ભજનરસ/આંબલિયાની ડાળ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| આંબલિયાની ડાળ | }} {{Block center|<poem> સાંયા, મેં તો પકડી આંબલિયાની ડાળ રે, જંગલ વચમાં એક્લી હો જી- નદી રે કિનારે બેઠો એક બગલો, {{right|હંસલો જાણીને કીધો એનો સંગ રે,}} {{right|મોઢામાં લીધી માછલી હો જ...") |
(No difference)
|
Revision as of 12:10, 19 May 2025
આંબલિયાની ડાળ
સાંયા, મેં તો પકડી આંબલિયાની ડાળ રે,
જંગલ વચમાં એક્લી હો જી-
નદી રે કિનારે બેઠો એક બગલો,
હંસલો જાણીને કીધો એનો સંગ રે,
મોઢામાં લીધી માછલી હો જી-
ઊડી ગયો હંસલો, ગાજે એની પાંખડી,
બાઈ, મારો પિયુડો પરદેશ રે,
ફરુકે મારી આંખડી હો જી-
માલણ ગૂંથી લાવે, ફૂલ કેરા ગજરા,
બાઈ,. મારો શામળિયો ભરથાર હૈ,
બીજા રે નરની આખડી હો જી-
બાઈ મીરાં કે’છે પ્રભુ, ગિરધરના ગુણ વા’લા,
શરણુંમાં રાખો મારા શામ રે,
ભજન કરીએ ભાવથી ડો જી-