અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાધેશ્યામ શર્મા/ઘોડી પેઠ હોડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઘોડી પેઠ હોડી|રાધેશ્યામ શર્મા}} <poem> ઘોડી પેઠ હોડી હણહણ દોડી...")
(No difference)

Revision as of 09:48, 13 July 2021


ઘોડી પેઠ હોડી

રાધેશ્યામ શર્મા

ઘોડી પેઠ
હોડી
હણહણ
દોડી
રણમાં
કણ
કણ
કુદાવતી
ક્ષણમાં
પડ્યાં
પાછળ
ભૂખરાં
દરિયાઈ
ઊંટ
કાઠડા
ઉલાળતાં
ઢેકા
ફુલાવતાં
વણઝારનાં
ઘોડિયાં
ઝુલાવતાં
તબડક
કબતક
દૂર નજીક
દીવાદાંડી
તો
ડોકાતીય નથી
એતદ્, જુલાઈ-સપ્ટેમ્બર, પૃ. ૩