એમ સૂઝે.'''
</poem>}}
{{Poem2Open}}
માણસે પોતાના મનથી, કર્મથી, વચનથી જે મત બાંધ્યો હોય, તેટલા જ કુંડાળામાં તે ઘૂમ્યા કરે છે. પોતાના મનને સૂઝે એ જ સાચું લાગે છે. પણ જે મનને સૂઝે એ તો માન્યતા છે. આત્માને સૂઝે તે સત્ય છે. એટલે તો કહ્યું છે : મતવાદી જાને નહીં, તતવાદી કી બાત.' મનની શુદ્ધિ વિના આ આત્મદૃષ્ટિ ઊઘડતી નથી. કબીરે પણ કહ્યું છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''જગત ભૂલા જંજાલ મેં, સુનિ સુનિ વેદકુરાન,'''
'''તન મનકી શુદ્ધિ નહીં, બકિ બકિ મરે હેરાન.'''
</poem>}}
{{Poem2Open}}
મનની શુદ્ધિ વિના મતની ભ્રમણામાંથી છૂટી શકાતું નથી. નરિસંહે પણ સો રોગનું એ એક જ ઓસડ બતાવી કહ્યું : ‘ભણે નરસૈંયો એ મન તણી શોધના.' મનનું શોધન કરવામાં આવે તો જ સત્ય સાંપડે. અને એ શોધન પણ કેવી રીતે થાય? જો અંતરમાં ક્યાંક પ્રેમની આગ લાગી જાય તો આવી આગના ભડકા ઊઠે. તો પછી ક્યાંયે પટાંતર કે અંતરપટ રહે નહીં, બધા જ ભેદના પડદાને તે ભેદી નાખે. અને પરમ સત્ય કાંઈ દૂર નથી. આ પટંતરમાં છુપાઈને તે પાસે જ રહ્યું છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું'. સંસારના મૂળમાં જુઓ તો એ, અને સંસારને વ્યાપીને પણ એ એક જ ચેતનપુરુષ રમી રહ્યો છે. પ્રીતિ કરું, પ્રેમથી પ્રગટ થાશે.'
નરસિંહ પોતાના હૃદયમાં જ ઊંડી ડૂબકી મારી કહે છે : હું જો ખરેખર ચાહી શકું તો એ ચાહનામાંથી જ મારો હિર હાજરાહજૂર સામે હસીને ઊભો રહેશે. હિર પછી સર્વ પળે, સર્વ સ્થળે પ્રત્યક્ષ : ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ.'
નરસિંહના આવા સર્વમય હરદર્શનને ભાગવતના એક શ્લોકમાં વ્યક્ત કરતાં કહ્યું છે
{{Poem2Close}}
{{Block center|<poem>
'''ખં વાયુમનિ સલિલં મહીં ચ'''
{{right|'''જ્યોતીંષિ સત્ત્વાનિ.દિશો દુમાદીગ્'''}}
સરિત્સમુદ્રાંક્ષ હરે; શરીર
{{right|'''યશ્ર્ચિ ભૂત પ્રણમેદનન્યઃ'''}}
</poem>}}
{{Poem2Open}}
આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, ગ્રહ-નક્ષત્રો, સમસ્ત પાણીસમુદાય, દિશાઓ, વૃક્ષો, નદીઓ અને સમુદ્ર આ બધાં જ શ્રીહરિનાં શરીર છે. એટલે તો આ વિશ્વમાં જે કાંઈ છે તેને અનન્ય પ્રેમથી પ્રણામ કરવા જોઈએ.'
નરસિંહે વેદ, ઉપનિષદ અને ભાગવતના આ રસાયનને આકંઠ પીધું છે, રગરગમાં ઉતાર્યું છે. અને તેથી તો આજે પણ જીવતી વાણીથી તે ‘અખિલ બ્રહ્માંડમાં એક'ને જુએ છે, ‘સકળ લોકમાં સહુને વંદે' છે, અને સુંદર મુખ જોઈ કરી હરિનો દિવેટિયો' થઈ પ્રકાશ પાથરે છે.
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = જલકમલ
|next = નીરખને ગગનમાં
}}
19,010

edits